નથી ઓળખી શક્યુ કોઇ, જાણીને લાગશે ઝાટકો, રામાયણમાં એક નહીં પણ એક સાથે 7 પાત્રો ભજવ્યા છે આ એક જ કલાકારે

રામાયણમાં એક નહીં પણ અનેક પાત્રો ભજવ્યા છે આ એક જ કલાકારે – તમારી નજર પણ ચૂકી ગઈ હશે રામાનંદ સાગરની આ હોંશિયારી પરથી – નથી થતો વિશ્વાસ તો વાંચો અંદર

image source

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હવે આ 21 દિવસનું લોકડાઉન પૂર્ણ થવા જઈ રહ્યું છે પણ લોકોને ખાતરી છે કે આ લોકડાઉન હજુ પણ થોડા દિવસો માટે લંબાવવામાં આવશે કારણ કે સમગ્ર દેશમાં કોવીડ-19ના પોઝિટિવ કેસ ઘટવાની તો વાત દૂર જ રહી પણ ઉત્તરોત્તર વધી રહ્યા છે.

image source

લોકડાઉનના કારણે લોકોએ પોત પોતાના ઘરે ફરજિયાત પણે પુરાઈ રહેવાનો વારો આવ્યો છે અને લોકો સમય પસાર કરવા માટે મોબાઈલ, ફિલ્મો ઉપરાંત ટીવી ચેનલો પર આવતા પ્રોગ્રામોનો આશરો લઈ રહ્યા છે. અને તેને જ ધ્યાનમાં રાખીને કેટલાક લોકો દ્વારા આપણા દેશના સૂચના અને પ્રસારણ મંત્રીને રામાયણ તેમજ મહાભારતનું પુનઃ પ્રસારણ કરવાની અરજ કરવામાં આવી હતી જેને માન આપીને હાલ દૂર દર્શન પર રામાનંદ સાગરની રામાયણનું પુનઃ પ્રસારણ ચાલી રહ્યું છે.

અને લોકો તેને રસપૂર્વક જોઈ રહ્યા છે. પણ જ્યારે બીજી વાર આ સિરિયલને જોવામાં આવી રહી છે ત્યારે સિરિયલની કેટલીક હકીકતો લોકોના ધ્યાનમાં આવી છે તેમાંની એક હકીકત છે રામાયણમાં વિવિધ પાત્રો ભજવનાર કલાકારની.

રામાયણમાં આ કલાકારે એક નહીં બે નહીં પણ વિવિધ 7 પાત્રો ભજવ્યા છે. આ કલાકારનું નામ છે અસલમ ખાન. લોકોનું એવું માનવું છે કે રામાનંદ સાગર આ કલાકારના અભિનયથી પ્રભાવિત થઈ ગયા હશે અને માટે જ તેમણે એક નહીં પણ 7-7 પાત્રો એક જ સિરિયલમાં ભજવવા માટે આપી દીધા.

image source

અને એ વાત પણ માનવી પડશે કે આ કલાકાર એટલે કે અસલમ ખાને આ બધા જ પાત્રોમાં પોતાનો જીવ રેડી દીધો છે. કારણ કે બધા જ પાત્રોમાં તેઓ બીલકુલ બંધ બેસે છે. જો તમે રામાયણ ફરીવાર જોઈ રહ્યા હોવ તો થોડું ધ્યાનથી જોતાં તમને જાણવા મળશે કે અસલમ ખાને એક જ સિરિયલમાં વિવિધ પાત્રો ભજવ્યા છે. તો ચાલો જાણીએ કે તેમણે કયા કયા પાત્રો ભજવ્યા અને છતાં પહેલીવાર નહીં પણ આ બીજી વાર એટલે કે ઇન્ટરનેટના જમાનામાં રામાનંદ સાગરની આ હોંશિયારી લોકોની નજરે પડી શકી.

image source

અસલમ ખાને સિરિયલમાં સીતાના સ્વયંવર વખતે નિષાદરાજના સેનાપતિનું પાત્ર ભજવ્યું હતું. તો વળી ક્યારેક ક્યારેક સિરિયલમાં ભજનિકના પાત્રમાં પણ જોવા મળ્યા હતા, તો એકવાર તો ઋષિમુનીનુ પાત્ર પણ રામાનંદ સાગરે તેમને આંખ મીચીને ભજવવા આપી દીધું. માત્ર એટલું જ નહીં પણ વાનર સેનાના સૈનિક તરીકે પણ તેમણે ભૂમિકા ભજવી છે. અને સમુદ્ર દેવ તરીકે પણ તેમણે પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે.

image source

અસલમ ખાનની આ જ વિશેષતાના કારણે હાલ તેઓ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જો કે અસલમ ખાનના અંગત જીવનની વાત કરીએ તો તેઓ મૂળે ઉત્તર પ્રદેશના છે તેમનો જન્મ 1961માં ઝાંસીમાં થયો હતો. તેમના પિતા રેલ્વેમાં સરકારી નોકરી કરતા હતા. તેમણે પોતાનું ભણતર મુંબઈમાં પુરું કર્યું. જો કે અભિનયમાં વધારે કામ ન મળતા 2002થી તેઓ એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે તેમણે રામાયણ ઉપરાંત રામાનંદ સાગર દ્વારા નિર્મિત શ્રી કૃષ્ણા સિરિયલ તેમજ તે વખતે લોકોને ખૂબ ગમી ગયેલી સિરિયલ અલિફ લૈલામાં પણ અભિનય આપ્યો છે. આ ઉપરાંત તેમણે અન્ય સિરિયલો તેમજ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પણ આજે ફરી એકવાર રામાયણ રસિયાઓની બારીક નજરે તેમને ફરી પાછા જાણીતા બનાવી મુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ