700 વર્ષથી અહીં લોકો રહે છે ભેખડમાં બનેલી બખોલમાં, કારણ જાણીને તમને પણ લાગશે મોટો આંચકો

ભારત હોય કે દુનિયાનો કોઈપણ દેશ અહીં વસતા લોકોના મનમાં તેના સપનાનું ઘર ખરીદવા અને તેમાં શાંતિથી જીવન પસાર કરવાની ઈચ્છા તો હોય જ છે. વ્યક્તિ અમીર હોય તો તે આલીશાન ઘર બનાવે છે અને તેમાં વસે છે, જો વ્યક્તિ ગરીબ હોય તો તે તેની ક્ષમતા અનુસારના ઘરમાં રહે છે. દરેક વ્યક્તિ માટે તેનું પોતાનું ઘર ખાસ હોય છે.

image soucre

દુનિયાના દરેક વ્યક્તિની ઈચ્છા અને દિવસ-રાતની દોડધામ તેના પોતાના ઘર માટે હોય છે. તેનું ઘર તમામ જરૂરી સુખ સુવિધાઓથી સજ્જ હોય અને પરીવાર તેમાં ખુશ રહે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં લોકો ઘરમાં રહી શકતા નથી. તેઓ રહેવા માટે માળા જેવી જગ્યાનો ઉપયોગ કરે છે ? આવું તેમને છેલ્લા 700 વર્ષથી કરવું પડે છે.

image soucre

આ દેશ છે ઈરાન, અહીં લોકો ઘરમાં નહીં પરંતુ ચકલીના માળા જેવી બખોલમાં રહે છે. આ બખોલ તેમના માટે ઘર છેલ્લા 700 વર્ષથી છે. અહીં લોકો વર્ષોથી આ રીતે રહે છે અને આ માળામાં તેમની અનેક પેઢીઓ પસાર થઈ છે.

image soucre

ઈરાનમાં આવેલા કંદોવન નામના ગામમાં લોકો માળાને ઘર બનાવીને રહે છે. આવા ઘરમાં રહેવા માટે તેમણે ખાસ પ્રકારની રહેણી કરણી પણ સ્વીકારી છે. જો કે હવે આ ઘરમાં રહેવાના કારણે અને પોતાની આગવી પરંપરાના કારણે આ ગામ દુનિયાભરમાં જાણીતું થયું છે.

image source

આ ગામના લોકો પક્ષીઓ જેમ બખોલમાં માળો બનાવી રહે છે તેમ રહે છે. આમ કરવાનું કારણ જાણી લોકો પણ આશ્ચર્યમાં પડી જાય છે. આ ઘરની ખાસિયત એ છે કે અહીં ગરમીના દિવસોમાં પણ એસીની જરૂર પડતી નથી કારણ કે ઘર કુદરતી રીતે ઠંડુ રહે છે તો સાથે જ શિયાળામાં અહીં હીટરની જરૂર પડતી નથી. બંને ઋતુમાં લોકો આરામદાયક સ્થિતિમાં રહી શકે છે.

શા માટે લોકો રહે છે વર્ષોથી બખોલમાં ?

image soucre

વર્ષો પહેલાં આ વિસ્તારમાં મંગોલ લોકોનો આતંક હતો, મંગોલોના હુમલાથી બચવા માટે અહીંના લોકોના પૂર્વજોએ આવા માળા જેવા ઘર બનાવ્યા. કંદોવનના લોકો અહીં મંગોલોના આતંકથી છૂટકારો મેળવવા આવ્યા હતા. હુમલાથી બચવા અહીંના લોકોએ જ્વાળામુખીની ભેખડોમાં કોતર બનાવી ઘર બનાવ્યા. જો કે સમય જતાં તેઓ અહીં સ્થાયી થઈ ગયા અને હાલ પણ અહીં જ વસે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ