તમે જાણો છો ‘કહોના પ્યાર હે’ મુવી સાથે જોડાયેલી આ વાતો? જેમાં સલમાન ખાને કર્યુ હતુ કંઇક એવું કે…

તારીખ હતી 14 જાન્યુઆરી અને વર્ષ હતું 2000નું. નવી સદીનો પહેલો મહિનો અને પહેલા જ પખવાડીયામાં એક ફિલ્મ રિલિઝ થઈ. જેનું નામ હતું કહો ના પ્યાર હૈ. ફિલ્મની વાર્તા નવી હતી, કાસ્ટ નવી હતી માટે લોકોને તે ખૂબ પસંદ આવી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર જ નહીં પણ બીજા ઘણા બધા રેકોર્ડ તોડ્યા હતા. અને સ્થિતિ એવી ઉભી થઈ હતી કે આ ફિલ્મને તે વર્ષે અલગ અલગ કેટેગરી તેમજ સમારોહમાં ફિલ્મને અધધ 92 અવોર્ડ્સ જ નહોતા મળ્યા પણ ઋતિક રોશનની આ પ્રથમ ફિલ્મે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ નોંધાવ્યું હતું.

સુપરડુપર હિટ રહી હતી આ ફિલ્મ

image soucre

વર્ષ 2000માં રિલિઝ થયેલી કહો ના પ્યાર હૈ એક સુપરડુપર હિટ ફિલ્મ રહી હતી. આ વર્ષે શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનની મોહબ્બતેં બાદ સૌથી વધારે કમણી કરનારી ફિલ્મ બની હતી. આ ફિલ્મે તે વર્ષે કેટલાએ બોલીવૂડ અવોર્ડ ફંક્શનમાં અલગ અલગ કેટેગરીમાં લગભગ 92 અવોર્ડ્સ જીત્યા હતા. જે એક વર્લ્ડ રેકોર્ડ હતો. સૌથી વધારે અવોર્ડ મેળવવાના કારણે આ ફિલ્મનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઉપરાંત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયું હતું. આ ફિલ્મે એ વર્ષે બેસ્ટ એક્ટર, ડીરેક્ટર, ફિલ્મ, ડેબ્યુ મેલ એન્ડ ફિમેલના અવોર્ડ્સ જીત્યા હતા.

ઋતિક રોશને કર્યો હતો ડેબ્યુ

image source

આ ફિલ્મની એક ખાસિયત એ હતી કે આ ફિલ્મે બેલીવૂડના એક ઓર સુપરસ્ટારને આપ્યો હતો. કહો ના પ્યાર હૈ ઋતિક રોશનની ડેબ્યુ ફિલ્મ હતી આ ફિલ્મની સફળતાની સાથે સાથે ઋતિક સુપરસ્ટાર બની ગયા હતા. તેમને મિલેનિયમ સુપરસ્ટારનો દર્જો મળ્યો હતો. ફિલ્મમાં તેમની ઓપોઝિટ જે ફિમેલ લીડ હતી તે પણ ઇન્ડસ્ટ્રી માટે ફ્રેશ ચહેરો હતો. અમીષા પટેલે આ ફિલ્મથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. જે શાનદાર રહી હતી. જોકે એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મ પહેલાં કરીન કપૂરને ઓફર કરવામાં આવી હતી અને કરીના કપૂર સાથે તેનું શૂટિંગ પણ શરૂ કરી દેવામા આવ્યું હતું. પણ પછીથી તેણીએ ફિલ્મમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા હતા.

કહોના પ્યાર હેની આ હકીકતો વિષે તમે ક્યારેય નહીં જાણ્યું હોય

તમને જણાવી દીએ કે ઋતિક રોશન આ ફિલ્મ માટે પહેલી પસંદ નહોતો. વાસ્તવમાં ઋતિકના પિતા રાકેશ રોશન આ ફિલ્મમાં સુપરસ્ટાર શાહ રુખ ખાનને કાસ્ટ કરવા માગતા હતા.

image source

આ ફિલ્મમાં ઋતિક રોશનના રાજ નામના કેરેક્ટરની માતાનું પાત્ર અભિનેત્રી આશા પટેલે ભજવ્યું હતું જે વાસ્તવમાં અમિષાની રિયલ માતા છે.

image soucre

ઋતિક રોશનને ફિલ્મના પાત્ર માટે એક ઉમદા શરીર સૌષ્ઠવ જોઈતું હતું. જેના માટે સલમાન ખાને તેને ટ્રેઇન અને ગાઇડ કર્યો હતો.

image source

 

તમે કદાચ સાંભળ્યું હશે કે ફિલ્મ બાહુબલી બાદ અભિનેતા પ્રભાસ સમક્ષ 6000 લગ્ન પ્રસ્તાવ આવ્યા હતા પણ તમને જાણીને નવાઈ લાગશે કે કહોના પ્યાર હૈ ફિલ્મ રિલિઝ થયા બાદ ઋતિક માટે 30000 મેરેજ પ્રપોઝલ આવ્યા હતા.

image source

વર્ષ 2000માં કહો ના પ્યાર હૈ એ બિગ હિટ્સ જેવી કે મોહોબત્તેં અને હર દીલ જો પ્યાર કરેગાને પછાડીને હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મ બની હતી.
જો તમને યાદ હોય તે ટ્રાફિક સિગ્નસ સીન કે જ્યાં રોહીત સોનિયાને પહેલીવાર મળ્યો હતો. તો તમને જણાવી દઈએ કે આવી જ રીતે ઋતિક પોતાની એક્સ-વાઇફ સુઝાનને પ્રથમવાર મળ્યો હતો.

image soucre

આ ફિલ્મે માત્ર ઋતિક અને અમિષા પટેલની કેરિયર જ બુસ્ટ નહોતી કરી પણ ગાયક લકી અલીની કેરિયરને પણ આ ફિલ્મથી ખૂબ જોર મળ્યું હતું. આજે પણ લકી અલીએ ગાયેલા આ ફિલ્મના ગીતો લોકોને ખૂબ પસંદ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ