GOOD NEWS: કોમેડિયન કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો, જાણો દિકરો આવ્યો કે દીકરી?

કોમેડિયન કપિલ શર્માના ઘરે એકવાર ફરીથી ગુડ ન્યુઝએ દસ્તક દીધી છે. કપિલ શર્મા બીજીવાર પપ્પા બની ગયા છે. તેમની પત્ની ગિન્ની ચતર્થએ દીકરાને જન્મ આપ્યો છે.

આજ રોજ એટલે કે, તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ સવારના સમયે કપિલ શર્માની પત્ની ગિન્ની ચતર્થએ દીકરાને જન્મ આપ્યો છે. આ ગુડ ન્યુઝને કપિલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેંસની સાથે શેર કરી છે. કપિલ શર્માએ ટ્વીટ કરીને આ ન્યુઝ બધાની સાથે શેર કરી છે જે ખુબ જ ઝડપથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. કપિલ શર્માએ પોતાના ટ્વીટમાં ફેંસની સાથે ખુશખબરી શેર કરતા જણાવ્યું છે કે, માતા અને દીકરો બંને એકદમ સ્વસ્થ છે.

કપિલ શર્માએ સવારના ૫:૩૦ વાગે ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘નમસ્કાર, ભગવાનના આશીર્વાદથી આજે સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે, ઈશ્વરની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે, આપના બધાના આશીર્વાદ, પ્રેમ અને પ્રાર્થનાઓ માટે આપનો ખુબ ખુબ ધન્યવાદ. ગિન્ની અને કપિલ.’ આની સાથે જ કપિલ શર્માએ #gratitude નો પણ ઉપયોગ કર્યો છે.

image source

કપિલ શર્માના આ ટ્વીટ પર ફેંસ અને સેલેબ્સ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. આની સાથે જ તેમના ફેંસ બાળકની પહેલી ફોટો જોવા અને તેનું નામ જાણવા માટે ખુબ એકસાઈટેડ જોવા મળી રહ્યા છે.

image soucre

આપને જણાવી દઈએ કે, કપિલ શર્મા અને ગિન્નીએ પોતાની બીજી પ્રેગ્નેંસીને ખુબ જ સિક્રેટ જ રાખી હતી. પરંતુ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ગિન્નીની એક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી હતી, જેમાં ગિન્નીનું બેબી બંપ જોવા મળી રહ્યું હતું, ત્યાર પછીથી કપિલ શર્માના ઘરે બીજીવાર ગુડ ન્યુઝ આવવાની ખબર ફેલાઈ ગઈ હતી, પરંતુ કપિલ શર્માએ આ ખબરને ઓફીશીયલ કરી હતી નહી.

image source

પરંતુ કેટલાક દિવસ પહેલા જ કોમેડિયન કપિલ શર્માએ આ વાતની પુષ્ટિ કરી હતી કે, તેઓ અને ગિન્ની બીજીવાર માતા- પિતા બનવા જઈ રહ્યા છે. ટ્વીટર પર પ્રશ્નના સેક્શન હૈશટેગ AskKapil’માં તેમણે પોપ્યુલર કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ના બંધ થવાના કારણનો ખુલાસો કર્યો અને કન્ફર્મ કર્યું હતું કે, ગિન્ની પ્રેગ્નેન્ટ છે.

image source

ખરેખરમાં આ સેક્શનમાં એક યુઝરએ કપિલ શર્માને પૂછ્યું હતું કે, તેઓ શોને કેમ ઓફએર કરી રહ્યા છે. તો કપિલ શર્માએ એનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘કેમ કે, મારે ઘરમાં પોતાની પત્નીની સાથે સમય પસાર કરવાનો છે. અમે બીજીવાર માતા- પિતા બનવાના છે.’
આપને જણાવી દઈએ કે, ડીસેમ્બર, ૨૦૧૯માં કપિલ શર્મા અને ગિન્નીના પહેલા બાળક દીકરી અનાયરાનો જન્મ થયો હતો. કપિલ શર્મા અને ગિન્નીના લગ્ન ડીસેમ્બર, ૨૦૧૮માં થયા હતા, જુલાઈમાં ગિન્નીના પ્રેગ્નેન્ટ હોવાની ખબર સામે આવી હતી.

image soucre

અંતે કપિલ શર્માના બીજીવાર પપ્પા બનવાની ખબર મળતાની સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કપિલ શર્માને લોકો ખુબ જ શુભકામનાઓ આપી રહ્યા છે. કેટલાક સેલેબ્સએ પણ કપિલ શર્માને મોઢું મીઠું કરાવવા માટે કહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ