હિન્દૂ ધર્મમાં બાળકોના મુંડન સંસ્કાર કરવા પાછળ આ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ, તમારા માટે જાણવું ખાસ જરૂરી

હિન્દૂ ધર્મમાં કેમ કરવામાં આવે છે બાળકના મુંડન સંસ્કાર, જાણી લો એ પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ.

ભારત પરંપરાઓનો દેશ છે. આપણા દેશમાં જન્મથી લઈને મૃત્યુ સુધીની ઘણી બધી પરંપરા હોય છે. સનાતન ધર્મમાં મનુષ્યના આખા જીવન કાળમાં કુલ 16 સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પૈકી મુંડન સંસ્કાર પણ એક મુખ્ય સંસ્કાર છે. હિન્દૂ ધર્મમાં મુંડનની પરંપરા ઘણા સમય પહેલેથી જ ચાલતી આવી છે. કોઈ પણ બાળકના મુંડન સંસ્કાર મોટેભાગે કોઈ પવિત્ર ધાર્મિક સ્થળ પર જ કરવામાં આવે છે.

image source

એવું માનવામાં આવે છે કે પછી બાળકને કોઈ ખરાબ નજર નથી લાગતી. માતાના ગર્ભમાંથી જન્મ લીધા પછી બાળકના માથા પર જે વાળ હોય છે એને કઢાવવાની વિધીને મુંડન સંસ્કાર કહેવામાં આવે છે. મુંડન સંસ્કાર કરાવવા પાછળ પણ ઘણી બધી માન્યતાઓ અને તર્ક છે. નવજાત શિશુને મુંડન સંસ્કાર પાછળ ફક્ત ધાર્મિક જ નહીં પણ કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ માનવામાં આવે છે તો ચાલો જાણી લઈએ મુંડન સંસ્કાર કરવા પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો.

image source

હિન્દૂ ધર્મમાં કેમ કરવામાં આવે છે મુંડન સંસ્કાર.

હિન્દૂ ધર્મમાં ચાર વેદ પૈકીના યજુર્વેદ અનુસાર બાળકનું બળ, આરોગ્ય, તેજને વધારવા અને ગર્ભાવસ્થાની અશુદ્ધિને દૂર કરવા માટે બાળકના મુંડન સંસ્કાર એક ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્કાર છે. મુંડન સંસ્કાર કરવા પાછળ પૌરાણિક માન્યતા એ છે કે એનાથી બાળકની બુદ્ધિ પુષ્ટ થાય છે, જેનાથી બૌદ્ધિક વિકાસ સારી રીતે થાય છે. એ સિવાય માનવામાં આવે છે કે ગર્ભના વાળને વિસર્જિત કરવાથી બાળકના પૂર્વ જન્મના શ્રાપનું મોચન થઈ જાય છે.

image source

મુંડન સંસ્કાર કરવા પાછળ માનવામાં આવે છે આ વૈજ્ઞાનિક કારણ.

નવજાત બાળકના મુંડન સંસ્કાર કરવા પાછળ એ તર્ક આપવામાં આવે છે કે જ્યારે બાળક જન્મ લે છે તો એના વાળમાં ઘણા બધા જીવાણુ અને બેક્ટેરિયા હોય છે અને માથાની ચામડીમાં પણ ગંદકી હોય છે, જે સામાન્ય રીતે નીકળી શકે તેમ નથી હોતા. હવે આ બેક્ટેરિયાને સારી રીતે સફાઈ કરવા માટે એ વાળને કાઢી નાખવામાં આવે છે.

image source

બાળકના જન્મના કેટલા સમય પછી કરવામાં આવે છે મુંડન સંસ્કાર.

બાળકના જન્મ લીધા પછી 1 વર્ષથી 3 વર્ષ કે પછી કુળની પરંપરા અનુસાર 5માં કે પછી 7માં વર્ષે મુંડન સંસ્કાર કરવાની પ્રથા ચાલતી આવી છે. એ સિવાય અમુક લોકો શિશુના સવા મહિના પૂરો થઈ ગયા બાર જ્યારે ધાર્મિક સ્થળ પર લઈ જાય છે અને ત્યારે પણ મુંડન સંસ્કાર કરાવી દે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ