જો તમે પણ ચા પીતી વખતે આ વસ્તુનું સેવન કરો છો તો આજથી જ કરી દેજો બંધ, નહિં તો કેન્સર રોગનો બનશો ભોગ

અત્યારના સમયમાં કોઈ જ એવું હશે જેને ચા નહીં ભાવતી હોય નહિતર આ દુનિયામાં દરેક લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે અને દિવસનો અંત પણ ચાથી જ થાય છે. ઘણા લોકો ચા પીવાના એટલા વ્યસની હોય છે કે તેઓ દિવસભર ચા જ પીતા હોય છે. ઘણીવાર જોવા મળે છે કે લોકો ચાની સાથે અથવા ચા પીધા પછી ઘણી વસ્તુઓનું સેવન કરે છે. જોકે તેઓ ભૂલી જાય છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. આજે અમે તમને એવી ચીજો વિશે જણાવીશું જેનું સેવન ચા સાથે કરવું એ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તો ચાલો જાણીએ એ કઈ ચીજો છે જેનું સેવન ચા સાથે ના કરવું જોઈએ.

image source

ઘણા લોકો ચા સાથે નાસ્તો ખાવાનું પસંદ કરે છે. ચા સાથે નાસ્તો કરવો એ સારી આદત છે, પરંતુ ઘણા લોકો ચા સાથે સિગરેટનું સેવન કરે છે. તેઓ ભૂલી જાય છે કે ચા અને સિગરેટ બને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જો તમે પણ ચા સાથે સિગરેટનું સેવન કરો છો તો સમજી જજો કે તમે કેન્સરના શિકાર બની ગયા છો અથવા ભવિષ્યમાં બનશો. જો તમને પણ આ આદત ઘણા સમયથી છે તો આજથી જ આ આદત છોડો અને એકવાર ડોક્ટર પાસે જઈને તમારી તપાસ કરવો.

image source

– ઘણા લોકો ચા સાથે ઇંડા અથવા આયરણથી ભરપૂર ચીજોનું સેવન કરે છે, પરંતુ ખરેખર તેવું ન કરવું જોઈએ. ચામાં ટેનીન હોય છે તેથી તે પ્રોટીન અથવા આયરનથી ભરપૂર ખોરાક સાથે ન લેવી જોઈએ કેમ કે ટેનીન આયરન અને પ્રોટીનને શોષી લે છે. તેથી ચામાં હાજર આયરન અને પ્રોટીન શરીરને નથી મળતું, તેથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થવાની સંભાવના વધે છે.

image source

– ઘણીવાર, લોકોને બપોરના ભોજન સાથે અથવા ભોજન કર્યા પછી તરત જ ચા પીવાની ટેવ હોય છે. ખરેખર, ચાના પાંદડા એસિડિક તત્વો હોય છે અને આ શરીરમાં અસર કરે છે. આના કારણે ખોરાકમાં હાજર પોષક તત્વો શરીરમાં પહોંચવામાં અવરોધે છે, તેમજ ખોરાકનું પાચન પણ યોગ્ય રીતે થતું નથી. આ ઉપરાંત, તે બ્લડ સુગરના સ્તરને પણ અસર કરી શકે છે.

image source

– દૂધ ઉમેર્યા વગર ચા પીવામાં મજા નથી. પરંતુ મર્યાદિત દૂધની ચા રાખો. આવી ચા ફક્ત દિવસમાં એક જ વાર પીવી જોઈએ. જો તમે ગ્રીન ટી પીવ છો તો તેમાં દૂધ ના નાખો. ચામાં દૂધ ઉમેરવાથી દૂધના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. તે જ સમયે, જેઓ દૂધની સાથે ખાંડ મિક્સ કરે છે, તેમની ચા કોઈ પણ ઝેરથી ઓછી નથી. આ પ્રકારની ચા વજન વધારવાનું કામ કરે છે અને ચાના બધા પોષક તત્વો પણ ખતમ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત