સૌથી સસ્તી ઓટોમેકિક કાર લેવી હોય તો કરી લો આની પર એક નજર, નહિં લેવી પડે લોન પણ

મિત્રો, પ્રવર્તમાન સમયમા ઓટોમેટિક કાર લેવાનુ લોકોમાં ક્રેઝ વધી રહ્યુ છે. લોકોની વધતી જતી માંગને જોઇને ઓટોમોબાઈલ કંપનીઓએ પોતાના અનેકવિધ મોડલ્સ પર આ ઓટોમેશનની સુવિધાઓ આપવાની શરુ કરી છે. હાલ, બજારમા ઓટોમેટિક કારની સારી એવી રેન્જ ઉપલબ્ધ છે પરંતુ, મોટાભાગની ઓટોમેટિક કાર એ પ્રીમિયમ સેગ્મેન્ટમાં આવે છે, જે સામન્ય વ્યક્તિ લઇ શકતો નથી. આજે આ લેખમા અમે તમને અમુક એવી ઓટોમેટીક કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે બજેટફ્રેન્ડલી હોવાની સાથે વધુ માઈલેજ અને સ્ટાઈલીશ લૂક પણ આપી રહી છે, તો ચાલો જાણીએ.

મારુતિ સુઝુકી સેલેરીઓ :

image soucre

આ કંપનીની ગાડીઓને આપણા ભારતીય બજારમા સૌથી વધુ પસંદ કરવામા આવે છે એટલે કે વધારે પડતું પ્રાધાન્ય આપવામાં આવે છે. આ કંપનીની અનેક કારમા તમને ઓછી રેન્જમાં પણ ઓટોમેટિક ફીચર મળી જશે. તેમાં મારુતિ સુઝુકી સિલેરિયોની ખૂબ જ વધારે પડતી માંગ છે. આ કારમા ૯૯૮ સી.સી.નુ ત્રણ સિલિન્ડરવાળું એન્જિન આપવામાં આવ્યું છે. જે ૫૦ કિલોવોટની પાવર અને ૯૦ એન.એમ. નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે અને તેની એક્સ શોરૂમ કિંમત ૫,૧૩,૧૩૮ રૂપિયા છે.

મારુતિ સુઝુકી અલ્ટો :

image source

સસ્તી અને ટિકાઉ ગાડીઓમા અલ્ટોનું નામ મોખરે છે. હવે તમને આ ગાડીમા પણ ઓટોમેટિક વર્ઝન મળી જશે. આ ગાડીના એન્જિન અને પાવરની વાત કરીએ તો આ ગાડીના કે-૧૦ મોડેલમાં તમને ૯૯૮ સી.સી. એન્જિન આપવામાં આવ્યું છે, જે ૫૦ કિલોવોટની પાવર અને ૯૦ એન.એમ.નો ટોર્ક જનરેટ કરે છે. આ ગાડી પણ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. તેની એક્સ શોરૂમ કિંમત ૪,૪૩,૫૫૯ રૂપિયા છે.

હ્યુન્ડાઈ સેન્ટરો :

image source

હ્યુન્ડાઈ કંપનીની આ ગાડીને લોકો ખુબ જ લાંબા સમયથી પસંદ કરતા આવ્યા છે. આ કંપનીની સેન્ટરો મોડેલમા ૧.૧ લીટરનુ ત્રણ સિલિન્ડરવાળુ એન્જિન આપવામાં આવ્યુ છે, જે ૬૯ પી.એસ.ની પાવર અને ૧૦૧ એન.એમ.નો ટોર્ક જનરેટ કરે છે. આ ગાડી ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. જો કિંમતની વાત કરીએ તો તેની એક્સ શોરૂમ કિંમત ૫,૨૫,૯૯૦ રૂપિયા છે.

રીનોલ્ટ ક્વીડ આર.એક્સ.એલ. ઇઝી-આર :

image source

જો આપણે આ ગાડીના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમા પાવર સ્ટીયરિંગ, ફ્રન્ટ પાવર વિન્ડો, એર કન્ડીશનર, યૂ.એસ.બી. સાથે સિંગલ- મ્યૂઝિક સિસ્ટમ જેવી સુવિધા પણ આપવામા આવી છે. આ ગાડીમા ૧.૦ લીટરનુ ૯૯૯ સી.સી.નુ ટ્રિપલ સિલેન્ડર એન્જિન જોવા મળશે, જેમા ૬૭ બી.એચ.પી. ની મેક્સિમમ પાવર અને ૯૧ એન.એમ.નુ પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે તમને સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ પણ આપવામાં આવ્યો છે. આ કારની એક્સ શો-રૂમ કિંમત ૪.૫૪ લાખ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ