જો તમારા બાળકને નખ ચાવવાની આદત હોય તો આજે જ સુધારી દેજો આ રીતે, નહિં તો…

તમે જાણો છો કે નાના બાળકો ખૂબ જ સુંદર હોય છે, આવી સ્થિતિમાં ઘણીવાર માતા-પિતા તેમની નાની ભૂલોને અવગણે છે. તમે ઘણી વખત જોયું હશે કે કેટલાક બાળકોને નખ ચાવવાની ટેવ હોય છે. શરૂઆતમાં, માતા-પિતા બાળકની આ આદત પર ધ્યાન આપતા નથી, પરંતુ પાછળથી બાળકની આ ટેવ છોડાવવી એ મુશ્કેલીનું કારણ બની જાય છે, તેને વારંવાર સમજાવ્યા પછી પણ બાળક આ ટેવ છોડી શકતું નથી.

image source

નખ ચાવવું તે અન્યને ગંદુ લાગે છે અને તે જ સમયે આ ટેવ બાળકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે કારણ કે નખ ચાવવાથી તેમના પેટમાં ગંદકી જાય છે અને તે બીમાર પડે છે. જો તમે પણ તમારા બાળકના નખ ચાવવાની ટેવથી પરેશાન છો, તો ચિંતા ન કરો, આજે અમે તમને એવી કેટલીક ટીપ્સ જણાવીશું, જેના દ્વારા તમે સરળતાથી તમારા બાળકની આ ખરાબ ટેવથી છૂટકારો મેળવી શકો છો.

કડવી ચીજોનો ઉપયોગ:

image source

જો તમારું બાળક નખ ચાવે છે, તો તમારે તેમના નખ પર લીમડાના પાનના રસ જેવી કોઈ પણ પ્રકારની કડવી ચીજ લગાવવી જોઈએ. કારણ કે તમે જાણો છો કે લીમડાના પાંદડા ખૂબ જ કડવા હોય છે, જ્યારે તમે લીમડાનો રસ તમારા બાળકના નખ પર લગાવો છો, ત્યારબાદ જયારે પણ તમારું બાળક નખ ચાવવાનો પ્રયાસ કરશે ત્યારે તેમને નખ કડવા લાગશે અને તેને ઉબકા તથા ઉલ્ટીની સમસ્યા થશે. આ સિવાય તમે લીમડાના પાનની જગ્યાએ મરચાનો પાઉડરનો ઉપયોગ પણ કરી શકો છો. આ એક સામાન્ય અને શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપાય સતત કરવાથી બાળક થોડા દિવસોમાં જ નખ ચાવવાનું છોડી દેશે.

નેઇલ પોલીશ રીમુવરને પણ સારી પસંદગી છે:

image source

નખની ચાવવાની આદતને રોકવા માટે તમે નેઇલ પોલીશ રીમુવરનો ઉપયોગ પણ કરી શકો છો આ એક સારો વિકલ્પ છે. બાળકના નખ પર નેઇલ પોલિશ રીમુવર લગાડો, ત્યારબાદ જ્યારે પણ બાળક તેમના નખ ચાવવાની કોશિશ કરશે, ત્યારે નેઇલ રીમૂવરના ખરાબ સ્વાદને કારણે બાળકને તકલીફ થશે અને ટૂંક સમયમાં આ ટેવ છોડી દેશે.

ખરાબ સ્વાદવાળી નેઇલ પોલિશ લગાડીને નખ ચાવવાની ખરાબ ટેવ છોડાવો

image source

જો તમારા ઘરમાં નેઇલ પોલિશ રીમુવર નથી, તો પછી તમે તેના બદલે ખરાબ સ્વાદવાળી નેઇલ પોલીશ પણ લગાડી શકો છો. જો તમારું બાળક ખુબ જ નખ ચાવતું હોય તો તેના નખ પર એવી નેઇલ પોલિશ લગાવો જેનો સ્વાદ ખુબ જ ખરાબ હોય, કારણ કે જેટલી વખત બાળક તેના મોમાં નખ નાખશે નેઇલ પોલીશના ખરાબ સ્વાદના કારણે તેનું મોં વધુ ખરાબ થશે અને તે થોડા દિવસોમાં જ તે આ આદત છોડી દેશે.

હંમેશાં બાળકના નખની સંભાળ રાખો:

image source

બાળક નાનું હોય છે તેથી તે તેના નખ કાપી શકતું નથી, તેથી તે તમારી જવાબદારી છે કે તેના નખ વધુ મોટા ન થવા દેવા કારણ કે જ્યારે નખ મોટા હોય ત્યારે બાળક તેને ચાવવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે સમય સમય પર તેમના નખ કાપતા રહેશો, તો તેમની આ ટેવ આપમેળે છૂટી જશે. આ સિવાય મોટા નખમાં ગંદકી પણ એકઠી થાય છે, જેના કારણે બાળક જલ્દી બીમાર પડે છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત તમારા બાળકના નખ કાપી નાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત