ડિપ્રેશનથી લઇને આ મોટી બીમારીઓને ચપટીમાં દૂર કરવા આ રીતે ખાઓ અખરોટ…

ડિપ્રેશન તેમજ બ્રેસ્ટ કેન્સર સુધીના રોગથી બચાવે છે અખરોટ, જાણો તેના લાભ વિશે

image source

ડ્રાયફ્રૂટ્સ ખાવા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ખાસકરીને શિયાળાની ઋતુમાં સુકામેવા ખાવાથી લાભ થાય છે. તેનાથી શરીરને અંદરથી ગરમી મળે છે. આ ઉપરાંત કેટલાક ડ્રાયફ્રૂટ એવા છે જેનું સેવન કરવાથી શરીર કેટલીક ગંભીર બીમારીથી બચી જાય છે. સુકામેવા જેવાકે બદામ, કાજૂ, કિશમિશ, પિસ્તા, અખરોટ લાભકારી છે પરંતુ આજે તમને જાણવા મળશે અખરોટના અદ્ભુત લાભ વિશે.

image source

બ્રેન ફુડ ગણાતા અખરોટને ખાવાથી મગજ તેજ થાય છે તેવું તો તમે જાણતા હશો પરંતુ અખરોટને ખાવાથી અન્ય લાભ પણ થાય છે તેના વિશે કદાચ તમે જાણતા નહીં હોય. તો ચાલો આજે જાણો કે અખરોટ તમને કઈ કઈ બીમારીઓથી બચાવી શકે છે.

image source

અખરોટમાં ઓમેગા એસિડ્સ, વિટામિન અને અન્ય તત્વો હોય છે જે મગજને તેજ કરે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી યાદશક્તિ તેજ થાય છે. આ ઉપરાંત અખરોટથી થતા લાભ નીચે દર્શાવ્યાનુસાર છે.

image source

1. અખરોટ ખાવાથી માનસિક તાણ દૂર થાય છે.

2. તેને ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેનાથી હાઈપરટેંશનની સમસ્યા રહેતી નથી.

image source

3. તેનાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે અને બ્લડ સર્કુલેશન પણ બરાબર રીતે થાય છે. તેનું સેવન નિયમિત કરતાં લોકોને હૃદયની બીમારી થવાની શક્યતા ઘટી જાય છે.

4. તેમાં કેરાટિન, સેલેનિયમ, પોટેશિયમ જેવા તત્વ શરીરમાં કેન્સર સેલ્સ વધવાથી અટકાવે છે. શોધ અનુસાર રોજ અખરોટનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટે છે.

image source

5. અખરોટના પાવડરમાં દૂધ ઉમેરી તેનાથી ત્વચા પર 10 મિનિટ મસાજ કરવાથી ત્વચા ચમકદાર અને ગ્લોઈંગ બને છે. તેના તેલને રાત્રે ચહેરા પર લગાવવાથી કરચલીઓ દૂર થાય છે.

6. અખરોટનું તેલ ત્વચાને કોમળ અને મુલાયમ રાખે છે. તેનાથી શિયાળામાં ત્વચા ડ્રાય થતી નથી.

image source

7. વાળ ખરવાની સમસ્યા હોય તો અખરોટનું તેલ બેસ્ટ વિકલ્પ છે. તેનાથી વાળના મૂળમાં મસાજ કરવી તેનાથી વાળ મજબૂત થાય છે અને ખરતાં વાળ અટકે છે.

8. નિયમિત રીતે અખરોટના તેલથી વાળમાં મસાજ કરવાથી ખોડો દૂર થાય છે. તેનાથી વાળની ડ્રાયનેસ દૂર થાય છે અને વાળ શાઈની બને છે.

image source

9. તેમાં પોટેશિયમ, સેલેનિયમ, ઓમેગા-3, ફૈટી એસિડ જેવા તત્વ હોય છે જે ડેમેજ વાળને પોષણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ