બરફના તોફાનમાં ફસાયો બાળક, ને બચાવ્યો તેને એક રીંછે ને બેસાડયો તેને એક ખોળામાં !!!

હજી થોડા દિવસ પહેલા જ અમેરિકના કેરોલિનમાં બરફ વર્ષા પડી હતી. એ બરફ વર્ષા વચ્ચે એક ત્રણ વર્ષનો નાનો બાળક ખોવાઈ ગયો હતો ને આમ તેમ ગોતવા માટે ગયા પણ ક્યાંય એ બાળક મને મળ્યો નહી. પછી આખરે ત્રણ ત્રણ દિવસના અંતે આખરે એ બાળક મળ્યો ને જ્યારે એ બાળકે કહ્યું કે તેને બરફ વર્ષમાં એક રીંછે તેને બચાવ્યો ને તેને સતત બે દિવસથી ખોળામાં જ બેસાડી રાખ્યો હતો.

એફબીઆઈની ટીમે ડ્રોનના ઉપયોગથી બાળકને ગોતવાનું અભિયાન ચલાવેલ :

આ બાળક જ્યારે ખોવાયો ત્યારે અમેરિકના અસંખ્ય રાહત કર્મીઓ અને અસંખ્ય પ્રકારના સ્વયંસેવકો તેને ગોતવા માટે લાગી ગયા હતા. તે બાળકને શોધવા માટે ખુદ એફબીઆઈની ટીમે ડ્રોનના ઉપયોગથી બાળકને ગોતવાનું અભિયાન ચલાવેલ  તેમ છ્તા આ બાળકની કોઈ ભાળ મળી ના હતી.  અને ગામલોકોને પણ આ બાળકના રડવાનો કોઈ જ અવાજ સંભળાયો ના હતો.

બાળક મળ્યો કેસી નદી પાસેથી :

આટલી મહામહેનત બાદ અંતે બાળક ત્રણ દિવસ પછી મળ્યો. એ એક ઝાડીમાં ફસાયો હતો અને તેને સામાન્ય જ વાગ્યું હતું. આ પછી એ બાળક પાસેથી એવું જાણવા મળ્યું કે તેને તેના એક રીંછ મિત્રએ એ બરફના તોફાનમાં ફસાયો હતો અને તેને રીંછે બચાવ્યો હતો.

જ્યારે આ વાત સોશિયલ મીડિયા ઉપર તેની મમ્મી એ મૂકી કે ખુદ ભગવાને તેના દીકરાને બચાવવા માટે એક રીંછ ને મોકલ્યું હતું, ત્યારે કોમેન્ટમાં સૌ કોઈએ જણાવ્યુ હતું કે આ એક ચમત્કાર કમ નથી.