Wajid Khanના નિધન પર બોલિવૂડ શોકમય, ટ્વિટ કરીને વ્યક્ત કર્યુ દુખ

રવિવારના રાતના સમયે આવી મ્યુઝિક ડાયરેક્ટર વાજીદ ખાનના મૃત્યુના સમાચારે તો આખા એન્ટરટેઈનમેન્ટ દુનિયાને જ શોકમગ્ન કરી દીધી.

image source

વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધી કેટલાક એવા દુઃખદ સમાચારો આપ્યા છે. આ વર્ષે એવી એવી વસ્તુઓ જોવા અને સાંભળવા મળી છે, જેની પર ભરોસો નથી કરી શકાતો. સૌપ્રથમ કોરોના વાયરસ સંક્રમણની મહામારી જેણે અત્યાર સુધી દુનિયાભરમાં તાંડવ મચાવી રહ્યો છે, જેના કારણે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ લોકડાઉનએ લોકોને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ, આ કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર, ઈરફાન ખાન અને મોહિત બઘેલના મૃત્યુના સમાચારે બધાને ચોકાવી દીધા છે.

image source

ઋષિ કપૂર, ઈરફાન ખાન અને મોહિત બઘેલ કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડત આપતા દુનિયાને અલવિદા કહી દીધું, પરંતુ રવિવાર રાતના આવેલ મ્યુઝિક ડાયરેક્ટર વાજીદ ખાનના મૃત્યુના સમાચારએ આખી એન્ટરટેઈનમેન્ટ દુનિયાને જ શોકમગ્ન કરી દીધી છે.

image source

આપને જણાવીએ કે, સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ અને ‘ટાઈગર જિંદા હૈ’ જેવી હીટ ફિલ્મોને સંગીત આપનાર બોલીવુડના મ્યુઝિક ડાયરેકટર વાજીદ ખાનને રવિવારના દિવસે મોડી રાતના સમયે મૃત્યુ થઈ ગયું. છાતીમાં દુઃખાવો થવાની ફરિયાદ કર્યા પછી વાજીદ ખાનને હોસ્પીટલમાં એડમીટ પણ કરી દેવામાં આવ્યા હતા. સુત્રો મુજબ મળેલ માહિતી પ્રમાણે, વાજીદ ખાનને હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું.

વાજીદ ખાનના મૃત્યુની પુષ્ટિ કરતા સિંગર સલીમ મર્ચન્ટએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સલીમ મર્ચન્ટ લખે છે કે, ‘સાજીદ- વાજીદ પ્રસિદ્ધ મારા ભાઈ વાજીદના મૃત્યુના સમાચારથી મને ખુબ આઘાત લાગ્યા છે. ભાઈ, તમે ખુબ જલ્દી જ ચાલ્યા ગયા. આ આપણી બિરાદરી માટે ઘણો મોટો શોક છે. હું ખુબ તૂટી ગયો છું.’ ત્યાં જ પ્રિયંકા ચોપડા, સોનુ નિગમ, મીકા સિંહ, પરિણીતી ચોપડા અને વરુણ ધવનએ પણ વાજીદ ખાનના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રિયંકા ચોપડા ટ્વીટ કરતા લખે છે કે, ‘અત્યંત દુઃખદ સમાચાર. એક વાત જે મને હંમેશા યાદ રહેશે તે છે વાજીદ ભાઈની મુસ્કાન. વાજીદ ખાન હંમેશા હસતા જ રહે છે. તેઓ ખબ જલ્દી જ ચાલ્યા ગયા. વાજીદ ખાનના પરિવાર અને શોક વ્યક્ત કરનાર વ્યક્તિઓ પ્રત્યે મારી સંવેદના. આપની આત્માને શાંતિ મળે મારામીત્ર. આપ મારા વિચારો અમે પ્રાર્થનામાં રહેશો.

 

View this post on Instagram

 

A post shared by Sonu Nigam (@sonunigamofficial) on

સોનુ નિગમએ સાજીદ- વાજીદ સાથે પોતાની એક ફોટો શેર કરતા સોનુ નિગમ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખે છે કે, ‘મારા ભાઈ વાજીદ ખાન અમને છોડીને ચાલ્યા ગયા.’

પરિણીતી ચોપડા ટ્વીટ કરતા લખે છે કે, ‘વાજીદ ભાઈ આપ સૌથી સારા વ્યક્તિ હતા. હંમેશા હસતા રહેતા હતા. હંમેશા ગાતા રહેતા હતા. વાજીદ ખાન સાથેના દરેક સંગીત સત્ર યાદગાર રહ્યા. આપને ખરેખરમાં ખુબ જ યાદ કરવામાં આવશે વાજીદ ભાઈ.’

વરુણ ધવન ટ્વીટ કરતા લખે છે કે, ‘વાજીદ ખાન ભાઈ મારા અને મારા પરિવારની ખુબ જ નજીક હતા. વાજીદ ખાન તેમની આસપાસ રહેનાર સૌથી સકારાત્મક વ્યક્તિઓ માંથી એક હતા. અમે આપને યાદ કરીશું વાજીદ ભાઈ. સંગીત માટે ધન્યવાદ.’

 

View this post on Instagram

 

A post shared by Mika Singh (@mikasingh) on

મીકા સિંહએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા લખે છે કે, ‘અમારા બધા માટે ખુબ જ દુઃખદ સમાચાર. સૌથી પ્રતિભાશાળી ગાયક અને સંગીતકાર જેમણે આટલા બધા હીટ ગીતો આપ્યા છે મારા મોટા ભાઈ વાજીદ ખાન અમને છોડીને ચાલ્યા ગયા. અલ્લાહ તેમની આત્માને શાંતિ આપે.’

Source : Zee News.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ