બાથટબમાં નાના પંડ્યાને સ્નાન કરાવતી નતાશાનો વીડિયો વાયરલ

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચના પુત્ર અગસ્ત્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં અભિનેત્રી નાના પંડ્યાને નાના બાથટબમાં નવડાવતી જોવા મળી રહી છે. પણ આ વીડિયો વાયરલ થતાં બાદ ફેન્સ મજાક ઉડાવી રહ્યા છે અને ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે. જો કે આ બધી વાતોને ઈગ્નોર કરીને અભિનેત્રી નતાશા તેના બાળકનું ખુબ ધ્યાન રાખે છે.

image soucre

તે અગસ્ત્યના નહાવાનું, રમવાનું અને ખાવા-પીવાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેના આ વીડિયોમાં આ બધી બાબતોની પુષ્ટિ કરે છે. આ માટે નૈની ક્યારેય તેના બાળક સાથે જોવા મળી ન હતી. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના પુત્ર સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. પતિ હાર્દિક પંડ્યા દુબઇ ગયા બાદ નતાશા તેના પુત્ર સાથે ઘણો સમય પસાર કરતી હતી અને સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તસવીરો શેર કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by agasthya (@agasthyapandyafc)

ઉલ્લેખનીય છે કે વારંવાર વિવાદોના કારણે સમાચારોમાં રહેતા હાર્દિક પંડ્યાએ ગત્ત વર્ષનો અંતિમ સમયગાળો દુબઇમાં પસાર કર્યો હતો. નતાશા સાથે જ સગાઇ કરી હતી. 1 જાન્યુઆરી 2020ના નવા વર્ષા પ્રસંગે તેણે ઇંસ્ટાગ્રામ દ્વારા લોકોને પોતાની સગાઇ અંગે માહિતી આપી હતી અને તસ્વીરો પોસ્ટ કરી હતી. આ ઉપરાંત નતાશા વર્ષ 2020માં હાર્દિકનાં ઘરે જ હોળી પણ મનાવી હતી. આ પહેલાં હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સ્ટૈનકોવિચ સાથે પોતાની કેટલીક તસ્વીર શેર કરી હતી. જેમાં એકમાં નતાશાનું બેબી બંપ સ્પષ્ટ પણ જોઇ શકાયું હતું. અન્ય એક તસ્વીરમાં આ બંન્ને પારંપારિક વસ્ત્રોમાં જોવા મળી રહ્યાં હતા. આ તસ્વીર પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે બંન્નેએ લોકડાઉન દરમિયાન જ લગ્ન કરી લીધા હોઇ શકે છે.

image source

ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. હાલમાં જ નતાશાએ દીકરા અગસ્ત્ય સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં નતાશા દીકરાને રમાડતી જોવા મળતી હતી. નાનકડો અગસ્ત્ય મમ્મીનું નાક ખેંચવાનો પ્રયાસ કરતો હતો એ પણ જોઈ શકાય છે. દીકરા સાથે મસ્તી કરતો નતાશાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો અને લોકો પસંદ કરી કોમેન્ટ પણ કરી રહ્યા હતા. તે વીડિયોમાં નતાશા દીકરા સાથે વાતો કરી રહી હતી. જ્યારે અગત્સ્યને તો મમ્મીનું નાક ખેંચવાની મજા પડી ગઈ છે. આ ક્યૂટ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવાની સાથે નતાશાએ હાર્ટનું ઈમોજી મૂક્યું છે. જણાવી દઈએ કે, આ વર્ષે જુલાઈ મહિનામાં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના દીકરાનો જન્મ થયો છે.

image source

કેટલાક ફેન્સ અગત્સ્યને છોટા પંડ્યા કહી રહ્યા છે. તો એક ફેને લખ્યું, ‘ખૂબ ક્યૂટ લાગે છે. હાર્દિક પંડ્યા 2.0’. બીજા એક ફેને લખ્યું, ‘નાનો પંડ્યા ખૂબ ક્યૂટ છે. થોડા દિવસ પહેલા હાર્દિક પંડ્યાનો બર્થ ડે હતો ત્યારે પત્ની નતાશાએ તેની સાથેની સુંદર તસવીરો અને દીકરા સાથે મસ્તી કરતો હાર્દિકનો વિડીયો શેર કર્યો હતો. નતાશાએ લખ્યું હતું, “હેપી બર્થ ડે મારા ફેવરિટ, મારા બેસ્ટ ફ્રેન્ડ અને મારા પ્રેમ. તું અમારા જીવનમાં આનંદ અને ખુશીઓ લઈને આવ્યો છે. હું તારા માટે અને તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ માટે આભારી છું. હું રાહ જોઈ રહી છું કે તું ક્યારે પાછો આવ્યો અને અગસ્ત્ય સાથે સમય વિતાવે કારણકે તે તને ખૂબ યાદ કરી રહ્યો છે. તું શ્રેષ્ઠ છે અને અમે તને પ્રેમ કરીએ છીએ. હંમેશા ચમકતો રહે અને અમને પ્રેરણા આપતો રહે. તું દુનિયાની દરેક ખુશીનો હકદાર છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ