હવે ઇન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરવો બન્યું સરળ – ઈન્ક્મટેક્સ વિભાગે કરી સરળતા…

શું તમે સતત ઇન્કમટેક્સ રીટર્ન ભરવાના ટેન્શનમાં હોવ છો કે કેવી રીતે ભરવું, કોની પાસે ભરાવવું, તો ચિંતા ન કરો. સરકારે કરદાતાઓ માટે એક સરળ ઉપાય શોધ્યો છે. હવે જ્યારે તમે ITRમાં વિગતો ભરવા જશો ત્યારે ત્યાં તમને તમારી સેલેરી, ફિક્સ્ડ ડિપોઝિટથી થયેલી આવકો અને ટીડીએસની વિગતો પહેલેથી જ ભરેલી જ મળશે.

પહેલાં જ્યારે જ્યારે તમે ITR 1 માં વિગતો ભરતાં ત્યારે નવેસરથી બધી જ વિગતો ભરવી પડતી હતી પણ હવે તેમ નહીં કરવું પડે.

IT વિભાગનું સોફર્ટવેર હવે તમારા ફોર્મ 26એએસમાંથી તમારી વિગતો જાતે જ મેળવી લેશે, જેમાં તમારો પાન નંબર, તમારા એમ્પ્લોયર, આગલા વર્ષે ભરેલું ઇન્કમ ટેક્સ રીટર્ન, અને તમે ફાઈલ કરેલા ટીડીએસની વિગતો હશે તેનો ઉપયોગ કરશે. અને ઓટોમેટીક જ ITR 1માં વિગતો ભરાઈ જશે. અહીં તમારે ચીંતા કરવાની જરૂર નથી તમે તેમાં નાખેલા આંકડાઓને સુધારી પણ શકો છો.

ઇન્કમટેક્સ સોફ્ટવેયરમાં તમને નીચેની વિગતો પહેલેથી જ ભરેલી આપવામાં આવશે.

  • તમારું નામ, પાન નંબર, બર્થડેટ
  • એડ્રેસ, આધાર નંબર, મોબાઈલ નંબર, ઇમેઇલ એડ્રેસ
  • અગાઉ ભરેલો ટેક્સ, ટીડીએસ અને ટીસીએસની વિગતો
  • તમારા મકાનનો પ્રકાર જેને તમારા આગલા વર્ષના ઇન્કમટેક્સ રીટર્નમાંથી મેળવવામાં આવશે

 • ટર્મ ડીપોઝિટ પર થયેલી વ્યાજની આવક
 • તમારા ઘરથી થયેલી આવક
 • બેન્ક અકાઉન્ટની વિગતો જે તમારા જુના ઇન્કમટેક્સ રીટર્ન અને ઇફાઇલિંગ પોર્ટલ પરથી મેળવવામાં આવશે.
 • આ ઉપરાંત ઇંકમટેક્સ રિફંડથી વિભાગ 244A હેઠળ થયેલી વ્યાજની આવક
 • તેમજ 24Q ના એનેક્સ્ચર 2થી ધારા 89 હેઠળ મળેલી આવકવેરાની છૂટ

જોકે આ સગવગડ www.incometaxindiaefiling.gov ની વેબસાઇટ પર જઈને ઇંકમટેક્સ રીટર્ન 1 ફોર્મ ભરનાર કર ભરનારને જ મળશે બીજી કોઈ રીતે તમે જો ફોર્મ ભરશો તો તમારે દરેક વિગત મેન્યુઅલી જ નાખવી પડશે. માટે આ સગવડ માત્ર અને માત્ર ઇંકમટેક્સની વેબસાઇટ પર જ ઉપલબ્ધ છે.

તમને અમે જણાવીએ છીએ કે જો તમે આ બધી માહિતીમાં જરા પણ ચૂક કરી તો તમને ઇન્કમટેક્સની નોટીસ આવી શકે છે માટે વિગતો ભરતી વખતે ખુબ જ ધ્યાન રાખવું. ખોટા આંકડા પણ ન નખાઈ જાય તેનું પણ ધ્યાન રાખવું તેમ કરવાથી મોટી રકમનો ઇંકમટેક્ષ ભરવાની નોટીસ પણ આવી શકે છે. અને ખોટી વિગતો તો જરા પણ ન ભરવી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ