કોરોનાનો કકળાટ: ગુજરાતમાં વિકરાળ સ્વરૂપને ઠારવા માટે સરકાર કર્ફ્યૂનું નામ લઈને લોકડાઉન કરે એવી પુરી શક્યતા

હાલમાં અમદાવાદમાં કર્ફ્યૂનો સમય ચાલી રહ્યો છે અને લોકો બે દિવસથી ઘરમાં જ છે. ત્યારે એક તરફ શું આ કર્ફ્યૂનો સમય વધશે અને લોકડાઉન લાગશે આવો લોકોમાં વધારે ભય છે. કારણ કે આ પહેલાં જ્યારે સરકારે 3 દિવસનું કહીને 3 મહિના માટે લોકડાઉન આપ્યું હતું એ જોઈને લોકો આ વખતે પણ એવી જ ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હવે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કોઇપણ સંજોગોમાં સંક્રમણ વધે તો લોકડાઉન કે સજ્જડ કર્ફ્યૂ એકમાત્ર વિકલ્પ રહે છે. અમદાવાદમાં જે હદે હોસ્પિટલો ઊભરાઇ રહી છે, તે જોતાં કર્ફ્યૂ લાદવો પડે તેવી સ્થિતિ છે.

image source

એક એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે, કોઇપણ રીતે સંક્રમણની ચેઇનને તોડવા પંદર દિવસ જેટલા સમય માટે નિયંત્રણો લાદવા પડે અને તેથી જ આગામી સમયમાં ચાર મહાનગરો અને જરૂર પડે તો બીજા નગરોમાં દિવસના કેટલાંક કલાકો દરમિયાન તથા સદંતર રાત્રિ કર્ફ્યૂ લદાઇ શકે છે. શનિવારે 24 કલાકમાં 1,515 કેસ નોંધાયા જે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ હોવાનો વિક્રમ છે. તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ એક જ દિવસમાં સૌથી વધુ 354 કેસ નોંધાયાનો નવો રેકોર્ડ બન્યો છે.

image source

હાલમાં પરિસ્થિતિ એવી છે કે, સૂરત અને વડોદરામાં પણ નવા કેસ રોજ ત્રણ આંકડામાં જ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં તો હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડે તેવી સ્થિતિ છે. હાલ શનિ-રવિના દિવસે સરકારે અહીં સદંતર કર્ફ્યૂ લાદ્યો છે, તો અમદાવાદ ઉપરાંત સૂરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ તો છે જ. હવે સરકાર આ ચાર શહેરોમાં દિવસના સમયમાં પણ કર્ફ્યૂ લાદીને સંક્રમણને રોકવાના પ્રયત્ન કરે તેવી શક્યતા છે.

image source

પરંતુ એક વિચારવા જેવી વાત એ પણ છે કે, કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઇપણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન લાગુ કરી શકે નહીં. આથી આ પ્રકારના કર્ફ્યૂના નામે લાગુ થઇ શકે તેવાં લોકડાઉન માટે ગુજરાત સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કરી શકે છે. તો હવે જોવાનું એ રહ્યું કે આખરે સરકાર કેવો નિર્ણય કરે છે અને આગામી શું પલગા ભરે છે.

image source

તો વળી એક તરફ સરકારી સુત્રોનું કહેવું છે કે જો કર્ફ્યૂ લાગશે તો કંઈક આ પ્રકારે છુટ મળી શકે છે. દિવસે જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, કરિયાણું, દવાઓ અને શાકભાજી સિવાયના તમામ ધંધા-વ્યાપાર બંધ રહી શકે. ઔદ્યોગિક એકમોને ગાઇડલાઇનના પાલન સાથે છૂટછાટ મળી શકે છે. જરૂરિયાતની વસ્તુ સિવાયના તમામ વેપારી એકમો અને દુકાનોને બંધ રાખવા ફરજ પડાઇ શકે છે. દિવસે સવારે 6થી 10 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે. મહિલાઓને સવારના અમુક કલાકો માટે કર્ફ્યૂમાંથી મુક્તિ મળી શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે શનિવારે ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફાટ્યો છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ ચાલી રહ્યું છે. ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં 1515 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,95,917એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે. જ્યારે 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે.

image source

માનવામાં આવી રહ્યું છે કે, ક્યાંક ને ક્યાંક AMCએ દિવાળીના તહેવારોમાં બજારોમાં લોકોને ખરીદી કરવા માટે ભીડ ભેગી થઇ ત્યાં સુધી આપેલી છૂટછાટો હવે મોંઘી પડી રહી છે. આજે તો અમદાવાદમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 354 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 5 દર્દીને કોરોના ભરખી ગયો છે. ત્યાં જ અમદાવાદ જિલ્લામાં 19 કોરોના કેસ નોંધાયા છે. આથી નિષ્ણાંતો અનુસાર એવું પણ કહેવામા આવી રહ્યું છે કે, અમદાવાદમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ