બાથબમ કેવી રીતે બનાવશો અને કેવી રીતે કરશો ઉપયોગ, જાણો આવા થશે ફાયદા

કોરોનાના સમયમાં ઘરમાં રહેવું જેટલું સુરક્ષિત છે એટલું જ જરૂરી છે ઘરમાં બનાવેલી ચીજોનો ઉપયોગ કરવાનું. આ માટે ખાવાનું હોય કે ઉપયોગની ચીજો, ઘરમાં બનાવવું શક્ય હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરો અને ઘરમાં જ તેને બનાવો. આજે અમે આપને બાથ બમ બનાવવાની જાણકારી આપી રહ્યા છીએ તેને બનાવવાનું સરળ છે. જે લોકો બાથ બમનો ઉપયોગ કરે છે તેમને આ વિશે જાણી લેવું જરૂરી છે. તેમના વિશે જાણો કે બાથબમ કેવી રીતે બનાવવામાં આવે છે.

જાણો શું છે બાથબમ

image source

બાથબમ સાંભવામાં જેટલો અલગ અને ડરામણું લાગે છે તેટલો જ તેનો ઉપયોગ તમને રાહત આપી સકે છે. આ એક પ્રકારનો સાબુ છે પણ તે સાબુથી થોડો અલગ છે. તેનો ઉપયોગ સ્કિન પર સાબુની જેમ નહીં પણ બાથ ટબના પાણીમાં કરાય છે. જ્યારે બાથ ટબમાં નહાવું હોય છે ત્યારે તેનો ઉપયોગ કરાય છે. બજારમાં બાથ બમ અલગ અલગ શેપ, સુગંધ અને કલરમાં મળે છે. તેમાં સ્કીનને સોફ્ટ બનાવવાના અને પોષણ આપનારા આલમંડ, કેમોમાઇલ, રોઝ, કોકોનટ અને લેવેન્ડર ઓઈલ જેવા સ્કિન નરીશિંગ ઓઈલ્સ મળે છે તો શિયા બટર અને કોકો બટર જેવા બટર પણ મિક્સ હોય છે. સાથે જ તમારી પસંદ અનુસાર ગ્લિટર અને ફૂલની પાંખડીઓ અને મનને ગમે તેવી સુગંધ પણ તેમાં સામેલ હોય છે. તનાથી નહાતી સમયે બાથ ટબમાં મિક્સ કરવાથી સ્પા જેવી ફિલિંગ આવે છે. તેના ઉપયોગથી બોડીને પોષણ મળે છે અને રાહત પણ.

કેવી રીતે કરશો બાથ બમનો ઉપયોગ

image source

બાથ બમને બાથ ટબમાં નહાવાની થોડી મિનિટ પહેલા ઉપયોગમાં લઈ શકાય છે. ટબમાં પાણી ભર્યા બાદ બાથ બમને ટબમાં નાંખવામાં આવે છે. પાણીમાં નાંખ્યા બાદ તેમાં ફીણ અને પરપોટા થવા લાગે છે. સાથે પાણીમાં થોડો તેનો કલર પણ દેખાય છે જે કલરનો બાથ બમ તમે વાપરો છો. તેમાં અલગ ગ્લિટર અને ફૂલની પાંખડી પણ સામેલ છે. તે પણ પાણીમાં તરતી જોવા મળે છે. સાથે તેમાં રહેલા એસેન્શિયલ ઓઈલ અને સુગંધ બાથરૂમને મહેકાવી દે છે. બાથ બમને પાણીમાં નાંખથવાથી તે પાણીમાં ઓગળે છે અને સાથે જ ટમાં જઈને નહાવા અને સાથે પોતાને રિલેક્સ કરવાનો આનંદ પણ લઈ શકાય છે. પોતાની મરજીના સમયે બાથ ટબમાં રહ્યા બાદ તમે તેને ટબથી બહાર આવવાના અડધા મિનિટ સુધી શાવર લો.તેનાથી બાથ બમમાં રહેલા કલર અને ગ્લિટર તમારા બોડી પર ન રહે.

ઘરમાં આ રીતે બનાવી લો સરળ રીતે બાથ બમ

image source

ઘરમાં બાથ બમ બનાવવા માટે તમારે જે ચીજની જરૂર રહે છે તેમાં સોડા બાયકાર્બ્સ 50 ગ્રામ, કોર્ન સ્ટાર્ચ 12 ગ્રામ, સેંધા નમક 2 ચપટી, ગુલાબજળ 2 ચમચી, ઓલિવ ઓઈલ કે કોકોનટ ઓઈલ 1 ચમચી, સાઈટ્રિક એસિડ 5 ગ્રામ અને થોડી ગુલાબની પાંદડીઓ સામેલ કરો. સૌથી પહેલા કોઈ એક વાસણાં આ ચીજોને એક સાથે મિક્સ કરી લો. હવે થોડા ટીપા પાણીના મિક્સ કરો અને સાથે કોઈ શેપમાં નાંખો. તેને 3-4 કલાક રહેવા દો. આ પછી તેને કાઢી લો. બાથ બમ તૈયાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!