અમદાવાદની 1 % વસ્તી કોરોનાગ્રસ્ત, 299 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર, વધુ વિગતો જાણીને તમારી પણ ફાટી જશે આંખો

અમદાવાદમાં કોરોના સંક્રમણ તેની ચરમસીમા પર આવી ગયું છે. અને રોજના સેંકડો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં માત્ર અમદાવાદ શહેરમાં જ કોરોનાથી 45922 લોકો સંક્રમિત થઈ ગયા છે જેમાંથી દુઃખદ રીતે 1982 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જો કે 41201 લોકો સંક્રમણમાંથી મુક્ત થઈને ઘરે સાજા ફર્યા છે. હાલના એક્ટિવ કેસની વાત કરીએ તો અમદાવાદમાં હાલ 2739 એક્ટિવ કેસ છે.

જાણો કયા ઝોનમાં કેવી છે સ્થિતિ

image soucre

અમદાવાદના મધ્ય ઝોનમાં 309 કેસ છે, પશ્ચિમ ઝોનમાં 465 કેસ છે, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 448, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 517 કેસ, ઉત્તર ઝોનમાં 318 કેસ, દક્ષિણ ઝોનમાં 381, પૂર્વ ઝોનમાં 381 કેસ છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 2739 છે.

image soucre

અમદાવાદમાં દિવાળી બાદની કોરોનાના સંક્રમણની સ્થિતિ ભય ઉપજાવનારી છે. અને તંત્ર પણ તેને લઈને ચિંતામાં છે. અને માટે થોડા સમય પહેલાં શનિ-રવિ બન્ને દિવસ કર્ફ્યુ જાહેર કરવામા આવ્યો હતો અને હાલ શહેરમાં રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામા આવ્યો છે. અમદાવાદની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એકધારી એમ્બ્યુલન્સની હલચલ જોવા મળી છે. આમ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ઓર વધારે ગંભીર બની હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમદાવાદમાં સુરતથી 30 વેન્ટિલેટર મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત 986 કિલોલીટરની બે ઓક્સિજન ટેન્ક પણ અમદાવાદમાં મોકલવામાં આવી છે. આ સિવાય વધારાના ડોક્ટર્સ તેમજ મેડિકલ સ્ટાફ પણ અમદાવાદમાં મોકલવામાં આવ્યા છે.

અમદાવાદમાં માઇકગ્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 299 થઈ

image soucre

અમદાવાદમાં સાર્વત્રિક રીતે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. એવું નથી કે કોઈ એક ઝોનમાં જ સૌથી વધારે કેસ છે પણ બધા જ ઝોનમાં લગભગ સરખા પ્રમાણમાં જ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. અમદાવાદમાં નવા 7 ઝોન માઇક્રો કન્ટેઇનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. આમ હાલ અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન 299 થઈ ગયા છે.

સાબરમતી નદી પરના બધા જ બ્રિજ પર પોલીસનું ચેકિંગ

image soucre

ઉપર જણાવ્યું તેમ અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સાબરમતી બ્રીજ પર આવેલા બધા જ બ્રીજ પરનું ચેકીંગ કડક કરવામાં આવ્યું છે. અને લોકો કોરોનાના નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહી તે અંગે પણ કડકાઈ દાખવવામાં આવી રહી છે.

અમદાવાદ મહાનગર પાલિકાએ કડક પગલાં લીધા

તમને જણાવી દઈએ કે ગુજરાત હાઇકોર્ટ સામે આવેલા ક્રોમાના સ્ટોરને સીલ કરવામાં આવ્યો છે. કારણ કે મહાનગર પાલિકા દ્વારા જ્યારે અહીં દરોડા પાડવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે અહીં કોરોના ગાઇડલાઇનનું પાલન નથી કરવામાં આવી રહ્યું. ક્રોમાની સાથે સાથે બીજા 6 યુનિટો સીલ કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ 6 યુનિટોમાં પંજાબ ઓટોમોબાઇલ્સ સાયન્સ સીટી, કારગિલ ચાર રસ્તા પર આવેલી જય ભવાની, ગુરુકુળ રોડ પર આવેલી ખુશી મોબાઈલ શોપ, ભુયંગદેવ ચાર રસ્તા પર આવેલી સંજીવની હોસ્પિટલને સીલ કરવામાં આવ્યા છે અને સોશિયલ ડિન્સટન્સીંગના ભંગ માટે તેમને 50,000 રૂપિયાનો દંડ ફટકરાવામાં આવ્યો છે.

જાણી લો રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિષે

image soucre

ગુજરાતમાં એક જ દિવસમાં 1564 નવા કેસ નોંધાયા છે. હાલના એક્ટિવ કેસની સંખ્યા 14889 થઈ ગઈ છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના વાયરસથી 208278 લોકો સંક્રમીત થઈ ચુક્યા છે. અને છેલ્લા એક જ દિવસમાં કોરોનાથી 16 લોકોના મૃત્યુ નીપજ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 189420 લોકો કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થયા છે. અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.

રીકવરી રેટ 90.95 ટકા થયો

image soucre

ઉપર જણાવ્યું તેમ રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14889 છે. રાજ્યના રીકવરી રેટની વાત કરીએ તો હાલ રીકવરી રેટ 90.95 થયો છે. બીજી બાજુ તંત્ર દ્વારા કોરોના વાયરસના ટેસ્ટ વધારવાનો પણ એકધારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યોમાં છેલ્લા એક દિવસમાં કુલ 68,960 નવા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 7,759,739 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તમને એ પણ જણાવી દીએ કે રાજ્યમાં અત્યારે 86 લોકો વેન્ટિલેટર પર છે.

અમદાવાદ જિલ્લામાં પણ કેસની સંખ્યા વધી

image soucre

અમદાવાદ શહેરમાં છેલ્લા એક દિવસમાં નવા 919 કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં 26 કેસ આવ્યા છે. સુરત શહેરમાં 223 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરત જિલ્લામાં 55 નવા કેસ નોંધાયા છે, રાજકોટ જિલ્લામાં 53 કેસ નવા નોંધાયા છે. વડોદરા શહેરની વાત કરીએ તો અહીં નવા 130 કેસ, અને વડોદરા જિલ્લાં 41 કેસ નેંધાયા છે. ગાંધીનગર શહેરમાં 25 નવા કેસ જ્યારે ગાંધીનગર જિલ્લામાં 33 નવા કેસ નોંધાયા છે, ખેડા જિલ્લામાં 57 કેસ નોંધાયા છે. ગુજરાતમાં સૌથી વધારે ગંભીર સ્થિત અમદાવાદ અને સુરતની છે. રાજ્યમાં છેલ્લા છ દિવસથી સતત 1500થી વધારે નવા કેસ રોજ નોંધાઈ રહ્યા છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓની છેલ્લા 24 કલાકની સ્થિતિ જાણી લો.

image soucre

અમદાવાદમાં 345 કેસ, સુરતમાં 278 કેસ, વડોદરામાં 171 કેસ, ગાંધીનગરમાં 58 કેસ, રાજકોટમાં 149 કેસ, બનાસકાંઠામાં 38 કેસ, ભાવનગરમાં 29 કેસ, આણંદમાં 28 કેસ, મહેસાણામાં 51 કેસ, બોટાદમાં 8 કેસ, અરવલ્લીમાં 11 કેસ, પંજમહાલમાં 33 કેસ, મહિસાગરમાં 16 કેસ, પાટણ જિલ્લામાં 30 કેસ, ભરુચ જિલ્લાં 20 કેસ, ખેડા જિલ્લામાં 57 કેસ, જામનગર જિલ્લામાં 35 કેસ, છોડા ઉદેપુર જિલ્લામાં 2 કેસ, નર્મદા જિલ્લામાં 6 કેસ, સાબરકાંઠામાં 18 કેસ, દાહોદમાં 26 કેસ, કચ્છમાં 22 કેસ, ગીર સોમનાથમાં 9 કેસ, જૂનાગઢમાં 29 કેસ, વલસાડમાં 2 કેસ, પોરબંદરમાં 3 કેસ, દેવભૂમિ દ્વારકામાં 3 કેસ, અમરેલીમાં 18 કેસ, મોરબીમાં 169 કેસ, તાપીમાં 5 કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં 40 કેસ અને ડાંગ જિલ્લામાં 0 કેસ નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ