જલ્દી બજારમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે શાનદાર સ્માર્ટફોન

જલ્દી બજારમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે શાનદાર સ્માર્ટફોન, દમદાર ફિચર્સનો મળશે સપોર્ટ.

-આ સમયમાં ગ્લોબલ બજારમાં સ્માર્ટફોન લઈને પ્રતિસ્પર્ધા બહુ આકરી થઈ ગઈ છે. લગભગ દરેક સ્માર્ટફોન નિર્માતા કંપની એકથી ચડિયાતા એક સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. જેમાં યુઝર્સનો જમ્બો બેટરી સાથે-સાથે પાવરફુલ પ્રોસેસર અને આઠ જીબી રેમ સુધીનો સપોર્ટ મળ્યો છે. હાલમાં વીવોએ વાય50 સ્માર્ટફોન અને હુવાવેએ નોવા 7 સિરિઝને લોન્ચ કરી હતી. આજે અમે તમને પસંદગી પામેલ સ્માર્ટફોન અંગે જણાવીશું. જે આવનારા દિવસોમાં બજારમાં પગપેસરો કરવાના છે. આવો આ સ્માર્ટફોન પર નાખીએ એક નજર.

– એલજી વેવ્લેટ

image source

એલજી પોતાના ખાસ ફ્લેગશીપ સ્માર્ટફોન વેલ્વેટને લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ સ્માર્ટફોનથી સાત મેથી પડદો ઉઠાવશે. કંપનીએ હાલમાં જ આ સ્માર્ટફોનને લઈને અનેક ટીઝર જારી કર્યા હતા. જેમાં આની કેટલીક સ્પેસિફિકેશનની જાણકારી મળી હતી. ટીઝર પ્રમાણે, યુઝર્સને આ સિરિઝના સ્માર્ટફોનમાં ટ્રીપલ કેમેરા સેટઅપ મળશે. જેમાં સેન્સર્સ એક ધરી પર હશે. પણ અત્યાર સુધી આ સ્માર્ટફોનના અન્ય ફિચર્સની જાણકારી મળી નથી. એલજી વેલ્વેટની કિંમત અને અન્ય સ્પસિફિકેશનની જાણકારી લોન્ચ થયા પછી જ મળશે.

– રેડમી કે30આઈ સ્માર્ટફોન.

image source

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી કે30 સિરિઝના એક ઔર લેટેસ્ટ સ્માર્ટફોન કે30આઈને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનને લઈને હાલમાં જ અનેક જાણકારી સામે આવી છે. જાણકારી પ્રમાણે, યુઝર્સને આ સ્માર્ટફોનમાં ક્વૉડ કેમેરા સેટઅપ મળી શકે છે. જેમાં 48 મેગાપિક્સલના સેન્સર્સ હાજર હશે. જોકે, અત્યાર સુધી અન્ય ફિચર્સની જાણકારી મળી નથી. બીજી બાજુ કંપની આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ પ્રોસેસર અને 5જી નેટવર્ક સપોર્ટ આપી શકે એમ છે. અત્યારે, આ સ્માર્ટફોનની અધિકારી જાહેરાત થઈ નથી.

– શાઓમી એમઆઈ 10 યૂથ એડિશન

image source

શાઓમી યુવાઓને ધ્યાનમાં રાખીને એમઆઈ 10 લાઈટ સ્માર્ટફોનને ચીનમાં યૂથ એડિશનના નામથી લોન્ચ કરવા જવાની છે. હાલમાં જ એક ચીની ટેક સાઈટ વીબોની એક રીપોર્ટ સામે આવી હતી. જેમાં લોન્ચિંગની તારીખની જાણકારી મળી હતી. ચીની ટેક સાઈટ વીબોના જણાવ્યા પ્રમાણે, કંપની એમઆઈ 10 યૂથ એડિશન સ્માર્ટફોનને 27 એપ્રિલના દિવસે લોન્ચ કરશે. આ સિવાય, એમઆઈયુઆઈ 12 ઓપરેટીંગ સિસ્ટમને પણ લોન્ચ કરવામાં આવશે. ફિચર્સની વાત કરીએ તો યુઝર્સને 4160 એમએચ બેટરી, દમદાર પ્રોસેસર અને 6.1 ઈંચ ડિસ્પ્લે મળવાની ઉમ્મીદ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ