શાસ્ત્રો મુજબ ઘરમાં પૈસા મુકતી વખતે રાખો આ ધ્યાન, નહિં તો ફાયદાની જગ્યા થશે ભયંકર નુકસાન

મિત્રો, નાણાની દરેક વ્યક્તિને અત્યંત આવશ્યકતા રહે છે. દરેક જણ ઇચ્છે છે કે, તેને દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી આવક મળે. ઘરમા પૈસા એ સૌથી અગત્યનુ સ્થાન ધરાવે છે. વાસ્તુ મુજબ ઘરમા પૈસા મૂકવા માટે કેટલાક નિયમો છે. આ નિયમોમા પૈસાનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ છે. આ નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. જો તમે નાની એવી ભૂલ પણ કરો છો તો પૈસામા વૃદ્ધિ થવાના બદલે તમને નિરંતર નુકસાન થઈ શકે છે. તેથી, આ બાબતોને ધ્યાનમા રાખો કે જ્યા તમે ઘરમા પૈસા રાખી રહ્યા છો.

image source

કેટલાક લોકો ઘરમાં પૈસા રાખવા માટે તિજોરીનો ઉપયોગ કરે છે. હંમેશા ધ્યાનમા રાખો કે, પૈસાની તિજોરી દક્ષિણ અને પશ્ચિમ દિશામા રાખાહ્વી શુભ ગણાય છે. આ દિશામા તિજોરી મૂકવાથી ઘરમા પૈસા ક્યારેય ઘટશે નહીં.

image source

ધ્યાન રાખો કે, તિજોરીને ક્યારેય ઉત્તર-પૂર્વ ખૂણામા ના રાખવી. મોટાભાગના લોકો કબાટની અંદર તિજોરી બનાવતા હોય છે. આ સમયે ધ્યાન રાખો કે, તિજોરીનો દરવાજો દક્ષિણ તરફ ખુલતો નથી ને? જો દક્ષિણ દિશામા તિજોરીનો દરવાજો ખુલે તો માતા લક્ષ્મી ક્યારેય પણ તમારા ઘરમા વાસ કરતા નથી.

image source

આ અંગે વિશેષ સાવચેતી રાખવી કે, કબાટને ક્યારેય પણ જમીન પર નીચે રાખવુ જોઈએ નહિ. જ્યારે પણ તમે કબાટ રાખો છો, ત્યારે તેની નીચે સ્ટેન્ડ મૂકો અથવા કબાટની નીચે કંઈક મૂકો જેથી તે સીધો જમીનને સ્પર્શ ના કરે કારણકે, કબાટને સંપત્તિની દેવી લક્ષ્મી માતાનો પ્રકાર માનવામા આવે છે. એટલા માટે કબાટને સીધુ જમીન પર રાખવુ અશુભ માનવામા આવે છે. શક્ય હોય તો તમે કબાટની નીચે કપડુ મૂકી શકો છો અથવા લાકડાનો ટુકડો પણ રાખી શકો છો.

image source

ઘણીવાર એવુ થતુ હોય છે કે, કેટલાક કામને લીધે આપણે તિજોરીમા રાખેલા બધા જ પૈસા એકસાથે પાછા લઈ લેતા હોઈએ છીએ. તેના કારણે આપણી તિજોરી ખાલી થઇ જતી હોય છે. જો તમે પણ કંઇક આવું કરો છો, તો હવે તે ના કરો. આમ, કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. તિજોરીમા અમુક પૈસા અને દાગીના રાખવા આવશ્યક છે. તેનાથી માતા લક્ષ્મી તમારા ઘરે હંમેશા ખુશ રહે છે.

image source

હંમેશા ચાંદીના સિક્કાને અને ગોમતી ચક્રને લાલ કાપડમા લપેટી અને ત્યારબાદ તિજોરીમા રાખી લો. જ્યારે પણ દિવાળીની પૂજા કરો ત્યારે આ સિક્કાઓ ઉપરાંત ગોમતીચક્રને પણ પૂજા સ્થળે રાખો. આ ઉપાય અજમાવવાથી ઘરમા અનેકવિધ આર્થિક લાભ થાય છે અને ઘરમા સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ