ભારતનો એ કિલ્લો, જ્યાંથી દેખાય છે આખું પાકિસ્તાન, આઠમો દરવાજો આજે પણ છે રહસ્યમયી.

ભારતનો એ કિલ્લો, જ્યાંથી દેખાય છે આખું પાકિસ્તાન, આઠમો દરવાજો આજે પણ છે રહસ્યમયી.

– જે રીતે ભારત મંદિરોનો દેશ તરીકે દુનિયામાં પ્રખ્યાત છે એ રીતે ભારત કિલ્લાઓનો દેશ કહેવો જરાપણ ખોટું નથી. કારણકે ભારતમાં પાંચસોથી વધૂ દેશમાં વિવિધ જગ્યાએ આવેલા છે. આમાંથી અનેકે કિલ્લાઓ સેકડો વર્ષ જુના પણ છે. જેના નિર્માણ અંગે કોઈ જાણકારી નથી. જેના કારણે ઘણાં કિલ્લાઓને કોઈને કોઈ રીતે રહસ્યમયી માનવામાં આવે છે. આજે અમે તમને એવા કિલ્લા વિશે જણાવવાના છીએ કે જેના માટે માનવામાં આવે છે કે આ કિલ્લા પરથી આખું પાકિસ્તાન દેખાય છે. પણ આ કિલ્લાનો આઠમો દરવાજો આજે પણ રહસ્યમયી છે.

image source

આ કિલ્લાને મેહરાનગઢ દુર્ગ અથવા મેહરાનગઢ ફોર્ટના નામથી ઓળખાવાઈ છે. રાજસ્થાનના જોધપુર શહેરમાં ઠીક વચ્ચોવચ્ચ સ્થિત આ કિલ્લો લગભગ એકસો પચ્ચીસ મિટરની ઉંચાઈ પર બનેલો છે. પંદરમી સદીમાં આ કિલ્લાનો પાયો રાવ જોધાએ નાખ્યો હતો, પણ આ કિલ્લાનું નિર્માણકાર્ય જસવંત સિંહે પૂરું કર્યું હતું.

image source

મહેરાનગઢ કિલ્લો ભારતનો પ્રાચીનત્તમ અને વિશાળ કિલ્લાઓમાંનો એક છે. જેને ભારતનો ગૌરવશાળી અને સમ્રુદ્ધ ઇતિહાસનું પ્રતિક માનવામાં આવે છે. આઠ દરવાજા અને અગણિત મિનારાઓથી યુક્ત આ કિલ્લો ઉંચી-ઉંચી દિવાલોથી ઘેરાયેલો છે. આમ તો આ કિલ્લાના સાત દરવાજા જ છે પણ કહેવાય છે કે આ કિલ્લાનો આઠમો દરવાજો પણ છે જે રહસ્યમયી છે.કિલ્લાના પહેલા દરવાજામાં હાથીઓના હુમલાઓથી બચવા માટે ધારદાર ખીલ્લાઓ લગાવાયા હતા.

image source

આ કિલ્લાની અંદર અનેક ભવ્ય મહેલ, નક્શીદાર દરવાજાઓ અને ઝાળીદાર બારીઓ છે. જેમાં મોટી મહેલ,ફૂલ મહેલ, શીશ મહેલ, સહેલખાના અને દૌલત ખાના ખુબ જ ખાસ છે. કિલ્લાની પાસે જ ચામુંડા માતાનું મંદિર છે. જેને રાવ જોધાએ ઈ. સ. 1460 માં બનાવ્યું હતું. નવરાત્રીના ખાસ દિવસોમાં અહીં વિશેષ પુજા-અર્ચના થાય છે.

image source

મહેરાનગઢ કિલ્લાના નિર્માણની વાર્તા કઈંક આવી છે કે રાવ જોધા જ્યારે જોધપુરના પંદરમા શાસક બન્યા તેના એક વર્ષમાં જ તેમને અંદાજ આવી ગયો કે મંડોરનો કિલ્લો તેમના માટે સુરક્ષિત નથી. આ માટે તેમણે તત્કાલિન કિલ્લાથી એક કિલોમીટર દૂર એ પર્વત પર કિલ્લો બનાવવાનું વિચાર્યું. એ પર્વત “ભોર ચિડીયાટુંક” નામથી જાણિતો હતો. કારણકે અહીં ઘણી સંખ્યામાં પક્ષીઓ રહેતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ