ગેસ ગીઝર માણસ માટે હોય છે જોખમી, વિશ્વાસ ના હોય તો વાંચી લો પાલનપુરમાં બનેલી આ તાજી ઘટના વિશે

શું તમે ગેસ ગીઝર વાપરો છો તો, આજથી જ ચેતી જાઓ

image source

ગેસ ગીઝર વાપરતી વખતે આ ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છેઃ પાલનપુરની ચેતવણીરૂપ ઘટના

શિયાળો હાલ તેની ચરમસીમાએ છે સમગ્ર દેશમાં હાડગાળતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. લોકો ઠંડા પાણીમાં આંગળી નાખતાં પણ ડરી રહ્યા છે. લોકો માત્ર હાથ ધોવા માટે પણ ગરમ પાણી વાપરવા લાગ્યા છે.

image source

ગરમ પાણી માટે દરેક ઘરમાં અલગ અલગ વ્યવસ્થા હોય છે. કોઈકને ત્યાં હીટરના સળિયાથી પાણી ગરમ કરવામાં આવે છે તો કોઈકને ત્યાં ઇલેક્ટ્રીક ગીઝરથી પાણી ગરમ કરવામાં આવે છે તો વળી કોઈકને ત્યાં ગેસ ગીઝરનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

સામાન્ય લોકો ગેસ ગીઝરનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરે છે કારણ કે તે ઇલેક્ટ્રીક ગીઝરની સરખામણીએ આર્થિક રીતે વધારે સસ્તુ પડે છે. પણ ગીઝર વાપરવાના પોતપોતાના જોખમ રહેલા છે.

જેમ કે ઇલેક્ટ્રીક ગીઝરથી લોકોને શોક લાગવાનો ભય રહે છે અને માટે જ કેટલાક લોકો ગેસ ગીઝરનો ઉપયોગ કરે છે પણ. કદાચ તમને ખ્યાલ નથી કે ગેસ ગીઝર પણ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

image source

તાજેતરમાં પાલનપૂરમાં એક ગંભીર ઘટના ઘટી ગઈ. આ પરિવારના ઘરના બાથરૂમમાં જ ગેસ ગીઝર રાખવામાં આવ્યું છે. પાલનપુરમાં રહેતાં મુકેશ નાયક આ ગેસ ગિઝરના કારણે જ પોતાનો જીવ ગુમાવતા બચી ગયા છે.

તેઓ રોજિંદના નિત્યક્રમ પ્રમાણે પોતાના સમયે બાથરૂમમાં નાહવા ગયા. પણ 20 મિનિટ સુધી પતિ બહાર ન આવતા પત્નીને શંકા ગઈ.

તેમણે બાથરૂમના દરવાજા આગળ ઉભા રહીને પતિને અવાજ કર્યો, પણ તેમનો કોઈ જ પ્રતિસાદ ન મળતાં પત્નીએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો અને તેમણે જોયું તો મુકેશભાઈ બેહોશીની સ્થિતિમાં બાથરૂમાં પડ્યા હતા.

image source

તરત જ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને તરત જ તેમની સારવાર કરવામાં આવી અને પત્નીની સમયસૂચકતાના કારણે પતિનો જીવ બચી ગયો.

શા કારણે મુકેશભાઈ બેહોશ થઈ ગયા

image source

વાસ્તવમાં ગેસ ગીઝર બાથરૂમમાં ફિટ કરવામાં આવેલું હોવાથી, તેમજ બાથરૂમમાં યોગ્ય વેન્ટિલેશન ન હોવાથી આવી ઘટના ઘટતી હોય છે અને ઘણીવાર તો વેન્ટિલેશન હોવા છતાં પણ આવી ઘટના બની શકે છે.

જો બાથરૂમમાં ગેસ ગિઝર રાખવામાં આવ્યું હોય તેને ચાલુ કરતાં તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મોનો ડાયોક્સાઇડ જેવા ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસને બહાર જવાની જગ્યા ન મળતાં તે બાથરૂમમાં જ એકઠા થઈ જાય છે.

image source

અને બાથરુમમાં હાજર વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને વધારે લાંબો સમય તેવા વાતાવરણમાં રહેવાથી વ્યક્તિન બેહોશ થઈ શકે છે અને મૃત્યુ પણ પામી શકે છે.

આજ પ્રકારનો કિસ્સો જો તમે કોન બનેગા કરોડ પતિ જોતા હશો તો યાદ હશે. તેમાં ભાગલેનાર એક કન્ટેસ્ટન્ટના દીકરા સાથે પણ આવું જ થયું હતું અને તેમના દીકરાના મગજ પર ગેસ ગીઝરથી ઉત્પન્ન થતાં ગેસની ગંભીર અસર થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

અને કેટલાક વર્ષ સુધી તો તેમને દીકરો પોતાના કામ કરવા માટે પણ શક્તિમાન નહોતો રહ્યો. હાલ વર્ષો બાદ પણ તેને કેટલાક કામોમાં હજુ પણ તકલીફ પડી રહી છે અને નોર્મલ યુવાનો જેવી કાર્યક્ષમતા તે નથી ધરાવતો.

કન્ટેસ્ટન્ટનું નામ હતું સુષ્મા સિંઘ ચૌહાણ, તેમણે કેબીસીના મંચનો ગેસ ગીઝરના વપરાશ અંગે સાવચેતી રાખવાની જાગૃતિ ફેલાવવા ઉપયોગ કર્યો હતો. તેમણે આ પ્રસંગને યાદ કરતાં તેમણે દીકાર સાથે જે ઘઠના ઘઠી તે જણાવી હતી.

image source

કાર્બન ડાયોક્સાઇડ ગેસની અસરથી તેમનો દીકરો બેભાન થઈ ગયો હતો અને તેને હોશમાં લાવવા માટે ડોક્ટરોએ સતત 5-6 કલાક સુધી પ્રયાસ કર્યો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તે કોઈને જોઈ નહોતો શકતો. તેની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેને હાઇપોક્સિયા થયું છે તેવું નિદાન થયું હતું.

હાઇપોક્સિયા એક એવી સ્થિતિ છે જ્યારે શરીરનો બધો જ ભાગ અથવા તો તેનો કોઈ એક ભાગ જરૂરી ઓક્સિજનના પુરવઠાથી વંચિત રહી જાય છે.

image source

સુષ્મા ચૌહાણ પોતાના દીકરાની હાલત વિષે વધારે જણાવ્યું હતું કે હોશમાં આવ્યા બાદ તેમના દીકરાને ભારે માથાનો દુઃખાવો ચાલુ થયો હતો અને ત્યાર બાદ તેની કોમા જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને ડોક્ટરે તેની સ્થિતિને ગંભીર જાહેર કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

પણ ધીમે ધીમે માતા તેમજ પરિવારજનોની પ્રાર્થના અને ડોક્ટરના પ્રયાસોથી તે રિકવર થઈ રહ્યો હતો અને છેવટે તે ભાનમાં પણ આવી ગયો હતો.

ઓક્સિજનની કમીથી શરીરમાં આ સ્થિતિ સર્જાય છે

image source

હાઇપોક્સિયા એક એવી સ્થિતિ છે જેમાં શરીરની પેશીઓમાં ઓક્સિજનની કમી સર્જાય છે. આ સ્થિતિ ત્યારે ગંભીર અને જીવલેણ બને છે જ્યારે ઓક્સિજન મળતો સદંતર બંધ થઈ જાય જેને એનોક્સિયા પણ કહેવાય છે.

આપણા શરીરના દરેક કોષના કામ કરવા માટે ઓક્સિજન અત્યંત મહત્ત્વનો છે માટે જ તેને પ્રાણવાયુ કહેવાય છે. પ્રાણવાયુની ગેરહાજરીથી શરીરનું તંત્ર ભાંગી પડે છે.

image source

તો હવેની વખતે જ્યારે તમે ગેસ ગીઝરનો ઉપયોગ કરતા હોવ ત્યારે આ બાબતનો ચોક્કસ ખ્યાલ રાખો. બને ત્યાં સુધી ગેસ ગીઝરને બાથરૂમ બહાર જ ફીટ કરાવો.

અને ના છૂટકે જો ગેસ ગીઝર બાથરૂમમાં જ ફીટ કરાવવું પડે તો તેના માટે રેગ્યુલર બાથરૂમમાં જે વેન્ટિલેશન હોય છે તેના કરતાં પણ વધારે વેન્ટિલેશનની વ્યવસ્થા ઉભી કરો.

image source

આ બન્ને ઘટનામાં એક બાબત સારી બની તે એ હતી કે ઘરમાં કોઈને કોઈ હાજર હતું માટે વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી શકી અને તેમનો જીવ બચી શક્યો પણ જો તેમ ન હોત તો વ્યક્તિ મૃત હાલતમાં જ પરિવાજનોને મળત. માટે આ બાબતે ચેતતા રહો અને જાગૃતિ ફેલાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ