જો ખરાબ વિચારો મનમાં ઘર કરી ગયા હોય, તો સારી વાતોની નથી થતી કોઇ અસર, વાંચો આ બોધપાઠ

મિત્રો, તમે તમારા જીવનમા ઘણીવાર આવી સ્થિતિ જોઈ હશે અને તેનો અનુભવ પણ કર્યો હશે કે, કોઈ વ્યક્તિ કે, જે હમેંશા નકારાત્મક વિચારસરણી સાથે રહેતી હોય છે તેને તમે ગમે તેટલુ જ્ઞાન આપો પરંતુ, તે વ્યક્તિ તે જ્ઞાન ગ્રહણ કરી શકતુ જ નથી. ઉલટાનુ નકારાત્મક વિચારસરણી સાથે પોતાની જાતને જ નુકશાન પહોંચાડે છે, આ વાત આપણે આજે એક વાર્તા દ્વારા સમજીશું.

image soucre

આ વાર્તા સંત કબીરદાસજી સાથે જોડાયેલી એક વાસ્તવિક ઘટના છે. એક દિવસ તેમની પાસે એક શ્રીમંત વ્યક્તિ આવી પહોંચ્યો. તેમણે જણાવ્યુ કે, હુ નિયમિત તમારા પ્રવચનમા એક વાત સાંભળું છુ કે, સંતોની સંગત કરવી જોઇએ. આજે હુ તમારી શરણે આવ્યો આવ્યો છુ.

image soucre

મારે પ્રભુ શ્રી રામ નામ સાથે સંકળાયેલ કોઈ દિવ્ય મંત્રનુ મંત્રોચ્ચાર કરવાની ઈચ્છા છે પરંતુ, મારી એક વિનંતી છે કે, તમે થોડી જલ્દી મને આ મંત્ર આપો કારણકે, હુ વેપારી છુ અને હાલ મારી દુકાન ખોલવા માટેનો સમય થઇ રહ્યો છે એટલા માટે હુ વધુ સમય સુધી તમારી સામે બેસી શકીશ નહી, મને જલ્દીથી મંત્ર આપી દો.

આ સમયે થોડીવાર માટે કબીરજી થોડા સમય માટે ઊંડી વિચારધારામા ચાલ્યા ગયા અને ત્યારબાદ તેમણે વેપારીને કહ્યુ કે, તમે આ લો એક રૂપિયો અને પહેલા તમે બજારમા જઈને એક રૂપિયાનુ દૂધ લઇને આવો. વેપારી થોડા સમય માટે ઊંડા વિચારમા પડી ગયો કે, શું વિચિત્ર વ્યક્તિ છે? હુ તેમની પાસે મંત્ર માંગી રહ્યો છું અને તે મને દૂધ લાવવા માટે કહી રહ્યા છે. તે ત્યાંથી ઉભો થયો અને દૂધ લેવા માટે ચાલ્યો ગયો.

image source

વેપારી જેવો સંત કબીર પાસે દૂધ લઇને પહોંચ્યો કે, તુરંત જ તેમણે તેમની સામે એક ગંદુ પાત્ર રાખી દીધુ અને જણાવ્યુ કે, આ વાસણમા તે દૂધ રાખી દો. વાસણને ગંદુ જોઇને વેપારીને ક્રોધ આવી ગયો અને તે બબડવા લાગ્યો કે, હુ તમારા માટે દૂધ લઇને આવ્યો છુ અને તમે આ દૂધને ગંદા પાત્રમા રાખવા માટે કહી રહ્યા છો. આમ, કરવાથી તો દૂધ ગંદું થઇ જશે અને તે પીવાલાયક પણ રહેશે નહીં.

image source

સંતે જણાવ્યુ કે, આ વાત એકદમ યોગ્ય છે. બસ આ જ વાત મારે તમને સમજાવી છે કે, તમે મારી પાસે મંત્ર માંગી રહ્યા છો પરંતુ, હજુ પણ તમારા મનમા લાલચ, મોહ, ગુસ્સો, ઘમંડ જેવા અવગુણો સમાવિષ્ટ છે. આ અવગુણોના કારણે હુ તમને મંત્ર કેવી રીતે આપી શકુ? તમારે રામ નામનો મંત્ર સ્વરૂપી દૂધ મેળવવા માટે તમારે પહેલા તમારા મન રૂપી ગંદા વાસણને સાફ કરવુ પડશે.

image source

આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે, જ્યારે પણ આપણે કોઇ સારુ કામ કરવા માટે જઇએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે આપણા મનમાથી કુવિચારોને દૂર કરી દેવા જોઇએ. કુવિચારો સાથે આપણે ક્યારેય પણ સારુ કામ કરી શકતા નથી. આપણે મનને હમેંશા પવિત્ર રાખવુ જોઇએ. ત્યારે જ શાંતિ અને સફળતા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ