તમારા ત્યાં પણ વધ્યો છે અથાણાંનો મસાલો? તો આ 13 રીતથી કરો એનો જોરદાર ઉપયોગ

ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં અથાણાંની બરણી ન ભરેલી હોય. અથાણું ભોજનનો સ્વાદ વધારી દે છે પણ તકલીફ ત્યારે સર્જાય છે જ્યારે અથાણું ખતમ થઈ જાય અને એમનો મસાલો વધી પડ્યો હોય. અને આ મસાલો પડ્યો પડ્યો ખરાબ થઈ જાય છે અને આપણી ઈચ્છા ન હોય તેમ છતાં એને ફેંકી દેવો પડે છે. જો તમે ઈચ્છો તો આ વધેલા મસાલાના ફેંકી નહિ દેવો પડે. આજે અમે તમને આ વધેલા મસાલાને બીજી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એની કેટલીક ટિપ્સ જણાવીશું. તો ચાલો જોઈ લઈએ આ ટિપ્સ કઈ કઈ છે.

  • 1. આચારી આલુ બનાવતી વખતે એમના વધેલા અથાણાંનો મસાલો નાખો.

    image source
  • 2. સ્ટફ્ડ ભીંડા, રીંગણ, ટીંડોલા અને કરેલા બનાવતી વખતે પણ તમે આ વધેલા અથાણાંના મસાલાનો ઉપયોગ કરી શકો છો.
  • 3. વધેલા કેરીના અથાણાંમાંથી તમે પરોઠા કે પુરી બનાવી શકો છે. બાંધેલા લોટના લુઆમાં થોડો મસાલો ભેળવીને પછી એને વણી લો. ઘી કે તેલ લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. ચા સાથે ગરમ ગરમ ખાઓ.

    image soucre
  • 4.કોળું, ટુરિયા અને દૂધીને એક જ રીતે ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો એમાં વધેલા અથાણાંનો મસાલો ભેળવી લો. શાકનો ટેસ્ટ એકદમ જ બદલાઈ જશે અને ખાવામાં આ શાક ટેસ્ટી પણ લાગશે.
  • 5. ચટણી બનાવતી વખતે એમાં ખટાશ તરીકે વધી પડેલા અથાણાંનો મસાલો ભેળવો અને એને પીસી લો, આવું કરવાથી ચટણી ખાટી પણ થશે અને એનો સ્વાદ પણ વધી જશે.
  • 6. સેન્ડવીચ બનાવતી વખતે એના ફીલિંગ વાળા મિક્સરમાં થોડો અથાણાંનો મસાલો ભેળવી લો. એનાથી સેન્ડવીચ ટેસ્ટી બનશે.

    image soucre
  • 7. વધી પડેલા ભાતમાંથી ફ્રાઈડ રાઇસ બનાવતી વખતે શાકભાજીને શેકયા પછી એમાં થોડું અથાણું ભેળવી લો.
  • 8. કોઈપણ કોરૂ શાક બનાવતી વખતે એમાં વધેલા અથાણાંનો મસાલો ભેળવી લો, શાકનો સ્વાદ એકદમ ટેસ્ટી થઈ જશે.

    image soucre
  • 9. હોમમેડ બારબેકયું સોસને સ્વીટ, ટેંગી, સ્મોકી, સોલ્ટી અને સોર ફ્લેવર આપવા માટે એમના 1/4 ટીસ્પૂન વધેલા અથાણાંનો મસાલો ભેળવીને એને પીસી લો.
  • 10. સલાડમાં ડ્રેસિંગ તરીકે પણ વધેલા અથાણાંનો મસાલો તમે નાખી શકો છો.

    image source
  • 11. ઓવનમાં રોસ્ટ કરેલા શાકભાજીમાં અથાણાંનો મસાલો નાખીને પણ તમે ખાઈ શકો છો. એનાથી એનો સ્વાદ એકદમ વધી જશે.
  • 12. વધેલા અથાણાંના મસાલાને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં બાફેલા બટાકાને ભેળવીને તમે પોટેટો સલાડ પણ બનાવી શકો છો.

    image source
  • 13. તાંબાના કાળા પડી ગયેલા વાસણોને અથાણાંના મસાલાથી સાફ કરવાથી એ એકદમ ચોખ્ખા અને ચમકદાર થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ