બોલિવૂડની આ ફેમસ અભિનેત્રીએ ફિલ્મી કેરિયરનુ કહી દીધુ અલવિદા, અનેક લોકો થયા નારાજ

બોલીવૂડની પ્રથમ 100કરોડની કમાણી કરનાર ફિલ્મની અભિનેત્રી અસિન – શા માટે છોડી 7 ફિલ્મો બાદ સફળ કારકીર્દી, બોલીવૂડના એ લિસ્ટરો સાથે કેરિયરની શરૂઆતમાં જ કામ કરનાર અભિનેત્રી અસિને શામાટે 7 ફિલ્મો બાદ ફિલ્મી કેરિયરને કહી દીધું અલવિદા !

Asin Thottumkal - IMDb
image source

બોલીવૂડમાં જો કોઈ અભિનેત્રીએ પ્રવેશ કરવો હોય તો તેના માટે સૌથ મોટી બાબત તેની પ્રથમ ફિલ્મનો હીરો હોય છે. ભાગ્યે જ એવી કોઈ નસીબદાર અભિનેત્રી હોય છે જેમને બોલીવૂડના દીગ્ગજ અભિનેતા સાથે પ્રથમ ફિલ્મ કરવાનો મોકો મળે. આજે આપણે આવી જ એક બોલીવૂડ અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છે. અભિનેત્રીનું નામ છે અસિન. અસિનની બોલીવૂડ કેરિયરની શરૂઆત ખૂબ જ ધમાકેદાર રહી હતી. તેણે આમિર ખાન જેવા દિગ્ગજ સ્ટાર સાથે પોતાની પ્રથમ બોલીવૂડ ફિલ્મ કરી હતી. જે સુપરડુપર હિટ રહી હતી. ફિલ્મનું નામ હતું ગજની.

Aamir Asin
image source

એક ઇન્ટર્વ્યુમાં જ્યારે આમીર ખાનને આ ફિલ્મ સાઇન કરવા પાછળનું કારણ પુછવામાં આવ્યું ત્યારે તેણે એવું નહોતું કહ્યું કે આ ફિલ્મમાં તેનું પાત્ર અલગ છે માટે તેણે ફિલ્મ સાઇન કરી પણ તેને આ ફિલ્મમાં હિરોઈનનું પાત્ર ખૂબ ગમી ગયું હતું અને માટે તેણે આ ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં અસિને આમિર ખાનની પ્રેમિકાનું પાત્ર ભજવ્યું છે. તેના કેરેક્ટરને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ બાદ અસિને સલમાન સાથે બે સુપરહિટ ફિલ્મો કરી. હવે જ્યારે તમે એક પછી એક સુપરહિટ ફિલ્મ આપતા હોવ ત્યારે એ નક્કી થઈ જાય છે કે તમે બોલીવૂડની ટોપ લીગમાં સમાવિષ્ટ હોવ. પણ અસિનને તો જાણે બીજું જ કંઈક મંજૂર હતું. પોતાની કેરીયરના પીક પર તેણીએ લગ્ન કરી લીધા અને બોલીવૂડથી દૂર થઈ ગઈ.

Aamir Khan, Asin, Birthday Special: Unknown Facts' in news | Scoop.it
image source

અસીન થોટુમ્મકલે 2008માં આમિર ખાન સાથે ફિલ્મ ગઝનીથી પોતાની બોલીવૂડ કેરિયરની શરૂઆત કરી હતી. જો કે તેણી 2001થી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી રહી હતી. અને તેણી મૂળ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ગઝનીની પણ હીરોઈન રહી ચૂકી છે. બોલીવૂડમાં જ્યારે આ ફિલ્મની રીમેક બની તો લીડ રોલ સૂર્યાની જગ્યાએ આમિરખાને ભજવ્યો જો કે હીરોઈન તરીકે તો અસીનને જ રાખવામાં આવી. ગજની ફિલ્મ સુપરહિટ થઈ અને અસિનને પણ સારા સારા હીરોઝ સાથેની ફિલ્મો ઓફર થવા લાગી.

image source

2009માં અસિને પોતાની બીજી ફિલ્મ લંડન ડ્રીમ્સમાં સલમાન ખાન સાથે કામ કર્યું. જો કે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઈએ તેવી સફળતા નહોતી મળી શકી. આ ફિલ્મમાં સલમાન અને અજય દેવગન 10 વર્ષ બાદ સાથે કામ કર્યું હતું. અને આ એક કારણ પર ફિલ્મને હીટ નહોતું કરાવી શક્યું. પણ અસિનથી દર્શકો તેમજ સલમાન પ્રભાવિત થયા હતા. અને સલમાને પોતાની બીજી ફિલ્મ અસીન સાથે કરી. 2011માં અસિને સલમાન સાથે રેડી ફિલ્મ કરી. આ ફિલ્મે 100 કરોડની કમાણી કરી. તેની પ્રથમ ફિલ્મ ગઝનીએ પણ 100 કરોડની કમાણી કરી લીધી હતી ત્યાર બાદ રેડી પણ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ.

Gajan on Twitter: "#Thalapathy #Vijay, #Asin & director #Siddique ...
image source

હવે તેણી નિર્માતાઓની ફેવરીટ બની ગઈ હતી. પણ અસિન પોતાની ફિલ્મોને લઈને ખૂબ જ ચૂઝી હતી. તેણી એક વર્ષમાં એક જ ફિલ્મ કરતી અને રેડી બાદ તેણે હાઉસફુલ 2માં કામ કર્યું. જો કે 2012માં તેણીની એક પછી એક ત્રણ ફિલ્મો આવી, હાઉસફુલ 2, બોલ બચ્ચન અને ખિલાડી 786.

image source

આ બધી ફિલ્મોએ બોક્ષઓફિસ પર સારું પ્રદર્શન કર્યું. આ બધી જ ફિલ્મોમાં અસિન ઇન્ડસ્ટ્રીના દીગ્ગજ અભિનેતાઓ સાથે જોવા મળી હતી. કોઈ પણ અભિનેત્રી માટે આમિર, સલમાન, અક્ષય અને અજય સાથે કામ કરવું એ એક સ્વપ્ન સમાન હતું. પણ અચાનક અસિન બોલીવૂડથી દૂર થઈ ગઈ.

image source

તેણીએ છેલ્લી ફિલ્મ ઓલ ઇઝ વેલ કરી જે બોક્ષ ઓફિસ પર નિષ્ફળ રહી અને ત્યાર બાદ તેણીએ બોલીવૂડ કે સાઉથની એક પણ ફિલ્મ સાઇન ન કરી. અને તેણે તે જ વખતે માઇક્રોમેક્સના સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મિ કેરિયરને બાય બાય કહી દીધું.

It's Official: Asin marries Rahul Sharma (see pics) | Bollywood ...
image source

તમને જણાવી દઈએ કે રાહુલ શર્મા અને અસિનને એકબીજાની નજીક લાવનાર બીજું કોઈ નહીં પણ અક્ષય કુમાર છે. તેણે જ આ બન્નેનો સંપર્ક કરાવ્યો હતો. આજે અસિન ભલે ફિલ્મોથી દૂર હોય પણ તેણી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે.

image source

તેણી તેના પર અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. તેણી ઇન્સ્ટાગ્રામ પર પોતાની દીકરી તેમજ પતિનિ તસ્વીરો શેર કરતી રહે છે. તેણીએ 2017માં એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ