મધમાખી કરડે ત્યારે તરત જ કરો આ ઉપાય, નહિં આવે સોજો કે નહિં થાય કોઇ પીડા પણ

મધમાખી આપણને મધ તો આપે જ છે, સાથે તે ખૂબ જ ઝેરી હોય છે. મધમાખીના કરડવાથી ઘણી બળતરા થાય છે. કેટલીકવાર તે જ્યાં કરડે છે તે જગ્યાએ સોજો આવે છે. કેટલાક ઘરેલું ઉપાય છે જે મધમાખીના કરડવાથી થતી બળતરા અને સોજો દૂર કરી શકે છે. તો ચાલો જાણીએ

મધમાખીના કરડવા પર આ ઉપાય અપનાવો.

– મધમાખીના કરડવાથી થતી પીડાને ઓછી કરવા માટે ટૂથપેસ્ટને તેના પર લગાડી દો અને 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ નવશેકા પાણીથી કોલગેટ સાફ કરી લો. આ ઉપાયથી મધમાખીના કરડવાથી થતી પીડા દૂર થશે

image source

– આ ઉપરાંત, તમે આલ્કોહોલનો પણ ઉપયોગ કરી શકો છો. આલ્કોહોલ ઠંડુ હોય છે અને અમુક અંશે તે જીવાણુનાશક છે, જે મધમાખીના કરડવાથી થતી બળતરા અને સોજો દૂર કરવામાં મદદ કરે છે.

– અનાનસનો રસ મધમાખીના કરડવાથી થતી બળતરા દૂર કરે છે અને તે જગ્યા પર ઠંડક અને આરામ આપે છે. આ માટે તમે અનાનસના નાના ટુકડા કાપીને તે જગ્યા પર લગાવો.

image source

– મધમાખીના કરવાથી થતી પીડા અને સોજો દૂર કરવા માટે તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો અને મધમાખીના કરડવાથી થતા ડાઘને દૂર કરવા માટે તે જગ્યા પર કેળાના છાલની માલિશ કરો.

– પીડા અને સોજો દૂર કરવા માટે ચમચીનો ઉપયોગ પણ કરી શકાય છે. આ માટે, તમે બરફ પર ચમચી રાખીને તેને ઠંડી કરો, ત્યારબાદ આ ચમચીથી સોજા પર હળવા હાથથી માલિશ કરો. આ ઉપાય તમારી પીડા અને સોજો દૂર કરશે.

image source

– મધમાખીના ડંખ પર પ્રથમ ડંખ દૂર કરવો જરૂરી છે. આ માટે, અસરગ્રસ્ત વિસ્તાર પર કોઈપણ લોખંડની વસ્તુને ઘસવું જોઈએ જેથી ઝેર બહાર આવે. તે પછી જ્યાં પણ મધમાખી ડંખ માર્યો છે તે જગ્યાને કોઈપણ એન્ટિસેપ્ટિક સાબુથી સાફ કરો.
– મધમાં હાજર એન્ટિસેપ્ટિક ગુણધર્મો મધમાખીના ઝેરના પ્રસારને અટકાવે છે. ડંખ દૂર કર્યા પછી, અસરગ્રસ્ત વિસ્તાર પર મધ લગાવો. આ ઝેર ફેલાવા નહીં દે અને બળતરા ઘટાડશે.

– મખમાખીના કરડવા પર થતી બળતરા અને સોજાને દૂર કરવા માટે તે જગ્યાને એપલ સાઇડર વિનેગરથી સાફ કરો. તે ઝેરની અસર ઘટાડે છે, સાથે સોજો અને બળતરાથી પણ રાહત આપે છે.

image source

– બેકિંગ સોડામાં આલ્કલાઇન હોય છે જે ઝેરની અસર ઘટાડવામાં મદદરૂપ છે. જયારે પણ મધમાખી ડંખ મારે ત્યારે તરત જ બેકિંગ સોડા લગાવવાથી પીડા, ખંજવાળ અને સોજાની સમસ્યા દૂર થાય છે.

image source

– મધમાખીના ડંખ માટે કૈલામાઇન લોશન પણ ખૂબ સારું છે. ડંખની અસર ઘટાડવા માટે, અસરગ્રસ્ત વિસ્તાર પર કૈલામાઇન લોશન લગાડો અને તેને 40 મિનિટ માટે રહેવા દો અને ચાર કલાક પછી ફરીથી તે લગાવો. આ ઉપાયથી ડંખની અસર દૂર થશે અને તે ત્વચા પણ નરમ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ