કોરોના સંક્રમણને કારણે અલગ થયા માં-દીકરી, વિડીયો કોલ કરીને જોઇ એકબીજાની તસવીર

માતા અને નવજાત બાળક

image source

ચીનના વુહાન શહેરથી નીકળીને હવે નોવેલ કોરોના વાયરસ સંક્રમણનો ફેલાવો વધતો જ જઈ રહ્યો છે. જયારે આપણા દેશમાં કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો રોકવા માટે ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉનને પણ હવે એક મહિનો થઈ ગયો છે ત્યારે દેશના કેટલાક સ્થાનમાં એવી ઘટનાઓ બની છે જે જાણીને આપને પણ નવાઈ લાગશે.

image source

કોરોના વાયરસને લઈને દેશ અને દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ત્યાં જ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની મધ્યે એક માતાની મમતા આવી ગઈ. આ ઘટના મહારાષ્ટ્ર રાજ્યની ઔરંગાબાદ સિવિલ હોસ્પીટલમાં બની છે જ્યાં એક કોરોના વાયરસથી સંક્રમિત મહિલાએ વિડીયો કોલ દ્વારા પોતાની નવજાત બાળકી સાથે વાત કરે છે.

મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જીલ્લામાં એક ગર્ભવતી મહિલાનો નોવેલ કોરોના વાયરસ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાથી આ મહિલાને ઔરંગાબાદની સિવિલ હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા. જ્યાં આ મહિલાએ એક સ્વસ્થ દીકરીને જન્મ પણ આપ્યો પરંતુ આ માતા પોતાની નવજાત બાળકી જોઈ શકી નહી. કારણ કે, તે એક કોરોના વાયરસથી સંક્રમિત હોવાના કારણે પોતાની નવજાત બાળકીને એક નજર જોઈ પણ શકી નહી. ત્યાર બાદ હોસ્પિટલના મેડીકલ સ્ટાફ દ્વારા માતા અને નવજાત બાળકીને વાત કરાવવા માટે વિડીયો કોલની વ્યવસ્થા કરવામાં આવી. ઔરંગાબાદ જીલ્લાના સિવિલ સર્જન ડોક્ટર સુંદર કુલકર્ણીએ આ વાતની જાણકારી આપી છે.

image source

ઔરંગાબાદ સિવિલ હોસ્પીટલના ડોક્ટર્સએ જણાવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત મહિલાની સફળતા પૂર્વક ડીલીવરી કરાવવામાં આવી હતી. પરંતુ માતા કોરોના વાયરસથી સંક્રમિત હોવાના કારણે માતાને પોતાની નવજાત બાળકીથી દુર કરી દેવામાં આવી. નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત માતાને કોરોના વાયરસના આઈસોલેશન વોર્ડમાં એડમીટ કરવામાં આવી જયારે નવજાત બાળકીને માતાથી દુર સામાન્ય વોર્ડમાં રાખીને સાંભળ રાખવામાં આવી રહી છે.

image source

ઔરંગાબાદ જીલ્લાની સિવિલ હોસ્પીટલના ડોક્ટર્સ જણાવે છે કે, અત્યાર સુધીમાં નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત ગર્ભવતી મહિલા દ્વારા બાળકને જન્મ આપવાની ભારત દેશમાં બીજી ઘટના સામે આવી છે જયારે દુનિયાના અન્ય દેશો જેવા કે, ચીન, લંડન, ઓસ્ટ્રેલીયા અને હવે ભારતમાં પણ મળીને આવી પાંચ ઘટનાઓ સામે આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ