ઉત્તરાખંડના ચમોલીમાં તપોવન રેણી વિસ્તારમાં ગ્લેશિયર તૂટતાં મોટી તબાહી સર્જાઈ છે. પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. આ ઘટનામાં અનેક સ્થાનિક ગામોના ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે. ગ્લેશિયર ધોળી નદીના કિનારે વહી રહ્યું છે. ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટવાથી અત્યાર સુધીમાં 51ના મોત યુપીના 64 લોકો હજું પણ ગુમ છે. ચમોલી પોલીસે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 12 લાશોની ઓળખ થઈ શકી છે.
સમગ્ર સ્થિતિ પર ગૃહ મંત્રીની નજર

ગૃહ મંત્રી સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આઇટીબીપી ગૃહ મંત્રાલયના સતત સંપર્કમાં છે. આટીબીપીના રિજિનલ રિસ્પોન્સ સેન્ટર, ગોચરથ એક મોટી ટીમ રવાના થઇ ગઈ છે. આઇટીબીપીની પર્વતારોહી ટીમની સાથે તુરંત બ્રિજ બનાવવામાં કુશળ જવાનોની ટીમને પણ રવાના કરવામાં આવી છે. 200થી વધુ જવાનો પહેલાથી જ જોશીમઠથી રવાના થઇ ગયા
વાયુસેનાના ચોપરથી વધુ ટીમો પહોંચશે

ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે ITBP ની 2 ટીમો ઘટના સ્થળે જવા રવાના થઇ ગઈ છે, NDRFની ટીમો દહેરાદૂનથી નીકળી ગઈ છે. 3 વધારાની ટીમો પણ ટૂંક સમયમાં ભારતીય વાયુસેનાના ચોપર દ્વારા સાંજ સુધીમાં ઘટનાસ્થળે પહોંચી જશે. SDRF અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો પહેલેથીજ ઘટના સ્થળે હાજર છે.
રેણી ગામની પાસે 7 લોકોના મૃતદેહો મળ્યા હતા

ઉત્તરાખંડના ચમોલીમાં ગત દિવસોમાં ગ્લેશિર ફાટવાથી થયેલા વિનાશ બાદ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હજું પણ ચાલૂ છે. આ વિનાસના એક અઠવાડિયા બાદ પણ ઉત્તર પ્રદેશના વિભિન્ન જિલ્લામાંથી લગભગ 64 લોકો ગુમ છે. ચમોલીની ડીએમ સ્વાતિ ભદોરિયાના જણાવ્યાનુંસાર વિનાસના એક અઠવાડિયા બાદ પર રવિવારે 13 મૃતદેહો બહાર કાઢ્યા હતા. રેણી ગામની પાસે 7 લોકોના મૃતદેહો મળ્યા હતા. ત્યારે તપોવન ટનલ ની પાસે 6 મૃતદેહોમળી આવ્યા હતા. આ સાથે મળેલા મૃતદેહોની સંખ્યા 51 થઈ ગઈ છે.
64 વિશે કોઈ જાણકારી નથી મળી

રાહત આયુક્ત સંજય ગોયેલે કહ્યું કે ઘટનામાં ગુમ કુલ 92 લોકોમાંથી 64 વિશે અમને કોઈ જાણકારી નથી મળી. લખીમપુર ખીરીમાં સૌથી વધારે 30 લોકો ગુમ છે. તે બાદ સહારનપુરના 10 અને શ્રાવસ્તીના 5 લોકો ગુમ થવાની જાણકારી મળી છે. ગોયલે કહ્યું કે લખમીનપુર ખીરીના ગુમ લોકોમાંથી 23ની જાણકારી મળી ગઈ છે. તેમના પાછા લાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
5 મૃતકોની લાશની ઓળખ થઈ

ગુમ લોકોમાં 5ના મોતના સમાચાર છે. મૃતકોની ઓળખ લખીમપુર ખીરીના અવધેશ(19), અલીગઢના અજય શર્મા( 32), લખીમપુર ખીરીના સૂરજ (20), સહારનપુર નિવાસી વિક્કી કુમાર અને લખીમપુર ખીરીના વિમલેશ (22)ના રુપમાં થઈ છે.
ટનલની અંદર લોકોની શોધ ચાલૂ

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે તપોવન ટનલમાં 7 ફેબ્રુઆરીએ રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. રવિવારે 2 શવ ટનલની બહાર કાઢ્યા. ઉત્તરાખંડ પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફના જવાન રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા છે. એનડીઆરએફ હવે કેમેરાના માધ્યમતી ટનલની અંદર લોકોની શોધ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ગુમ અને મૃત મજૂરોમાં વધારે અનટીપીસીના તપોવન વિષ્ણુગાડ પનવીજળી પરિયોજના અને ખાનગી માલિકીની ઋષિગંઘા વીજળી પરિયોજનામાં કામ કરી રહ્યા હતા.
12 મૃતદેહોની ઓળખ

ચમોલી પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 મૃત દેહોની ઓળખ થઈ છે. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ITBPના જવાનો પુરી રીતે લાગેલા છે. સાથે આ જવાન અસરગ્રસ્ત નાગરિતોને રાશન અને જરુરી સમાન પણ પુરો પાડી રહ્યા છે. ડીએમનું કહેવું છે કે શોધ અભિયાન તેજીથી ચલાવાઈ રહ્યું છે. બેક અપમાં સાતએમ્યૂલેન્સ, પોસ્ટમોર્ટમ ટીમ અને એક હેલીકોપ્ટર પુણ રાખવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ જીવતું મળે છે તો તેને તાત્કાલીક સારવાર માટે મોકલી દેવાની વ્યવસ્થા છે.
મોટા નુક્શાનની આશંકા

આ ઘટનામાં જાનમાલનું મોટું નુકશાન થયાની આશંકા સેવવામાં આવી રહી છે. આ ઘટના સવારે આઠ થી નવ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનાને લઈને વહીવટી તંત્રે એલર્ટ જાહેર કરી દીધું છે. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ગ્લેશિયર ચમોલી થઈને ઋષિકેશ સુધી પહોંચી શકે છે. જોશીમઠ, શ્રીનગર સુધી તમામ વિસ્તારોમાં હાઇએલર્ટ આપવામાં આવી રહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,