રસોડામાં છુપાયેલી છે પેટની ચરબીને દુર કરતી વસ્તુ, આ રીતે કરશો સેવન તો ફટાફટ ઉતરશે વજન

જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતાં પણ યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે. પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે. એકવાર તમે તમારું વજન તો સરળતાથી ઓછું કરી શકશો પણ સૌથી વધુ જે સમસ્યા સર્જાય છે તે કમર અને પેટની આસપાસની ચરબીને દૂર કરવાની રહે છે. શું તમે જાણો છો કે કેટલાંક લોકો જાડા નથી હોતા પણ તેમના પેટની આસપાસ એટલી બધી ચરબી જમા થઇ જાય છે જેનાથી તે પરેશાન થવા લાગે છે અને પોતાની જાતને જાડી સમજવા માંડે છે. ખાસકરીને છોકરીઓ પોતાની કમર અને પેટની આસપાસ જામેલી ચરબીને કારણે ટાઇટ કપડાં નથી પહેરી શકતી અને જો પહેરે છે તો તેમને સારા નથી લાગતા.

image source

જો તમે ઇચ્છો છો કે તમારા પેટ અને કમર સરળતાથી ઓછા થઇ જાય તો અહીં આપવામાં આવેલી ટિપ્સ અજમાવી શકો છો. છેલ્લા દિવસોમાં લોકડાઉનના કારણે લોકોની દિનચર્યા પૂર્ણ રીતેથી અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે. લોકો સાચી રીતથી વ્યાયામ કરી શકતા નથી. સાથે જ સતત ઘરમાં રહેવાને કારણે વધારે તળેલુ-શેકેલુ ખાવાથી અથવા ફરી બેસી રહેવાને કારણે વજન વધવાની સમસ્યા પણ થઈ ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે, અમારી રસોઈમાં સરળતાથી મળનાર ડુંગળી વજન ઓછુ કરવામા તમારી મદદ કરી શકે છે. ડુંગળીમાં ક્વેરસેટિન નામનુ ફ્લેવોનોઈડ હોય છે. જેનાથી શરીરના વિવિધ ભાગમાં જા થયેલી ચરબીને ઓછી કરવામાં મદદ મળે છે. આ તમારી પાચનક્રિયાને પણ સારી કરે છે. તો ચાલો જાણીએ કે, કેવી રીતથી ડુંગળીનુ સેવન કરી તમે તમારુ વજન ઓછુ કરી શકો છો.

સલાડ તરીકે કરો સેવન

image source

કાચી ડુંગળી પેટની ચરબી ઘટાડવામાં બરાબર છે. હા કાચી ડુંગળી ખાવાથી મોઢાંમાથી દુર્ગંધ આવવાની સમસ્યા તો રહે છે, પરંતુ વજન ઓછું કરવા માટે તમે લીંબુ મીઠું ઉમેરીને કાચી ડુંગળીના ટુકડા ખાઈ શકો છો. આ રોજિંદા કચુંબર તરીકે પણ ખાઈ શકાય છે. મોટાભાગના ઘરોમાં પણ આ રીતે ડુંગળીનું સેવન કરવામાં આવે છે.

ડુંગળીનો સર બનાવો

તમે ઈચ્છો તો ડુંગળીનો રસ પણ લઈ શકો છો. તે માટે 2 ડુંગળીને ઉકાળી ઠંડી કર્યા બાદ મિક્સમાં નાખી પીસી લો. ત્યારબાદ તેને ગાળી તેના રસને અલગ કરી દો. સ્વાદને સારો કરવા માટે તેમાં થોડુ મીઠુ અને લીંબુ પણ મિક્સ કરી શકો છો. જેથી તમારે પીવામાં સરળતા રહે. ડુંગળીનુ સેવન કરતા સમયે ધ્યાનમાં રાખો કે, ખાલી પેટ કાચી ડુંગળીનુ સેવન ન કરો.

સૂપ બનાવો

image source

તમે ડુંગળી અને શાકભાજીનુ સૂપ બનાવીને પણ તેનુ સેવન કરી શકો છો. આ સ્વાદિષ્ટ તો લાગે જ છે, પણ તેની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારુ રહે છે. સૂપ બનાવવા માટે 4 થી 5 ડુંગળી અને શાકભાજીને મોટા-મોટા ટુકડામાં કાપી લો. એક પેનમાં ઓલિવ ઓયલ ગરમ કરો અને બાદમાં તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખી થોડી સમય માટે પકાવો. ત્યારબાદ તેમાં બધા શાકભાજી નાખી ફરજીયાત પાણી નાખો. જ્યારે આ સારી રીતે મિક્સ કરી પાકી જાય તો, હર્બ્સ અને મરી, નમક વગેરે નાખી ગરમ-ગરમ સર્વ કરો.

image source

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો – જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

યોગાસન જરૂરી છે – કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.

image source

ખાનપાન સંતુલિત રાખો – જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે.

મધ છે ફાયદાકારક – મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.

image source

ગ્રીન ટી પણ મદદ કરશે – તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.

image source

સવાર-સાંજ ચાલો – તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત