લોકડાઉનની આ કરુણ તસવીરો તમને પણ પડી રડાવી મુકશે, જેમાં માતા-બાળકોની તસવીર જોઇ શકો તો જ જોજો

જો લોકડાઉન સમયની આ તસવીરો જોઈ તમારી આંખ ન ભીંજાય, તો સમજજો તમારામાંથી માનવતા મરી પરવારી છે.

આજથી unlock 1 ની શરૂઆત થતા કોરોના વાયરસને લીધે થયેલા લગભગ 70 દિવસના લોકડાઉનના લાંબા સમય બાદ માણસે સ્વતંત્રતાનો શ્વાસ લીધો હોય એવું લાગે છે. સતત આટલા બધા દિવસ સુધી ઘરમાં પુરાઈ રહેલા લોકો આજે પોતાના કામકાજમાં વળગતા ઘણા આનંદિત છે. પણ આ લોકડાઉનનો સમય કદાચ બધાની જ જિંદગીનો યાદગાર સમય બનીને રહી જશે.

image source

લોકડાઉનના આ સમયને ઘણા લોકોએ ખૂબ માણ્યો, સમયના અભાવના કારણે પોતાના પરિવાર સાથે સમય ન વિતાવી શકતા લોકો માટે તો આ લોકડાઉન ક્યાંક આશીર્વાદ રૂપ સાબિત થયું. હોટેલ ને રેસ્ટોરેન્ટ બંધ હોવાથી ગૃહિણીઓએ પણ લગભગ બધી જ વાનગીઓની રેસિપી ઓનલાઇન શોધીને ઘરે જ બનાવી લીધી. ઘરના વડીલ વર્ગ સાથે બેસીને રામાયણ અને મહાભારત જોઈ બાળકોમાં પણ ધાર્મિકતા છવાઈ ગઈ. નવરા બેઠેલા માતાપિતાએ પોતાના બાળકો સાથે અવનવી રમતો રમી પોતાનું બાળપણ ફરી એકવાર જીવી લીધું. આ લોકડાઉનમાં એક પરિવાર સાચા અર્થ માં પરિવાર બન્યો એવું કહીએ તો કઈ ખોટું નથી.

image source

પણ શું તમે આ લોકડાઉનની બીજું બાજુ જોવાનો ક્યારેય પ્રયત્ન કર્યો છે? રોજેરોજનું કામ કરી કમાણી કરતા લોકોના ઘરે અનાજના ખાલી ડબ્બા, ન સળગેલો ચૂલો અને એમના બાળકોને ભૂખથી ટળવાળતા જોયા છે? રાશનની દુકાને મજબૂરીમાં ઉભા રહેલા એ લોકોના ચહેરા પરની લાચારી અનુભવી છે? ડોકટરને પોતાના જ ઘરમાં અજાણ્યાંની જેમ રહેતા નિહાળ્યા છે? પોતાના પોલીસ દીકરાને જોવા માટે દિવસો સુધી માતાપિતાની એ તરસતી આંખોને જોઈ છે?

તો આજે અમે તમને એવી જ કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છે કે એ તસવીરોને જોઈ તમારું હૃદય દ્રવી ઉઠશે. અને જો તમને આ તસ્વીરોની કઈ અસર ન થાય તો સમજજો તમારામાં રહેલી માનવતા બીમાર પડી છે.

image source

1.એક માતાને ત્રણ બાળકો સાથે આમ રોડ પર નિઃસહાય બેઠેલી જોઈ તમને ધ્રુજારી છૂટી જશે.

image source

2.હરોળબંધ ઉભેલી આ બંધ દુકાનો વચ્ચે આમ બાંકડા પર સુતેલા વ્યક્તિને જોઈ એની લાચારી ચોક્કસ અનુભવી શકાય.

image source

3.રેલ્વે ટ્રેક પર દોડતી આ ટ્રેનો ભારતીય રેલવે ના 167 વર્ષમાં પહેલીવાર આમ ઠપ થઈ ગઈ.

image source

4.પોતાના વતન જવા ભેગા થયેલા આ શ્રમિકોની આંખોમાં દેખાતી આશાઓ અને એ નાનકડું રડતું બાળક જોઈ લોકડાઉનનો આ કપરો સમય એમને કઈ રીતે પસાર કર્યો હશે એ જરા વિચારજો.

image source

5.માસ્ક પહેરેલો અને સળીયાના સહારે ઉભેલા વ્યક્તિના ચહેરા પર દેખાતી નિરાશા તો જરા જુઓ એકવાર!

image source

6. સતત ટ્રાફિકથી ભરેલો હોય એવો આ નેશનલ હાઈ વે આમ સુમસામ જોઈ લોકડાઉનની ગંભીરતા કદાચ તમે સમજી શકશો.

image source

7.પગપાળા જ પોતાના વતન તરફ જઈ રહેલા આ શ્રમિકોની લાચારી વર્ણવવી કદાચ શક્ય જ નથી.

image source

8.લોકડાઉનની ગંભીરતાને ન સમજતા આ નાગરિકોને પોલીસે બંદૂક કે લાઠીથી નહિ પણ કાન પકડી ઉઠબેસ કરાવી સજા કરી.

image source

9.પોતાના ઘરમાં પુરાયેલા આ માં- દીકરાની આંખો જોઈ જાણે એવું લાગે કે જેલના સળીયા પાછળ પુરાયા છે.

image source

10.તૂટેલા ફૂટેલા માસ્ક પહેરેલું આ નાનકડું બાળક અને એના હાથ માં રહેલી એ પેપર ડીશ જોઈ તમારી આંખનો ખૂણો ભીનો થયો કે નહીં?

image source

11.પોતાના વતન પરત ફરતી વખતે થાકીને રેલ્વે ટ્રેક પર આરામ કરતા આ શ્રમિકોને ક્યાં ખબર હતી કે એક ગુડ્સ ટ્રેન એમનો જીવ લઈ લેશે.

image source

12.પહેલાના સમયમાં એવું કહેવાતું કે કુંડાળામાં પગ ન પડે એનું ધ્યાન રાખવું. પણ સોશિયલ ડિસ્ટનસિંગ માટે કરેલા દુકાનોની બહારના આ કુંડાળાનું શુ?

image source

13.બંધ મશીનોની વચ્ચે સુતેલા આ વ્યક્તિને જોઈને લોકડાઉનના આ ગાળામાં બેરોજગાર થયેલા વ્યક્તિઓની સ્થિતિનો ખ્યાલ તો તમને આવી જ ગયો હશે.

image source

14.ખભે સામાનનો ઢગલો ને પોતાના નાનકડા બાળકને ભર તડકામાં લઈને ચાલતા આ શ્રમિકોની દયનીય સ્થિતિ જોઈને મારી તો આંખો ભરાઈ આવી.

image source

15.ઘરે પરત ફરવા માટે ટેમ્પામાં ઘેટાં બકરાની જેમ ભરાઈ રહેવા પણ આ શ્રમિકો તૈયાર થઈ ગયા હતા. એમની મજબૂરી પર ભલભલા નિષાશો નાખી ઉઠશે.

image source

16.કોરોના વાયરસ જેવું દેખાતું હેલ્મેટ પહેરીને આ પોલીસ જવાન જે રીતે બાળકને કોરોના વિશે સમજાવી રહ્યા છે એ જોઈ રહ્યા છો ને તમે?

image source

17. ગરીબને જમવાનું આપતા આ પોલીસવાળાને જોઈને પોલીસ અધિકારીઓની માનવતા પણ છલકી ઉઠી.

image source

18. આ લોકડાઉનમાં જ્યાં લોકોને ખુદને ખાવાના ફાંફા હતા ત્યાં પ્રાણીઓને પણ ભૂખ્યા ન સુવા દેનાર લોકોને જોઈ હજી માનવતા ટકે છે એ વાતનો ખ્યાલ આવી ગયો.

image source

19.માસ્ક પહેરીને હારબંધ બેઠેલા આ શ્રમિકોને જોઈને કોરોનાની ગંભીરતાના દર્શન થઈ ઉઠ્યા.

image source

20. પગપાળા ઘરે જતા શ્રમિકોના આ ટોળાને જોઈ રહ્યા છો ને તમે? પણ આમાંથી કેટલાય એવા હતા જે ઘરે પહોંચી જ ન શક્યા. ભૂખ અને તરસથી ત્રસ્ત કેટલાય રસ્તામાં જ જીવ ગુમાવી બેઠા.

image source

21.આ પગમાં પડેલા ઝખ્મો શ્રમિકોએ લોકડાઉનમાં વેઠેલી હાડમારીથી તમને હચમચાવી મુકશે.

image source

22.ભારે મુશ્કેલીઓ વેઠયા બાદ જ્યારે સરકાર દ્વારા મુકાયેલી શ્રમિક ટ્રેન મારફતે આ શ્રમિકો ઘરે જવા નીકળ્યા તો આભાર વ્યક્ત કરવા એમને રેલવે પ્લેટફોર્મને ચૂમી લીધું.

image source

23.કાવડ ભેરવેલા શ્રવણને તો તમે જોયો જ હશે. એક નજર આ માણસ પર પણ કરી લો જેને કાવડમાં પોતાના નાનકડા દીકરા અને સામાન સાથે વતનની વાટ પકડી છે.

image source

24.લોકડાઉનમાં ફસાયેલ આ વ્યક્તિ પોતાના મરેલા દીકરાનું છેલ્લીવાર મોઢું પણ ન જોઈ શક્યો અને એ વાતનું દુઃખ આમ રસ્તે બેસીને ફોન પર રડતા એના ચહેરા પર જોઈ મને તો રૂંવાટા ઉભા થઇ ગયા.

image source

25. મોટેરાઓ તો કદાચ દુઃખ વેઠી લે. પણ આ બેગની પાછળ અડધા લટકતા બાળકનું દુઃખ સમજી શકો છો ને તમે?

 

View this post on Instagram

 

A post shared by OUR VADODARA™ (@ourvadodara) on

26.આ લોકડાઉનમાં પોલીસ અધિકારીઓને આપના વતી આ નાનકડા બાળકે સત સત વંદન કરી લીધા.

27.આપણે ઘરમાં સુરક્ષિત રહી શકીએ એટલે પોતાના પરિવારથી દૂર રહીને જમી રહેલા આ પોલીસ જવાન અને દૂર ઉભેલી એની દીકરીનો આ ફોટો તમને વિચારતો કરી મુકશે.

 

View this post on Instagram

 

A post shared by OFFICIAL VADODARA™ (@officialvadodara) on

28. લોકડાઉનના આ સમયમાં ઘાયલ હોવા છતાં પણ ફરજ નિભાવતા આ પોલીસ અધિકારીને જોઈ કદાચ હવે તમે પોલીસ વિશે કઈ આડું અવળું બોલતા પહેલા વિચારશો.

 

View this post on Instagram

 

A post shared by OFFICIAL VADODARA™ (@officialvadodara) on

29. પગમાં ચંપલની જગ્યા એ કોથળી પહેરેલા આ બાળકની દશા જોઈ તમારું હૃદય કંપી ઉઠશે.

30.કોરોના વાયરસ જેવી ખતરનાક બીમારીને પહોંચી વળવાનો બધો ભાર ડોકટરો પર આવી પડ્યો છે. અને જ્યારે આપણે એમને સાથ નથી આપતા ત્યારે એમની લાચારી આ ફોટા પરથી તમને ચોક્કસ અનુભવાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ