વિધવાઓનું શહેર “વારાણસી” જ્યા મોક્ષની લાલચમાં રહે છે હજારો વિધવાઓ

બનારસ … !

સામાન્ય લોકો અને યાત્રીઓની નજરથી જોતા બનારસ એક મશહૂર શહેર છે જે પોતાના ઘાટો અને શિવપૂજા માટે પ્રખ્યાત છે આ સિવાય બનારસી સાડીઓ , સ્વાદિષ્ટ પાન અને સવારની ગંગા આરતી માટે પણ પ્રખ્યાત છે.

image source

જોકે હવે તો બનારસનું નામ બદલીને વારાણસી કરી નાખવામાં આવ્યું છે અને નામની સાથે સાથે તેની સુરત પણ બદલવામાં આવી રહી છે મોર્ડન શહેર હોવા છતાં આ શહેરની ગલીઓ મોર્ડનીઝમથી કોસો દૂર છે આ કારણથી જ જ્યારે પ્રવાસીઓ અહીં આવે છે ત્યારે તેમને શાંતિનો અહેસાસ થાય છે પણ બનારસનો એક વિષય ક્યારેય ચર્ચામા આવતો જ નથી કહેવામાં આવે છે કે મોક્ષના બહાને વર્ષોથી તરછોડાયેલી વિધવાઓ આજે પણ જીવન જીવવા માટે મશક્ક્ત કરી રહી છે તો ચાલો જાણીએ આ કુરિવાજ નું કારણ.

કુપ્રથાઓ એ ચાલુ કરાવ્યો હતો આ રિવાજ

image source

બનારસમા પહોંચતા જ ત્યાં લોકો ગંગામા ડૂબકી લગાવતા નજરે ચડે છે અને ઘાટો ઉપર કેટલીક ચિતાઓ સળગી રહી દેખાય છે માણસો કેવળ અહી પુણ્ય સ્નાન માટે જ નથી આવતા પરંતુ પ્રિયજનોને મોક્ષનો દ્વાર દેખાડવા પણ આવે છે કેટલાક લોકો મરેલા લોકોને સાથે લાવે છે અને કેટલાક જીવતાને સાથે લાવે છે પણ બંનેમા ફરક એટલો છે કે મરેલા લોકોને સંઘર્ષ કરવો પડતો નથી પણ જીવતા માણસોને આગળની જિંદગી જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે.

બનારસમાં વિધવાઓનું આવવાનું કારણ પણ કંઈક આવું જ છે.

image source

આ રિવાજની શરૂઆત સતીપ્રથાના વિરોધ સમયે થઈ હતી હિન્દૂ ધર્મમાં વિધવાઓ માટે ખુબજ કઠોર નિયમો હતા પણ આ બધાથી અલગ સમાજમાં સતી પ્રથાનું ચલણ ચાલતું હતું.

પતિના મૃત્યુ બાદ તેની પત્નીને ઈચ્છા વિરુદ્ધ પતિ સાથે ચિતા પર સુઈ જવું પડતું હતું સતીપ્રથાને રોકવા માટે રાજા રામમોહનરાયે ઘણા આંદોલનો અને ઘણી ચળવળો કરી હતી સામાજિક સ્તર પર પણ આનો ઘણો વિરોધ થયો હતો આથી લોર્ડ વિલિયમ બેન્ટીકે 1829મા સતી પ્રથાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

image source

પ્રિવી કાંઉન્સિલે આ કાયદાને આવકાર આપ્યો અને ભારતના બધા સમાજ , બધી જાતિઓ માંથી સતીપ્રથાને નાબૂદ કરવામાં આવી હતી જ્યારે સતીપ્રથાને બંધ કરવાની લડત ચાલી રહી હતી ત્યારે વિધવાઓના બીજા લગ્ન વિશે પણ વિચારણાઓ થઈ રહી હતી.

આ વિચારમાં સાથ આપ્યો ઈશ્વર ચન્દ્ર વિદ્યાસાગરે . આ સતીપ્રથા બંધ થયા બાદ પણ ઉચ્ચ રાજપૂતો , મહાજન જેવા કેટલાક સમુદાયોમાં પણ બીજા લગ્નને આવકારવામાં આવ્યા ન હતા .

કઠિન નિયમો એ બઢાવો આપ્યો આ વિધવાના કુરિવાજને.

image source

સામાજિક સ્તર પર બનાવેલા વિધવામાટેના નિયમો ખુબજ કઠિન હતા તેમના અનુસાર વિધવા વિવાહ ને ” નાતા ” કહેવામાં આવતું હતું પરંતુ આ બીજા વિવાહ પહેલા વિધવાને તેના મૃતક પતિના ઘરના લોકો નો હિસાબ ચૂકવવો પડતો હતો જેને ” ફારગતિ ” તરીકે ઓળખવામાં આવતી હતી આ નિયમ મુજબ માળી સમાજમાં 16 થી 50 રૂપિયા આપવાનો રિવાજ હતો જ્યારે ચારણોમાં 50 રૂપિયા દેવાનો રિવાજ હતો અને જો આ રકમ એટલે કે ફારગતી મૃતકના પરિવાર ને ચુકવવામાં ના આવે તો વિધવાને સજા કરવામાં આવતી હતી .

ઈશ્વર ચન્દ્ર વિદ્યાસાગરે આ નિયમોની ખિલાફ પોતાનો અવાજ ઉઠાવ્યો અને અંતે 1856 માં અંગ્રેજો દવારા પણ આ નિયમને કાયદેસર ઘોષિત કરી દેવામાં આવ્યો હતો આટલું જ નહીં ઈશ્વર ચન્દ્ર વિદ્યાસાગરે તો પોતાના દીકરાના લગ્ન પણ એક વિધવા સ્ત્રી સાથે કરાવીને સમાજ માટે એક દાખલો બેસાર્યો હતો પરંતુ આ બધાનો કઇ ખાસ ફેર પડતો ન હતો.

image source

સતીપ્રથા નાબુદી કાયદા પછીતો લોકોએ સજાના ડરથી મહિલાઓને સળગાવવાનું તો છોડી દીધું પણ તેઓ વિધવા સ્ત્રીઓને સ્વીકારવા તૈયાર ન હતા વિધવા મહિલાઓ માટે તો સમાજમાં રહેવું નર્ક સમાન બની ગયું હતું તાજેતરમાં જ લગ્ન કરીને વિધવા થયેલી વિધવા પાસે તો રહેવા માટે પણ કોઈ જગ્યા ન હતી આવામાં મહિલાઓ મંદિરો અને જંગલમા ભટકી રહી હતી શાસ્ત્રોમાં વિધવામાટેના નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ નિયમોના અર્થ નો અનર્થ કરીને મહિલાઓને બનારસ મોકલવામાં આવતી હતી આમા બાળ વિધવાઓનો પણ સમાવેશ થતો હતો બનારસ આવેલી મોટાભાગની મહિલાઓ બંગાળ અને નેપાળથી આવી હોવાનું માનવામાં આવે છે કારણકે આ જગ્યાઓએ વિધવાઓનો કોઈ સ્વીકારતું ન હતું.

ઘાટ મંદિર અને પછી આશ્રમ

વિધવાઓના પહેલીવાર બનારસ આવ્યા હોવાની કોઈ ચોક્કસ તારીખ ઉપ્લબ્ધ નથી પણ માનવામાં આવે છે જે આ કુરિવાજની શરૂઆત 1829 થી લઇ ને 1830 ના સમય ગાળા સુધીમાં થઈ હોવાનું માનવામાં આવે છે આ પહેલા પણ બનારસમાં વિધવાઓ હતી પણ શહેરની આસપાસ આવેલા ગામડાઓની .

image source

આ વિધવાઓ માટે બનારસમાં જીવન આસાન ન હતું

નિયમાનુસાર વિધવા મહિલાઓનો શિવાલયમા પ્રવેશ વર્જિત હતો અને વિધવાઓ માટે સફેદ રંગની સાડી પહેરવી ફરજિયાત હતી જ્યારે બંગાળી મહિલાઓના તો મુંડન કરી નાખવામાં આવતા હતા તેમણે આખા જીવન દરમિયાન કાચું ભોજન જ ખાવું પડતું હતું અને વિધવાઓ આખા જીવન દરમિયાન કોઈ પણ શુભ કાર્યમા ભાગ લઈ શકતી નથી.

આવા કઠોર નિયમો સાથે વિધવાઓએ બનારસના ઘાટો પર આશરો લેવો પડ્યો હતો બધી ઉમરની વિધવા મહિલાઓ મણિકર્ણીકા ઘાટ ઉપર રહેવા લાગી હતી તેજ વરસાદ અને ઠંડીના સમયમાં વિધવા મહિલાઓ ગાયની કોઢમા પણ રહેવા લાગી હતી અને ખાવા પીવાની સગવડતાઓના નામે તેમની પાસે કઇ હતું નહીં આવામાં વિધવા મહિલાઓને ભોજન માટે મંદિર પાસેથી મળતી ભીખ અને ઘાટ ઉપર કરવામાં આવતી અંતિમ ક્રિયા કરવા આવતા લોકો દ્વારા આપવામાં આવતા ભોજન પર આધાર રાખવો પડતો હતો.

એક સમય એવો આવ્યો કે ઘાટ ઉપર રહેતી મહિલાઓની સંખ્યા એટલી વધી ગયી હતી કે તેમને દાન આપનારા લોકોની સંખ્યા પણ ઓછી પડી ગઇ હતી આથી તેમને ઘર ઘર જઈને ભીખ માંગવી પડતી હતી.

વિધવા પુનઃવિવાહ પછી પણ ન બની વાત

image source

જેવું કે અમે તમને ઉપર જણાવ્યું હતું કે બનારસમા બંગાળી અને નેપાળી વિધવા મહિલાઓની સંખ્યા ખુબજ વધારે હતી આથી તેઓના અલગ અલગ રાજયના જૂથ બની ગયા હતા પરંતુ બનારસમાં બંગાળી વિધવાઓનો દબદબો હમેશા રહ્યો હતો.

આ બધા જૂથોની પોતાની અલગ જ સિસ્ટમ હતી જે મહિલા બંગાળમાંથી વિધવા બનીને અહીં આવતી હતી તેનો બંગાળના જૂથમા સમાવેશ કરવામાં આવતો હતો અને જૂથની સૌથી વૃદ્ધ મહિલા આ જૂથની મુખ્યા હતી અને આખા દિવસ દરમીયાન જે ભિક્ષા મળતી હતી તેને મુખ્યા પાસે જમા કરાવવા આવવું પડતું હતું અને બધાનો એક સરખો ભાગ પાડવામાં આવતો હતો આ જૂથ સિસ્ટમ ને લીધે મહિલાઓ માટે જીવન થોડું સરળ બની ગયું હતું પણ તેના કેટલાક ગેરફાયદા પણ હતા . હજુ સુધી આ પ્રથામાં કઈ સુધારો આવ્યો ન હતો 1856 ના સમયગાળા સુધીમા તો બનારસમાં 11000 જેટલી વિધવાઓ થઈ ગઈ હતી શરૂઆતના 50 વર્ષ વિધવાઓ માટે ખુબજ દુઃખદાયક નિવડયા હતા આ મુશ્કેલ સમયમાં તેમને ભૂખમરો અને અસુરક્ષા જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને સૌથી મોટી સમસ્યા તો બાળ અને જવાન વિધવાઓની હતી.

image source

1900 ના સમય બાદ બનારસનો વિસ્તાર ચારેકોર વધી રહ્યો હતો અને કેટલીક સામાજિક સંસ્થાઓએ ટ્રસ્ટ સ્થાપિત કરીને બનારસમાં મંદિરોનું નિર્માણ કર્યું હતું બ્રિટીશ સરકાર વિધવાઓના નિવાસને લઈને ચિંતિત હતી આથી તેમણે મંદિરોને વધારાની જમીન આપવાનો વાયદો કર્યો હતો આ વાયદો એ શરત પર હતો કે જમીનના બદલામાં વિધવાઓને રહેવાની જગ્યા આપવી પડશે

થોડા સમય બાદ બનારસમાં વિધવા આશ્રમોની સ્થાપના કરવામાં આવી હતી નેપાળની મહિલાઓ માટે પશુપતિનાથ નામના ટ્રસ્ટ તરફ થી વિધવા આશ્રમની શરૂઆત કરવામાં આવી હતી અને બંગાળી માહિલાઓ માટે દુર્ગાકુંડ વિધવા આશ્રમની શરૂઆત કરવામાં આવી હતી આશ્રમ બધી વિધવાઓ માટે હતા તેમાં કોઈપણ જાતિનું બંધન હતું નહીં પણ જોકે મહિલાઓના દબદબાને લીધે કેટલીક મહિલાઓને અહીં જગ્યા મળતી ન હતી.

image source

બ્રિટીશ સરકારના કાયદા મુજબ જમીનની લાલચમા ઘણા ટ્રસ્ટોએ અને જમીનદારોએ નાના નાના આશ્રમોની સ્થાપના કરી હતી જેના લીધે ઘણી વિધવાઓને આશ્રય મળી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ