ગુજરાતમાં યુવાનોએ 285 કિમી અને 110 કિમી દુર જઈને રસીકરણ કરાવ્યું, રાજકોટનો આ કેસ સાંભળીને અક્કલ કામ નહીં કરે

મહેસાણાનો સ્તવન પટેલ વાત કરી રહ્યો છે કે ઓનલાઇન બુકિંગમાં સ્થાનિક સેન્ટર મળતું ન હોઇ જે સ્થળ મળે ત્યાં લોકો બુકિંગ કરાવે છે. મેં વિજાપુર જઇ રસી લીધી છે. સરકારે ઓનલાઇન નહીં પણ 45+ની જેમ ઓફલાઇન જ રસી આપવી જોઇએ. આ વાત સાંભળીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે રસીકરણને લઈ યુાવનોમાં શું ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે એક જ કિસ્સો છે એવું નથી. આવા તો ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. વાત કરીએ તો ગાંધીનગરમાં રહેતા 29 વર્ષીય હર્ષ પટેલ અને 28 વર્ષીય અવની પટેલ 97 કિમી દૂર આવેલી બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસી લેવા પહોંચ્યાં હતાં.

image source

હાલમાં માહોલ એવો છે કે સ્થાનિક સ્તરે ઓનલાઇન બુકિંગ નહીં મળતાં દૂરનું તો દૂરનું પણ સ્થળ પસંદ કરીને યુવાનો રસીકરણમાં ભાગ લઈ રહ્યાં છે. એ જ રીતે ભદ્રેશભાઇ અને સ્નેહલભાઇ પટેલ પણ રસી માટે કંઈક અનેરા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તેઓ 110 કિમી દૂર અમદાવાદથી અહીં રસી લેવા પહોંચ્યા હતા. આવા તો 15થી 20 યુવાનો કે જે ઇડર, ઊંઝા, કલોલ, જેતલપુર સહિતના 50થી લઇ 125 કિમી દૂરથી આવ્યા છે એવું પણ જાણવા મળ્યું છે. જ્યારે આ યુવાનોને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું કે કોરોના સંક્રમણનો પણ ડર લાગે છે. કોરોનાથી બચવા વેક્સિન લેવી ખૂબ જરૂરી છે, એટલે આજે અહીં રસી લેવા આવ્યા છીએ.

image source

એ જ રીતે વાત કરવામાં આવે તો રાજકોટથી 285 કિમી દૂર વડનગર રસી લેવા આવેલા યુવાને પોતાની વાત કરતાં જણાવ્યું હતું કે, મારું નસીબ કે વડનગર મળી ગયું. રાજકોટમાં રજીસ્ટ્રેશન માટે ટ્રાય કરીને થાક્યો હતો, પણ ક્યાંય મેળ જ નથી પડી રહ્યો. આ હકીકત વિશે વાત કરતાં વડનગરનાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ચંપાબેને જણાવ્યું કે, અંકલેશ્વરથી આવેલા એક યુવાનને દર પાંચ મહિને વિદેશમાં જવાનું થતું હતું, જેથી કોરોના સંક્રમણથી બચવા રસી લેવા વડનગર આવ્યા હતા.

image soucre

હાલમાં માહોલ એવો છે કે રાજ્ય સરકાર દ્વારા 1લી મેથી કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ધરાવતા માત્ર 10 જિલ્લા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગર જિલ્લામાં 18 થી 44ની વયના યુવાનોને રસી આપવાની શરૂઆત કરાઇ છે. જેમાં ઓનલાઇન બુકિંગ કરવાનું હોય છે. પરંતુ આ સિસ્ટમમાં રાજ્યનો કોઇપણ નાગરિક રસી માટે બુકિંગ કરી શકતો હોઇ બહારના જિલ્લામાં પણ લોકો રસી માટે બુકિંગ કરી રહ્યા હોવાના કેસ સામે આવી રહ્યાં છે.

image source

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે દેશમાં 2 લાખ 81 હજાર 683 લોકોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી હતી. છેલ્લા 26 દિવસમાં આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં 3 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ અગાઉ 20 એપ્રિલના રોજ કોરોનાના 2.94 લાખ નવા કેસ નોંધાયા હતા. જોકે કોરોનાને કારણે થયેલાં મોતની ગતિ ધીમી પડવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે 4,092 લોકો મૃત્યુ પામ્યા હતા. રાહતની વાત એ છે કે આ દરમિયાન 3 લાખ 78 હજાર 388 લોકો સાજા થયા હતા. આ એક દિવસમાં સાજા થનારા લોકોની આ બીજી સૌથી વધુ સંખ્યા છે. આ અગાઉ 8 મેના રોજ કોરોનાથી 3.86 લાખ લોકો સ્વસ્થ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!