અટકી ગયેલા કામ, સંતાન પ્રાપ્તિ જેવી અનેક મનોકામનાઓને પૂરી કરવા આ મંદિરમાં બાંધો માત્ર એક દોરો, થઇ જશે કામ પૂરું

માતા મનસા દેવી ના મંદીરમાં થાય છે દરેક મનોકામનાઓ પૂરી, કરવું પડે છે ખાલી આ એક કામ

મિત્રો, અમુક માન્યતાઓ અનુસાર મનસા દેવીનું મંદિર ખૂબ જ ચમત્કારિક અને દિવ્ય માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, દેવી માતાના દર્શન માત્રથી તમારી બધી જ પીડાઓ દૂર થઇ જાય છે અને તમારા પર માતાની અસીમ કૃપા વરશ્શે. આપણા હિન્દુ શાસ્ત્રોમા એવો ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, માતા મનસા એ પ્રભુ મહાદેવની પુત્રી છે.

image source

તેમણે જગતકરુ સાથે વિવાહ કર્યા હતા. એવુ માનવામા આવે છે કે, માતા મનસા દેવીને આસ્તિક નામનો પુત્ર હતો. ઘણા જાણકાર લોકો એવો નિર્દેશ કરે છે કે, માનસ દેવી એ નાગોના રાજા નાગરાજ વાસુકિની બહેન હતા. આ દેવી માતાનુ મંદિર એ શિવાલિક હિલ્સ પર આવેલુ છે, જે હરિદ્વારથી ૩ કિ.મી.ના અંતર પર આવેલું છે. દર વર્ષે હજારો લોકો અહી માતા મનસા દેવીની મુલાકાત લેવા માટે આવી પહોંચે છે.

image source

એવુ કહેવામા આવે છે કે, અહીં જે કોઈપણ વ્યક્તિ સાચા મનથી ધાગો બાંધે છે, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માતા મનસા દેવીના મંદિરમાં બે શિલ્પો છે જે ખૂબ જ સુંદર છે, આ શિલ્પો માતા મનસાની શક્તિનું પ્રતિબિંબ છે. એક માતાની પ્રતિમાના પાંચ હાથ અને ત્રણ મોઢા હોય છે, જ્યારે બીજી મૂર્તિ આઠ હાથવાળી હોય છે.

image source

મનસા દેવીના મંદિરનો ૫૨ શક્તિપીઠમા પણ સમાવેશ થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે માતા મનસાનો જન્મ કશ્યપ ઋષિના મનમાંથી થયો હતો, તેથી તેમનુ નામ મનસા પડ્યુ હતુ. આ નામ બતાવે છે કે, માતા મનસા તેના ભક્તોની તમામ ઇચ્છાઓને પૂર્ણ કરે છે. લોકો દૂર દૂરના વિસ્તારોમાંથી અહીં પોતાની ઈચ્છાઓ પૂરી કરવા આવે છે અને ઝાડની ડાળીઓ પર ધાગા બાંધે છે અને જ્યારે માતા તેમની ઇચ્છાઓને પૂર્ણ કરે છે ત્યારે લોકો અહીં પાછા આવે છે અને દોરો ખોલે છે.

image source

શિવાલિક હિલ્સ પર મનસા દેવીનું મંદિર આવેલું છે. અહીંનું દ્રશ્ય ખૂબ જ મનમોહક છે, અહીં આવતા તમામ ભક્તો માતા મનસા દેવીની ભક્તિમા લીન છે. આ મંદિર હરિદ્વાર શહેરથી લગભગ ત્રણ કિલોમોટરના અંતરે આવેલુ છે. જો તમારે આ મંદિરની મુલાકાત લેવી હોય તો અહીં આવવા માટે કાર લેવી પડશે. જે લોકો ચાલવાનો રસ્તો પસંદ કરે છે, તેમણે એક કે બે કિલોમીટર સુધી ચાલવુ પડશે.

image source

માતા મનસાના મંદિરનો દરવાજો લગભગ આઠ વાગ્યે ખોલવામાં આવે છે અને સાંજે પાંચ વાગ્યે બંધ કરવામાં આવે છે. જો તમારે આ મંદિરની મુલાકાત લેવી હોય તો તમારે વહેલી સવારે તમારી યાત્રા શરૂ કરવી જોઈએ. બપોરે બાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી મંદિરના દરવાજા બંધ રાખવામા આવે છે. એકવાર આ દિવ્યધામની મુલાકાત અવશ્યપણે લેજો, ધન્યવાદ!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ