સંશોધનમાં થયો જબરો ખુલાસો, જાણો તો ખરા કોણ નથી આવતું કેન્સરની બીમારીની ઝપેટમાં…

આજના જમાનામાં આપણે નામ પણ ન સાંભળ્યા હકી તેવી નત નવી બીમારીઓ અને રોગ નીકળ્યા છે. એવા અનેક રોગો છે જેનો ઈલાજ મળી ગયો છે.જ્યારે એવા પણ અનેક રોગ છે જેનો ઈલાજ હજુ સુધી મળવા પામ્યો નથી. કેન્સર પણ આવી જ એક ગંભીર બીમારી છે.

image source

પરંતુ તાજેતરમાં જ થાયેલા એક સંશોધન અનુસર હાથીમાં એવા જીન્સ જોવા મળ્યા છે જે કેન્સર જેવી ઘાતક બીમારી રોકવામાં સહાયક છે. અહીં એ ખાસ નોંધનીય છે કે હાથી એક એવું પ્રાણી છે જેમાં કેન્સરની બીમારી દુર્લભ સ્થિતિમાં જ થાય છે. હાથીના પૂર્વજો માં પણ એવા જીન્સ હતા જે કેન્સરની બીમારીને અટકાવવા માટે સહાયક છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને આ શોધ વિશે વિસ્તૃત વિગત જણાવી રહ્યા છીએ.

image soucre

આ શોધ યુનિવર્સિટી ઓફ બફેલોના વિન્સેન્ટ લિંચ અને યુનિવર્સિટીમાં ઓફ કેલિફોર્નિયાના જૂઆન મેન્યુઅલ વાજકવેજએ કરી છે. લિંચના કહેવા મુજબ જેમ જેમ શરીરનો આકાર વધે છે તેમ તેમ કેન્સર થવાનું જોખમ પણ વધતું જાય છે. પરંતુ હાથીની બાબતમાં આ વાત લાગુ નથી થતી. આ સંશોધનમાં એ વાત જાણવા મળી કે હાથીના પૂર્વજોમાં પણ કેન્સર વિરોધી ગુણ હતા.

image soucre

આ સંશોધન દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે હાથીઓ પાસે એવા જીન્સ ભારે માત્રામાં હોય છે જે ટ્યુમરને દબાવી શકે જેના કારણે હાથીઓ કેન્સર જેવી જીવલેણ બીમારીનો શિકાર નથી થતા. હાથીમાં જ જીન્સ ઉપલબ્ધ છે તે ડીએનએ રીપેર.કરવા, ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરવા, કોશિકાઓના વિકાસ, ઉમર તથા મૃત્યુ સુધીની પ્રક્રિયા એ સંભાળવાનું કામ કરે છે.

image soucre

જૂઆન મેન્યુઅલ વાજકવેજના કહેવા મુજબ આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારના જીન્સની મદદથી કેન્સરનો ઈલાજ પણ કરી શકાય તેમ છે. હાથી સિવાય કેપ ગોલ્ડન મોલ્સ, એલીફન્ટ શ્રુસ, રોક હાઈરેંક્સ, માનાટીસ, વિલુપ્ત થઈ ગયેલ વુલી મેમથ અને મસ્ટોડોન્સમાં પણ આ પ્રકારના જીન્સ હોય છે.

image source

લિંચના કહેવા અનુસાર ટ્યુમરને દબાવી શકતા આ જીન્સના કારણે હાથીનો આકાર આટલો મોટો થવા પામ્યો છે. હાથીમાં કેન્સરનું સંક્રમણ થવાની શકયતા પણ બહુ ઓછી હોય છે. આ પ્રકારના જીન્સ ભવિષ્યમાં જો નાના જીવોમાં પણ વિકસિત થઈ જાય તો તેઓ પણ કેન્સરથી સુરક્ષિત રહી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ