એકવાર વાંચી લો આ ટિપ્સ, અને બનારસી-કાંજીવરમ સાડીને ઓળખી કાઢો કે તે નકલી છે કે અસલી

આ વાત આપણે બધા જાણીએ છીએ કે ફેશનની દુનિયામાં નિતનવા પ્રયોગો થતા રહે છે, બદલાય છે અને યુવતીઓ અને સ્ત્રીઓ ખૂબ પસંદ પણ કરે છે. તેમછતાં આજે પણ એવી કેટલીક વાતો છે જે ફેશનની દુનિયામાં બદલાતી નથી.

જી હા અમે વાત કરી રહ્યા છીએ સાડીની. આજે પણ ભારતીય મહિલાઓની પહેલી પસંદ સાડી છે. સાડી પહેરવાની રીતમાં, ફેબ્રિકમાં ગમે તેટલા બદલાવ આવે પણ ફેશનની દુનિયામાંથી સાડી ક્યારેય બહાર થતી નથી.

image source

એટલે જ તો ભારતીય મહિલાઓનો વોર્ડરોબ સાડીઓથી ભરેલો હોય છે. ઉપરાંત એ સાડીઓમાં ઓછામાં ઓછી એક-બે બનારસી કે કાંજીવરમની સાડી જરૂરથી જોવા મળે છે. જો ના હોય તો તે મહિલાઓનું સપનું હોય છે કે બનારસી કે કાંજીવરમની સાડીઓ તેમના વોર્ડરોબનો એક ભાગ બને. તેમજ તેને પહેરીને માણવાનો મોકો તેમને પણ મળે.

બનારસી અને કાંજીવરમ બંને સિલ્કની સાડીઓ હોય છે જે પોતાની ડિઝાઇન અને કારીગરી માટે જગપ્રસિદ્ધ છે. બનારસી સાડી ઉત્તર પ્રદેશના બનારસમાં બનીને તૈયાર થાય છે. જ્યારે કાંજીવરમ સાડી દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના કાંચિપુરમમાં બનાવવામાં આવે છે.

image source

આમ તો બંને સાડીઓનો ઇતિહાસ અને કારીગરી એકદમ અલગ છે, પણ જો કઈ મળે છે તો બસ એટલું જ કે બંને સિલ્ક ફેબ્રિકમાંથી બનતી સૌથી કિંમતી સાડીઓ છે.

બનારસી સાડી મુગલ કાળ દરમિયાન અસ્તિત્વમાં આવી, એટલે જ બનારસી સાડીઓની ડિઝાઇન મુગલ પ્રેરિત છે. કેટલીક ખાસ ડિઝાઇન જેવી કે, કલગા, વેલ-પાંદડીઓવાળી ડિઝાઈન તો ખાસ બનારસી સાડીની ઓળખ બની ચુકી છે.

image source

ત્યાંજ કાંજીવરમ સાડીમાં દક્ષિણ ભારતીય ડિઝાઇન જોવા મળે છે. ખાસ કરીને કાંજીવરમ સાડીની બોર્ડર પહોળી હોય છે. જે તેની ઓળખનો એક ભાગ બની ચુકી છે.

આ બંને સાડીઓમાં બીજો ફરક આ હોય છે કે કાંજીવરમ સાડીમાં ભરતકામ માટે સોનેરી દોરનો ઉપયોગ થાય છે.

image source

જ્યારે બનારસી સાડીઓમાં જરીનો ઉપયોગ કરાય છે. બનારસી સાડી સોનેરી અને રૂપેરી(સિલ્વર) એમ બંને રંગમાં હોય છે. બનારસી અને કાંજીવરમ સાડી બન્ને અલગ અલગ પ્રકારના રંગો અને ડિઝાઇનમાં મળી આવે છે.

લગ્ન પ્રસંગોમાં બનારસી સાડી, લેહેગા તેમજ બ્રાઇડલ આઉટફિટનો પણ ભાગ બનાવવામાં આવે છે. જે દુલહનની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. ત્યાંજ દક્ષિણમાં કાંજીવરમ સાડીને પણ બ્રાઇડલ આઉટફિટ છે કાંજીવરમ સાડી વગર લગ્ન અધૂરા લાગ્યા કરે છે.

image source

જ્યાં થોડા સમય પહેલા ફક્ત બનારસી સાડી જ લચાવતી હતી, ત્યાં હવે બનારસી લેહેંગા, ડ્રેસીસ, દુપટ્ટા પણ ફેશનનો એક ભાગ બની ગયા છે. બનારસી ફેબ્રિક આપને એક પરંપરાગત લુક તો આપે જ છે સાથે સાથે ફેશનેબલ લુક પણ આપે છે. જે આજકાલ સામાન્ય થઈ ગયું છે.

જ્યાં ફેશનમાં કોઈ ફેબ્રિક આવે છે તો સામાન્ય બાબત છે કે તેના જેવું જ મતલબ કે નકલી ફેબ્રિક પણ તે જ નામથી ખૂબ વેચાય છે અને ઘણું સસ્તું હોય છે. જેથી લોકો પરખ પણ નથી કરી શકતા અને અસલી સમજીને નકલી ફેબ્રિક ખરીદી લે છે.

image source

તો આ નકલી ફેબ્રિક બનારસી અને કાંજીવરમનું પણ વેચાય છે બજારમાં. એવાંમાં આપના માટે ફેબ્રિકની ઓળખ કેવીરીતે કરવી જરૂરી બની જાય છે.

આવો જાણીએ બનારસી અને કાંજીવરમ સિલ્ક સાડીઓની પરખ કેવીરીતે કરવી જોઈએ…..

– સૌપ્રથમ આપે એ જાણી લેવું કે અસલી બનારસી સાડી પર બનેલી ડિઝાઇન પારંપારિક હોય છે અને તેના પલ્લુંમાં છ કે આઠ ઇંચ લાંબો પ્લેન સિલ્ક ફેબ્રિક હોય છે.

image source

– આ સિવાય બનારસી સાડી પર મુગલ પેટર્નના અમરું, આંબી અને દોમક જેવી પેટર્ન હોય છે. જે બતાવે છે કે આપની સાડી અસલી છે.

આ સિવાય આપે એ પણ જોવાનું રહેશે કે આપની બનારસી કે કાંજીવરમ સાડી સિલ્કની છે તો તેની ચમક કેવી છે. કેમકે સિલ્કની સાડીઓ હમેશાં ચમકીલી હોય છે અને જો તેની ચમક ફીકી છે તો તે અસલી સિલ્કની સાડી નથી.

જો કે કાંજીવરમ સાડીની જરીને ખરોચ કરીને પણ પરખ કરી શકાય છે. જો તેની નીચે લાલ સિલ્ક નીકળે તો તેનો મતલબ હોય છે કે આપની સાડી અસલી છે. જો એમ ના થાય તો આપની સાડી નકલી છે.

image source

બનારસી અને કાંજીવરમ સિલ્ક સાડીને એના અલગ રંગોના દોરા એક અલગ જ ચમક આપે છે. રોશની બદલવાથી અસલી સિલ્કનો રંગ પણ બદલાયેલો દેખાય છે.

એમ તો સિલ્કની સાડીની પરખ કરવા માટે તેને આપની વીંટી માંથી પસાર કરીને પણ જોઈ શકો છો. જો આમાં આપ સફળ થવા છો તો આપની સિલ્ક સાડી અસલી છે નહીં તો નહીં. જો કે અસલી સિલ્કની સાડીની ઓળખ એ પણ હોય છે કે તે ખૂબ હલકી હોય છે.

image source

જો આપ પણ બનારસી કે કાંજીવરમ સાડી પસંદ કરો છો તો આ બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના માટે અસલી ફેબ્રિકની પરખ કરી શકો છો. એમ પણ બનારસી અને કાંજીવરમ સિલ્ક સાડીની ફેશન ક્યારેય જૂની થતી નથી.

તો હવે આપ પણ આપના માટે બનારસી કે કાંજીવરમ સિલ્ક સાડી લાવીને પછી મહેફિલની શાન બની શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ