આ બેન્ક આપી રહી છે બજાર કરતા સસ્તામાં સોનું ખરીદવાનો જોરદાર મોકો, આ રીતે જલદી ઉઠાવો ફાયદો

જો આપ ઓછા ભાવમાં સોનાની ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા છો તો આપને દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક પીએનબી આપને અવસર આપી રહી છે. પંજાબ નેશનલ બેંક દ્વારા આ જાણકારીને ટ્વીટ કરીને આપવામાં આવી છે. ખરેખરમાં, સરકારની સોવરેન ગોલ્ડ સ્કીમને એકવાર ફરીથી રોકાણકારો માટે ખુલ્લી મુકવામાં આવી છે. જો કે, આ સ્કીમમાં આપ તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧થી તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી રોકાણ કરી શકો છો.

image soucre

-આ સ્કીમમાં આપ તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧થી તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી રોકાણ કરી શકો છો.

-આ બોન્ડ્સને સેટલમેન્ટ કરવાની તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી રાખવામાં આવી છે.

-જો આપ સોવરેન ગોલ્ડનું પેમેન્ટ ઓનલાઈન કરો છો તો આપને ૫૦ રૂપિયા સુધીની છૂટ પ્રાપ્ત કરી શકો છો.

ભારતીય રીઝર્વ બેંક દ્વારા આ વખતે ગોલ્ડ સબસ્ક્રિપ્શનની કીમત ૪૯૧૨ રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ વર્ષ ૨૦૨૦-૨૧ સીરીઝમાં આ અગિયારમી વાર છે. આ સોવરેન ગોલ્ડ બોન્ડને સેટલમેન્ટ કરવા માટેની તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી રાખવામાં આવી છે.

PNB દ્વારા ટ્વીટ કરવામાં આવી.

દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક દ્વારા ટ્વીટ કરીને આ વિષે માહિતી આપવામાં આવી છે કે, તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧થી તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી રોકાણકારો સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. એટલું જ નહી, જે રોકાણકારો સોવરેન ગોલ્ડ બોન્ડની કિમતની ઓનલાઈન ચુકવણી કરશે તેઓને ૫૦ રૂપિયાની છૂટ પ્રાપ્ત કરવા પાત્ર થઈ શકે છે.

ક્યાંથી ખરીદી શકાય છો આપ ગોલ્ડ બોન્ડ?

image source

Sovereign Gold Bond Scheme 2020-21 Series XI ની ખરીદી કરવા માટે આપની પાસે પાનકાર્ડ હોવું ફરજીયાત છે. રોકાણકાર વ્યક્તિ સોવરેન ગોલ્ડ બોન્ડની ખરીદી ઓનલાઈન પણ કરી શકે છે. આ સાથે જ રોકાણકાર સોવરેન ગોલ્ડ બોન્ડને બેંકસ, સ્ટોક, હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, ઘણી બધી પોસ્ટ ઓફીસ સહિત NSE અને BSE જેવા સ્ટોક એક્સચેન્જથી ખરીદી કરી શકાય છે.

image soucre

સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવાના લાભ.

-Sovereign Gold Bond પર રોકાણકારને વર્ષે ૨.૫% સુધી વ્યાજ પ્રાપ્ત થાય છે.

-રોકાણકારને ઓછામાં ઓછું ૧ ગ્રામ સોવરેન ગોલ્ડ બોન્ડની ખરીદવાની સુવિધા આપવામાં આવે છે.

-રોકાણકાર સોવરેન ગોલ્ડ બોન્ડની સામે લોન લેવાની પણ સુવિધા પ્રાપ્ત થાય છે.

image source

-સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારને તેની મૂડી અને વ્યાજની ગેરંટી સરકાર દ્વારા આપવામાં આવે છે.

-વ્યક્તિગત લાંબાગાળાના મૂડી વધારા પર ટેકસનો વધારો આપવો પડતો નથી.

-ઉધાર નાણા લેવા માટે ગોલ્ડ બોન્ડનો કોલેટ્રલ તરીકે ઉપયોગ કરી શકો છો.

-એટલું જ નહી, સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાથી તેની પર TDS પણ કાપવામાં આવતું નથી.

ગોલ્ડ બોન્ડની કીમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે.

image soucre

RBI દ્વારા શુક્રવારના રોજ કહેવામાં આવ્યું છે કે, ગોલ્ડ બોન્ડની નોમિનલ કીમત ૪૦૧૨ રૂપિયા નક્કી થયા છે. ગોલ્ડ બોન્ડનું ઈન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન લીમીટેડ તરફથી આપવામાં આવેલ તા. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૧થી લઈને તા. ૨૯ જાન્યુઆરી, ૨૦૨૧ દરમિયાન ૯૯૯ શુદ્ધતા ધરાવતા ગોલ્ડના ક્લોજીંગ કિમતની આધારે નક્કી કરવામાં આવે છે.

રોકાણકાર કેટલું સોનુ ખરીદી શકે છે.

image source

Sovereign Gold Bond Scheme 2020-21 Series XIમાં રોકાણકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એક વ્યક્તિ વધુમાં વધુ ૪૦૦ ગ્રામ સુધીના બોન્ડની ખરીદી કરી શકે છે. પરંતુ રોકાણકારે સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછુ રોકાણ ૧ ગ્રામ જેટલું હોવું ખુ જ જરૂરી હોય છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાથી આપ પોતાનો ટેક્સ બચાવી શકો છો. આ બોન્ડને ટ્રસ્ટી વ્યક્તિઓ, HUF, ટ્રસ્ટ વિશ્વવિદ્યાલયો અને ધાર્મિક સંસ્થાઓને વેચાણ કરવા માટે પ્રતિબંધિત કરાવી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ