OMG! આ ગામના લોકો પાલતુ કૂતરાઓને બનાવી દે છે કંઇક ‘એવા’ કે…ના પૂછો વાત!

તમે બિલાડી અને વાઘની વાત તો સાંભળી હશે.

image source

બિલાડીને વાઘની માસી કહેવાય છે એ રીતે બિલાડી અને વાઘ બંને એક જ પરિવારના પ્રાણીઓ ગણી શકાય.

પરંતુ શું વાઘ અને શેરીના કુતરાને એક સરખા ગણી શકાય?

ભલે બંને માંસાહારી પ્રાણીઓ હોય પરંતુ બંનેની ક્ષમતા અલગ અલગ છે.

image source

આજના આપણા આ અજબ ગજબ વિષયના આર્ટીકલમાં અમે તમને એવા કૂતરાંઓ વિશે જણાવવાના છીએ જેઓ છે તો કૂતરા પણ તેઓનું શરીર વાઘ જેવું લાગે છે.

આપણે વાત કરીએ છીએ ભારતના કર્ણાટક રાજ્યના શિવમોગા જિલ્લાની.

શિવમોગા જિલ્લાનું એક નાનું એવું ગામ છે નલ્લુર.

image source

નલ્લુર ગામના ખેડૂતો પોતાના પાલતુ કુતરાઓના શરીર પર વાઘના શરીર હોય તેવા કાળા રંગના ચટ્ટાપટ્ટા દોરી જાણે નકલી વાઘ બનાવી રહ્યા છે.

આવા કૂતરાને પ્રથમ દૃષ્ટિએ જોતાં એવું જ લાગે કે આ તો જાણે વાઘનું બચ્ચું છે.

જોકે અહીંના ખેડૂતો કૂતરા પર આ રીતે ચિતરામણ સુખ માટે કે વિકૃત આનંદ માટે નથી કરી રહ્યા. તેમના આકાર્ય પાછળ નો હેતુ પણ ભારે રસપ્રદ છે.

image source

અસલમાં આ નલ્લુર ગામમાં મોટે ભાગે લોકો ખેતી કરે છે. સોપારી અને કોફીનું વાવેતર કરી ગુજરાન ચલાવતા અહીંના ખેડૂતો માટે વાંદરાનો ત્રાસ હદ ઉપરાંતનો છે.

ખેડૂતો મહેનત કરી પોતાના ખેતરમાં ખેતી કરે છે પરંતુ જ્યારે ખેતર રેઢુ પડ હોય ત્યારે આ નધણિયાતા રખડતા વાંદરાઓ ખેતરમાં ત્રાટકે છે અને ઉગેલા પાકનો સત્યાનાશ વાળી દે છે.

image source

વાંદરાઓના આ ત્રાસથી બચવા અહીંના ખેડૂતોએ અલગ અલગ કેટલીય યુક્તિઓ અજમાવી પરંતુ બધી નિષ્ફળ રહી.

કેટલાક ખેડૂતોએ જેમ ગુજરાતના ખેતરોમાં ચાડિયા મુકેલા હોય છે તેવા પ્લાસ્ટિક ના રમકડા ખેતરમાં મૂકીને વાંદરાને ખેતરમાં આવતા અટકાવવા માટે પ્રયાસ કરેલો.

જે થોડા દિવસ સુધી તો વાંદરાને ખેતરથી દૂર રાખે છે પણ તડકાને કારણે જ્યારે પ્લાસ્ટિકનો રંગ ઉતરવા લાગે છે ત્યારે વાંદરા તેનાથી કરવાનું બંધ કરી દેતા હતા.

image source

અંતે અહીંના એક ખેડૂતે પોતાના પાલતુ કુતરા ઉપર વાઘના શરીર પર હોય તેવા કાળા અને પીળા રંગના ચટ્ટાપટ્ટા રંગી નાખ્યા.

તેનું પરિણામ એવું આવ્યું કે વાંદરાઓ આ નકલી વાઘને જે અસલમાં કૂતરું છે તેને અસલી વાત સમજી બેઠા છે.

image source

રંગીન કુતરા ને જોઈને વાંદરાઓ ખેતરની આજુ બાજુ ભટકતા પણ નથી.

કૂતરાને રંગવાની આ યુક્તિ સફળ થતી જોઈ ગામના અન્ય ખેડૂતોને પણ પોતાના પાલતુ કૂતરાને આ જ રીતે રંગ કરી નકલી વાઘ બનાવી દીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ