ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણી લો કઇ તારીખે પરિક્ષા થશે શરૂ અને કઇ તારીખે છે વચ્ચે રજાઓ

કોરોનાકાળ દરમિયાન ઘણા મહિનાથી બંધ રહેલી શાળા હવે ધીમે ધીમે ખુલી રહી છે. રાજ્યમાં સૌ પ્રથમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આજે શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થશે. 10 મેથી શરૂ થયેલી પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. તો બીજી તરફ પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધીનો રહેશે.

હેતુલક્ષી પ્રશ્નો 20%ની જગ્યાએ 30% કરાયા

image soucre

નોંધનિય છે કે, કોરોના મહામારીને કારણે શાળાઓ ઘણા મહિનાઓ સુધી બંધ રહી હતી જેને કારણે શૈશણિક કાર્ય બંધ રહ્યું હતું, જેથી રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જેથી વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમની તૈયારી કરવાની રહેશે અને તેમાથી જ પેપરમાં સવાલો પુછાશે.

image source

તમને જણાવી દઈએ કે ધોરણ-9થી 10ની સાથે ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો 20%ની જગ્યાએ 30% કરાયા છે. તો બીજી તરફ શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરાયો છે અનેધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે.આમ કોરોનાકાળમાં શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માથે વધુ ભાર ન રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.

image source

તો બીજી તરફ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં 50% બહુવિકલ્પ પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. જ્યારે ધોરણ 9થી 12ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે. તો બીજી તરફ ધોરણ-12 સાયન્સમાં પહેલાની જેમ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. જ્યારે ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.

image source

આ ફેરફાર થવાથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફતે તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે.

image source

તો બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ આ વિગતો મુકવામાં આવી છે. જેથી કોઈ પણ વિદ્યાર્થી આ વેબ સાઈટ પર જઈને પણ આ સમગ્ર માહિતી જોઈ શકે છે. નોંધનિય છે કોરોનાને કારણે ઘણુ પરિવર્તન આવ્યું છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ વધુ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ