શું તમે જાણો છો એવી વાનગીઓ વિષે જેને પહેલીવાર બનાવી હતી આપણા બોર્ડર પરના સૈનિકોએ…

પહેલાના જમાનમાં જ્યારે યુદ્ધ થતાં હતા ત્યારે લોકો ઘોડા અને  હાથી પર સવાર થઈને મહિનાઓના મહિના સુધી સૈનિકો ઘરથી દૂર આવેલા યુદ્ધ મેદાનમાં યુદ્ધ માટે જતાં હતા. ત્યારે એ જમાનામા કોઈ જગ્યાએ જમવાનું મળતું નહી ને ભૂખ્યા રહેવું પડે. એટલા માટે સૈનિકો ઘરેથી જ જમવાનું લઈને જતાં હતા. જે ઘોડા અને ઊંટ ઉપર રાખવામા આવતી ગાદીની અંદર મહિનાઓના મહિનાઓ સુધી ચાલે જેથી કરીને પૂરતી શક્તિ મળી જાય.  

મકાઇ અને રાગીમાં આયર્નની ભરપૂર માત્રામાં રહેલ હોવાથી શક્તિ ભરપૂર મળી રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. જેના કારણે સૈનિકો મોટેભાગે ઇનો ઉપયોગ યુદ્ધ દરમ્યાન ખાવામાં કરતાં હતા.

તેમાં રહેલા પ્રોટીનના કારણે સ્નાયુ પણ મજબૂત રહેતા અને ભૂખ ઓછી લાગતી હતી. તેમજ તેમના ખોરાકમાં તેલનું પ્રમાણ ઓછી માતત્રામાં રાખવામા આવતું હતું. તેઓ તેમના ખોરાકને ઓછી માત્રામાં પકવતા હતા જેથી તેની પૌષ્ટિકતા નષ્ટ ના થઈ જાય. તેમજ શીંગ ના લાડવા, તલના લાડવા જાડો શેરડીનો રસ આ બધુ તે ભોજન સમયના સિવાયના ગાળામાં ખાતા હતા.

ભતકમ પૂરણપોળી  

આ એક એવી સ્વીટ વાનગી છે જે બનાવવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. ગોળ અને ઘઉના લોટમાથી બાનવવામાં આવેલ આ પૂરી ગરમ ખાવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.

બદામ લાડુ

બદામમાં ચરબી ઓછી અને વિટામિન મિનરલ્સ વધારે માત્રમાં હોવાથી એમાં ઘી અને ગોળ નાખીને બનાવવામાં આવતા હતા. બદામના ભૂક્કામાં આ સામગ્રી મિક્સ કરી લાડુ બનાવી યુદ્ધના મેદાનમાં લઈ જતાં હતા જે ઘણા સમય સુધી ખાવામાં ઉપયોગ કરવામાં આવતા.

વડી :

અડદની દાળ અને ચોખાના લોટને દળીને એમાં મીંઠું, મરચું અને લીલા શાકભાજી નાખીને બનાવવામાં આવે છે ને તેને સૂકવી નાખવાની..પછી એ ઘણા સમય સુધી સારી રહેતી હોવાથી તેનું ગમે ત્યારે શાક બનવામાં ઉપયોગ લઈ શકાતો હતો.

આંબીલ

ચોખાના લોટમાં નમક નાખીને તેને માટીના વાસણમાં બાફવામાં આવે છે. ને પછી તેને ખાવામાં ઉપયોગમાં લેવામાં આવતું હતું.

બાટી

જવના લોટને ગરમ પાણીથી બાંધી તેની બાટી કરી એમાં વચ્ચે પૂરણ ભરી ને તેને તાપમાં શેકવામાં આવતો તે પછી તેને ખાવામાં ઉપયોગમાં લેતા હતા.

જીવનમાં આવી રીતે ઉપયોગી છે વિવિધ આહાર :

આજકાલ લોકો પ્રોટીન પાઉડર અને બીજા એનર્જી આપતા પૌષ્ટિક આહાર ખાય છે જો તેના બદલામાં તમે સૈનિકો જે આહાર ખાતા હતા એ જ આહારનો રોજના જમવામાં ઉપયોગ કરશો તો તમને ક્યારેય એનર્જીની કમી, થાક કે પછી કોઈ બીમારી અડશે પણ નહી.

જો તમારી લાઈફ એકદમ ભાગદોડ વાળી હોય તો જેમ સૈનિકોજવની બાટીનો ઉપયોગ કરતાં એ તમે કરશો તો તમારી એનર્જી લેવલ એકદમ હાઇ રહેશે ને તમને થાક પણ નહી લાગે.

સ્વીટ ખાવાનું મન થાય તો મીઠાઇ ખાવાને બદલે પૂરણ પોળી કે પછી સૈનિકો ખાતા એ આહાર જામશો તો તમને કોઈ સુગરની બીમારી લાગુ નહી પડે.