તારક મહેતા..ની બબીતાની વધી મુશ્કેલીઓ, ગુજરાતના આ શહેરમાં લોકોએ કર્યો ભારે વિરોધ, કર્યુ કંઇક એવું કે…

હાલમાં જ તારક મહેતાની બબીતાજી ઉર્ફે મુનમૂનનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તેમને એક ખાસ જાતિ વિશે એક ટિપ્પણી કરી હતી. ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે અભિનેત્રી સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તેની ધરપકડની માંગ કરી હતી.

image source

મુનમુન દત્તા દ્વારા જાતી વિષયે ટીપ્પણી બદલ સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને લોકો #ArrestMunmunDutta ટ્રેન્ડ કરાવીને બબીતાની ધરપકડની માંગ કરી રહ્યા છે. એવામાં આ વાયરલ વીડીયામાં અનુસુચિત જાતિ (વાલ્મીકી સમાજ) વિરૂધ્ધ ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરતાં વાલ્મીકી સમાજની લાગણી દુભાતા દાહોદના વાલ્મીકી સમાજ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે મુનમુન દત્તા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી તેમના શબ્દોને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ દર્શાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ગુજરાતના દાહોદ શહેરના ચાકલીયા રોડ સુખદેવ કાકા કોલોની ખાતે રહેતા અજયભાઈ રાજેશભાઈ ડામોર દ્વારા આજે દાહોદના પોલીસ સ્ટેશને તારક મહેતા કા ઉલટા ચશ્માંની બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા વિરૂધ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, મુનમુન દત્તા દ્વારા સોશીયલ મીડીયામાં એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે અનુસુચિત જાતિ (વાલ્મીકી) સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને જેને કારણે દાહોદના વાલ્મીકી સમાજની લાગણી દુભાઈ છે.

image source

આ સમગ્ર મામલે વાલ્મીકી સમાજના ઉપરોક્ત અગ્રણી દ્વારા દાહોદના પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી જણાવ્યું હતું કે, અભીનેત્રી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેમજ ધરપકડ કરવા માગણી કરી છે.

image source

તમને જણાવી દઈએ કે આ મામલો જેવો ભડક્યો કે તરત જ મુનમુને સોશ્યલ મીડિયા પર પોતાના અનુચિત શબ્દ પ્રયોગ અંગે માફી માંગી. મુનમુને એક પોસ્ટમાં લખ્યું, ‘આ ગઈકાલે મેં પોસ્ટ કરેલા એક વીડિયોના સંદર્ભમાં છે. જેમાં મારા દ્વારા વાપરવામાં આવેલા એક શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. આ અપમાન, ધમકી કે કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી ક્યારેક કહેવામાં નથી આવ્યું. મારી ભાષાના અવરોધને કારણે આવું થયું છે, મને ખરેખર શબ્દના અર્થ અંગે ગેરસમજ હતી.’

મુનમુને તેની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, ‘એકવાર મને તેનો અર્થ સમજાયો, મેં તરત જ તે ભાગ ડિલીટ કરી નાખ્યો. મારે દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિ માટે ખૂબ આદર છે. હું આપણા સમાજ કે રાષ્ટ્રમાં તેમના પુષ્કળ યોગદાનને સ્વીકારું છું. એ શબ્દના ઉપયોગથી અજાણે જેટલા લોકોને દુઃખ પહોંચ્યું છે એ દરેક વ્યક્તિની હું નિષ્ઠાપૂર્વક માફી માંગુ છું અને તેના માટે હું દિલગીર છું.’

સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ખુબ ઉછાળ્યો હતો. લોકો તેની ધરપકડની માંગ કરી રહ્યા હતા. આ બાદ અભિનેત્રીએ વિડીયો ડિલીટ કરી દીધો હતો. અને આ પ્રકારે પોસ્ટ મુકીને સૌની માફી માંગી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!