અથાણું દરરોજ જમવામાં લેતા હોય એ મિત્રો માટે ખાસ.. નવીન અને અજાણી માહિતી…

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે અથાણુ પિરસવામાં આવે છે. જમવાનું ભલે ફિક્કું હોય, પણ સાથે અથાણું હોય તો ટેસ્ટ બની જાય છે. ઘણા લોકોને જમતા વખતે અથાણું ખાવાની આદત હોય છે. પરંતુ તમને ખબર નહિ હોય, પણ અથાણું ખાવાની આદત તમારા માટે નુકશાનકારક બની શકે છે. આ ચટપટો સ્વાદ તમારા સ્વાસ્થ્ય માટે જરાય સારો નથી.


અથાણાને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે તેમાં વધુ માત્રામાં તેલ, મીઠું અને મસાલા નાખવામાં આવે છે, જે હેલ્થ માટે સારા નથી. તમે તેને ઓછી માત્રામાં લો તો ચાલશે, પણ તેને રોજના આહાર સાથે ન લો. ક્યારેક ખાવાનું રાખો.


અથાણું ખાવાથી થતા નુકશાન

ટ્રાયગ્લિસરાઈડનુ ઉચ્ચ સ્તર


અથાણાને સંરક્ષિત રાખવા માટે જેટલી પણ સામગ્રીનો ઉપયોગ થાય છે, તે બધા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. સામાન્ય રીતે અથાણામાં તેલ વધુ માત્રામાં હોય છે, જે તમારા શરીરમાં ટ્રાયગ્લિસરાઈડના સ્તરને વધારવાનું કારણ બને છે. પછી ભલે ગમે તે પ્રકારના તેલનો ઉપયોગ કરાયો હોય.

પાચન સમસ્યા


જે લોકો વધુ માત્રામાં અથાણું ખાય છે, તો તેમને પાચનમાં સમસ્યા આવી શકે છે. જેને કારણે પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ થઈ શકે છે. એક રિસર્ચ અનુસાર, જે વ્યક્તિ અથાણું વધારે ખાય છે, તેને ગેસ્ટ્રીક કેન્સરની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.

શરીરમાં સોજો


અથાણાને બનાવવા માટે મીઠાનો વધુ ઉપયોગ થાય છે. જેમાં સોડિયમ વધારે હોય છે. આ સોડિયમને કારણે તમારું શરીર પાણીના વધુ રાશિને યથાવત રાખવા માટે પ્રતિક્રિયા આપતું રહે છે, જે આપણા શરીરના આસમાટિક સંતુલનને બનાવી રાખે છે. તેને કારણે શરીરમાં સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

અલ્સર


અથાણાના વધુ સેવનથી તમારા આંતરડામાં અલ્સરની સમસ્યા થઈ શકે છે. જે વ્યક્તિઓ વધુ અથાણું ખાય છે તેમનામાં આ સમસ્યા વધુ જોવા મળી છે. તેથી આવા લોકો ઘરનુ બનેલું અથાણુ ખાવાનો આગ્રહ રાખો.

ઉચ્ચ બ્લડપ્રેશર


અથાણાનું વધુ સેવન બ્લડ પ્રેશર માટે પણ તકલીફ કરે છે. ખાસ કરીને એવા લોકોને જેમના પરિવારમાં બ્લડ પ્રેશરની તકલીફો વારસામાં મળતી હોય છે. આવા લોકોએ અથાણાથી દૂર જ રહેવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ