“વાંચો અંડરવર્લ્ડ ડોન અબુ સલેમે કોણ છે, અને મોનિકા બેદી સલેમના જીવનમાં કેવી રીતે આવી.. “

મુંબઈ વિસ્ફોટમાં 250 થી વધુ લોકોનાં મોત, ક્યારે, શું બન્યું?

ડિસેમ્બર 1992 માં બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું,ત્યારબાદ મુંબઈમાં મોટા પાયે તોફાનો થયા હતા.આ પછી દાઉદ ઇબ્રાહિમ,ટાઇગર મેનન,મોહમ્મદ દોસા અને મુસ્તફા દોસાએ ‘બાબરી મસ્જિદ તોડવાનો બદલો લેવા’ મુંબઈમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી.વર્ષ 1993 હતું.એક પછી એક બ્લાસ્ટ.મુંબઈ હચમચી ઉઠ્યું.

image source

આ જ કેસમાં અબુ સાલેમ,મુસ્તફા દોસા,ફિરોઝ અબ્દુલ રશીદ ખાન,રિયાઝ સિદ્દીકી,તાહિર મર્ચન્ટ અને કરીમુલ્લા ખાનને સજા ફટકારવામાં આવી હતી.કરીમુલ્લા ખાન અને અબુ સલેમને આજીવન કેદ અને બે લાખ રૂપિયા દંડની સજા ફટકારી હતી. ફિરોઝ અબ્દુલ રશીદ ખાન અને તાહિર સિદ્દીકીને ફાંસીની સજા ફટકારી હતી.

અબુ સલેમને પોર્ટુગલથી ભારત લાવવામાં આવ્યો હતો.પોર્ટુગલ સાથેની સંધિમાંકોર્ટ અબુ સલેમને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા આપી શકે નહીં.જાણો 1993 માં મુંબઇમાં થયેલા બ્લાસ્ટ પછી શું બન્યું:

ક્યારે શુ થયું ?

1. મુંબઈમાં પહેલો બ્લાસ્ટ સ્ટોક એક્સચેંજની 28 માળની ઇમારતના ભોંયરામાં થયો હતો. ઘડિયાળમા 1.30 વાગ્યો હતો.જેમાં 50 લોકો માર્યા ગયા હતા. હજુ અહીંયાની ચીસો અટકી નોહતી ત્યાં જ અડધો કલાક પછી એક કારનો વિસ્ફોટ થયો. તે જગ્યા નરસીનાથ શેરી હતી.પછીના બે કલાકમાં,ત્યાં સળંગ 12 વિસ્ફોટો થયા.વિસ્ફોટો પછી શરદ પનવારે નિવેદન આપ્યું હતું કે 12 નહીં પણ 13 બ્લાસ્ટ થયા છે,એક બ્લાસ્ટ મુસ્લિમ વિસ્તારમાં પણ થયું હતું.

image source

2. આ વિસ્ફોટ શિવસેના ભવન,એર ઇન્ડિયા બિલ્ડિંગ,રોક હોટલ,પ્લાઝા સિનેમા,જુહુ સેંટુર હોટલ,સહાર એરપોર્ટ જેવા સ્થળોએ થયા હતા. એર ઇન્ડિયાની ઓફિસમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોએ જીવ ગુમાવ્યો અને 87 ઘાયલ થયા.

3. આ વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા અને 713 લોકો ઘાયલ થયા હતા.વિશ્વવ્યાપી સિરિયલ બોમ્બ વિસ્ફોટોનો આ પહેલો કેસ હતો.આશરે 27 કરોડની સંપત્તિને નુકસાન થયું છે.આ વિસ્ફોટોનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમની ધરપકડ થઈ શકી નથી.પોલીસના જણાવ્યા મુજબ વિસ્ફોટ ભારતની બાર રહેતા દાઉદએ કરાવ્યા હતા.

4. તારીખ 4 નવેમ્બર 1993,ના દિવસે 189 લોકો સામે 10,000 પનાની પ્રાથમિક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.સીબીઆઈને આ કેસ 19 નવેમ્બર 1993 ના રોજ મળ્યો હતો.આ કેસની સુનાવણી એપ્રિલ 1995 માં મુંબઇ ટાડા કોર્ટમાં શરૂ થઈ હતી. પછીના બે મહિનામાં આરોપીઓના આરોપો ઘડાયા હતા.

image source

5. સપ્ટેમ્બર 2006 માં કોર્ટે ચુકાદો આપવાનું શરૂ કર્યું.આ કેસમાં 123 આરોપીઓ હતા,જેમાંથી 12 આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.20 આરોપીને આજીવન કેદની સજા અને 68 આરોપીને તેનાથી ઓછી સજા ફટકારી હતી.23 લોકોનું નિર્દોષ હોવાનું જાણવા મળ્યું.નવેમ્બર 2006 માં સંજય દત્ત ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને AK -56 રાઇફલ રાખવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.સંજય દત્તની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 18 મહિના જેલમાં પસાર કરવા પડયા હતા.

6. વર્ષ 2006 મા મુંબઈની અદાલતે જે લોકોને વિસ્ફોટના ગુનેગાર માન્યા હતા,એમાં એક જ પરિવારના 4 લોકો મળેલા હતા.યાકુબ મેમણ,યુસુફ મેમણ,ઇસા મેમણ અને રુબીના મેમણ ને આતંકવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે દોષી માનવામાં આવ્યા હતા.આ ચુકાદામાં બ્લાસ્ટના વોન્ટેડ ટાઇગર મેમણનો ભાઈ યાકુબ મેમણને સજા સંભળાવવામાં આવી હતી.યાકુબ મેમણને 30 જુલાઈ 2015 ના રોજ મહારાષ્ટ્રની યરવાડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

image source

7. દેશ છોડીને ભાગવાવાળા મોસ્ટ વોન્ટેડ સલેમને ઇન્ટરપોલ સતત શોધી રહ્યા હતા.18 સપ્ટેમ્બર 2002 ના રોજ, ઇન્ટરપોલ દ્વારા અબુ સલેમને તેની ગર્લફ્રેન્ડ મોનિકા બેદી સાથે પોર્ટુગલના લિસ્બનમાં ધરપકડ કરવામાં આવી હતી.

8. ફેબ્રુઆરી 2004 માં,પોર્ટુગીઝની કોર્ટે ભારતમા પ્રત્યાર્પણને મંજૂરી આપી.ભારતમાં મુંબઇ બોમ્બ બ્લાસ્ટના કેસમાં તેની સામે કાર્યવાહી થવાની હતી.કહેવાય છે કે ડી કંપનીના છોટા શકીલે પોર્ટુગલમાં તેના હોવાની પોલીસને જાણ કરી હતી.

image source

9. માર્ચ 2006 માં,વિશેષ ટાડા કોર્ટે બોમ્બ વિસ્ફોટ કેસમાં અબુ સલેમની ભૂમિકા માટે તેના અને તેના સાથી રિયાઝ સિદ્દીકી વિરુદ્ધ આઠ આરોપો દાખલ કર્યા હતા.તેના પર શસ્ત્ર વિતરણનો પણ આરોપ હતો. ત્યારબાદ અબુ સલેમને ઉચ્ચ સુરક્ષા વચ્ચે મુંબઇની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો.

10. 16 જૂન 2017 ના રોજ,ખાસ ટાડા કોર્ટે અબુ સાલેમ,મુસ્તફા દોસા,ફિરોઝ અબ્દુલ રશીદ ખાન,તાહિર મર્ચન્ટ અને કરીમુલ્લા ખાનને વિસ્ફોટોના કાવતરાના દોષિત ઠેરવ્યા.અબ્દુલ કય્યુમ પુરાવાના અભાવને કારણે નિર્દોષ છુટી ગયો હતો.

image source

અબુ સલેમ,એ ક્રિમિનલ છે જે કેહતો હતો કે “‘કેપ્ટન બોલુ છુ”

અંડરવર્લ્ડ ડોન અબુ સલેમનો જન્મ 1960 ના દાયકામાં ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના સરાઇ મીર ગામમાં થયો હતો.તેની જન્મ તારીખને લઈને સીબીઆઈ અને મુંબઈ પોલીસ વચ્ચે મતભેદો છે.અબુ સાલેમનું પૂરું નામ અબુ સલેમ અબ્દુલ કય્યુમ અન્સારી છે.મુંબઇ પહોંચ્યાના થોડા મહિના પછી,અબુ સલેમની મુલાકાત અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના માણસો સાથે થઈ.પહેલા તો આ બાબત દુઆ સલામ સુધી રહી હતી,પરંતુ ટૂંક સમયમાં તેણે ડી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું.

image source

એસ હુસેન ઝૈદીએ પેંગ્વિન ફિકશન દ્વારા પ્રકાશિત ‘અબુ સાલેમ બોલ રહા હૂં’ નામની અબુ સાલેમ પર એક પુસ્તક લખ્યું છે.એસ હુસેને પોતાની પુસ્તકમાં લખ્યું છે કે અબુ સાલેમનો પહેલો ભોગ મુંબઇના પ્રોપર્ટી ડીલર પ્રદીપ જૈન હતા.પ્રદીપના ભાઈ સાલેમે કોલડોંગરીની સંપત્તિ છોડી દેવાની અથવા જીવ ખોવાની ધમકી આપી હતી. સલેમની ધમકીને ગંભીરતાથી ના લેવાનું પ્રદીપને ભારે પડ્યું.૭,માર્ચ 1995 ના રોજ,સલેમના શૂટર સલીમ હડ્ડીએ પ્રદીપ જૈનની ઓફિસમાં જઈને પ્રદીપને ગોળી મારી દીધી હતી.

આ પછી,જ્યારે સલેમે ગુલશન કુમારને દર મહિને 5 લાખ રૂપિયા આપવાનું કહ્યું ત્યારે ગુલશન કુમારે ના પાડી અને સાલેમે તેની પણ હત્યા કરી દીધી.ગુલશન કુમારની હત્યા પછી,સાલેમ બોલિવૂડમાં ભય પેદા કરવામાં સફળ સાબિત થયો.

image source

સલેમ જયારે ફિલ્મી હસ્તીઓને ફોન કરતો હતો ત્યારે તેણે પોતાનું નામ કેપ્ટન કહેવાનું શરુ કરી દીધું હતું. મુંબઈ પોલીસના ફોન ટેપીંગને કારણે સલેમે આ કોડ પસંદ કર્યો હતો.અબુ સલેમે દાઉદની ગેંગમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું હતું.આ સમય દરમિયાન મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેનો આરોપ દાઉદ ગેંગ પર હતો, ત્યારબાદ દાઉદ ઇબ્રાહિમ અને તેની ગેંગે દુબઈમાં આશરો લીધો હતો.

મોનિકા બેદી સલેમના જીવનમાં કેવી રીતે આવી

મોનીકા બેદીએ બ્રિટેનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યા પછી તેને મુંબઈ આવીને ડાંસ શીખ્યો.મોનિકાને મુકેશ દુગ્ગલની ફિલ્મ ‘સુરક્ષા’ મળી.દુગ્ગલ સલેમની નિકટતા માટે જાણીતો હતો.1998 માં, મોનિકા પહેલીવાર ફોન પર સલેમના સંપર્કમાં આવી.

image source

મોનિકા દુબઇમાં હતી,ત્યારે તેને ફોન પર દુબઈમાં સ્ટેજ શૉ કરવાની ઓફર મળી સલેમ અને મોનિકા બેદી ત્યાં મળ્યા. અબુ સલેમ પોતાને એક ઉદ્યોગપતિ કહેતો હતો.એ પાર્ટીથી શરુ થયેલ સબંધનો ઘણા દેશો અને ઘણી જેલોમાં સલેમ સાથે સજા ફટકાર્યા પછી 4 જુલાઈ 2007 ના દિવસે અંત આવ્યો.આ તારીખે,લિસ્બનમાં સલેમ સાથે તેની ધરપકડના 5 વર્ષ પછી મોનિકા બેદીને ભારતની જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી.

મોનિકા બેદી ઘણી વખત પોતાના ઇન્ટરવ્યુમાં કહેતી રહી છે કે તે અબુ સલેમ સાથે વર્ષો સુધી રહી,પણ તેને અબુ સલેમ સાથે લગ્ન નથી કર્યા.તે જ સમયે,અબુ સલેમે મીડિયાને જણાવ્યું હતું કે તેણે મોનિકા બેદી સાથે 2000 માં લોસ એન્જલસની એક મસ્જિદમાં લગ્ન કર્યા હતા.મોનિકા બેદી પહેલાં સાલેમને સમીરા નામની છોકરી સાથે પ્રેમ થઈ ગયો.બંને ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધાં હતાં. નાબાલિક હોવાથી તેના પરિવારે કેસ દાખલ કર્યો હતો.પણ સલેમ સમીરાને કારણે બચી ગયો.સમિરા આજે પણ બાળકો સાથે અમેરિકા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ