પોતાના લગ્ન માટે ભુજના આ યુવાને ઘરે જ બનાવી ક્રિએટીવ કંકોત્રી, આજે છે વિદેશોમાં પણ પ્રખ્યાત. પ્રેરણાદાયી

લગ્નની તારીખ, તિથી અને દંપતીના નામ સાથેનું જીવનભરનું સંભારણું રહે તેવું વેડિંગ કાર્ડ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.

તમારા લગ્ન થવાના હોય અને તમે ઇચ્છતા હોવ કે તમારા પ્રિય પાત્રને કોઈ એવી ગીફ્ટ આપો કે જે એને પોતાને તો ગમે જ, પણ તેના આખા પરિવારને પણ અત્યંત પસંદ આવે તો વેવાઈને અપાતું સ્પેશીયલ પ્રકારનાં મડવર્કમાંથી બનેલુ વેડિંગ કાર્ડ (કંકોત્રી) એના માટેની પરફેક્ટ ગીફ્ટ છે. અને સાથે એમના ઘરની શોભામાં પણ અભિવૃધ્ધિ થાય,અને તેઓ બધા સંબંધીઓને પણ હોંશે હોંશે બતાવે એ ખુશી તો અલગ જ. આવી ગીફ્ટ માત્ર નવદંપતી માટે જ નહિ, પરંતુ પુરા પરિવાર માટે એક યાદગાર સંભારણું બની ને રહે છે.


કચ્છના ભુજ શહેરમા રહેતા પ્રકાશભાઈ ગીરીને પોતાના લગ્ન સમયે આ પ્રકારની જ મુંજવણ થઇ હતી અને તેમણે એવી પરફેક્ટ ગીફ્ટ શોધવા માટે ઘણી તપાસ કરી હતી. કચ્છમાં મડવર્ક બહુ પ્રખ્યાત છે પણ સમય જતા તે તૂટવા અને ખરવા માંડે છે જેને કારણે તેની ઓરીજીનલ સુંદરતા રહેતી નથી. આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને પ્રકાશભાઈએ અનેક પ્રયોગો અને સંશોધનો કર્યા. જેના પરિણામ સ્વરૂપે એમણે પોતાના લગ્ન સમયે પોતાના થનાર પત્ની રોહિણી અને તેમનાં પરિવારને સ્પેશીયલ પ્રકારનાં મડવર્કમાંથી બનેલી વેડિંગ કંકોત્રી (કાર્ડ) ગીફ્ટ કરી.

અનબ્રેકેબલ અને લોંગ-લાઈફ સુધી ટકી રહે છે.

આ ગીફ્ટ અને તેના ફોટો રાતોરાત એટલા પ્રખ્યાત થઇ ગયા કે એમના બીજા સગા-સંબંધી, મિત્રો તેમજ દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ પાસેથી ઢગલો ઓર્ડર આવવા માંડ્યા. પ્રકાશભાઈએ તૈયાર કરેલા મડવર્કની ખાસિયત એ છે કે તેને એવી પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવે છે કે જેનાથી એ અનબ્રેકેબલ અને લોંગ-લાઈફ સુધી ટકી રહે છે. આને લીધે ગ્રાહકે ખર્ચેલા પૈસાનું તેમને પૂરું વળતર મળી રહે છે. વધુ મજબુત, ટકાઉ અને ૩૦-૩૫ વર્ષ સુધી ખરાબ ના થાય એવું આર્ટવર્ક બનાવાથી એમની કળા જબ્બરદસ્ત ડીમાંડમાં રહે છે.

બધાને પોસાય તેવા બજેટ તેમજ આર્ટવર્ક પ્રમાણે વિવિધ ઓપશન્સ.

આ સાથે લગ્ન પ્રસંગે વેવાઈને અપાતી કંકોત્રી પણ અલગ રીતે ડિઝાઇન કરે છે. લગ્નની તારીખ, તિથી અને દંપતીના નામ સાથેનું જીવનભરનું સંભારણું રહે તેવું વેડિંગ કાર્ડ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. જે માટે લોકો જેમ લગ્નનું બધુ એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે એવી જ રીતે પ્રકાશભાઈ પાસે વેવાઈ સ્પે. કાર્ડનું પણ એડવાન્સ બુકિંગ કરાવી ઓર્ડર લખાવી દેતા હોય છે. જેથી લગ્નની સીજનમાં તેમને તેમનું જીવનભરણું સંભારણું આર્ટવર્ક સમયસર મળી રહે. તેમનો આ કોન્સેપ્ટ લોકોને એટલો બધો પસંદ આવી રહ્યો છે કે, રાજસ્થાની લોકોએ તેમના લગ્નપ્રસંગે બનાવાતો ‘દેવાકોઠો’ (જેમાં શુભ ચિન્હ, ગણેશ નામ હોય, અને જે લગ્નની વિધિમાં પ્રથમ મૂકાય છે ) બનાવવાની માંગણી કરી અને એ પણ ખુબ જ હોંશે હોંશે ભુજથી રાજસ્થાન લઈ જાય છે અથવા તો મંગાવે છે.


‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ આ અમિતાભ બચ્ચનનું સ્લોગન તમે સાંભળ્યુ જ હશે. કચ્છમાં ઘણી બધી એવી કળાઓ છે જે જગવિખ્યાત છે. એમાંની એક એટ્લે આ ‘મડવર્ક’. પ્રકાશભાઈ ગીરીને કચ્છ અને કચ્છની પોતાની જન્મભૂમિની માટી પ્રત્યે અનેરો લગાવ છે. એટલે જ ફાઇન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે કચ્છની માટી અને કચ્છની માટીની આગવી ઓળખ ઊભી કરવાનું બીડું ઉપાડી લીધું છે, અને ૨૦૦૧થી ‘આર્ટમુદ્રા’નાં નામ હેઠળ એક-એકથી ચડિયાતી કલા-કૃતિઓ વિશ્વફલક પર મૂકી ચૂક્યા છે.


એમના પ્રયોગોએ કચ્છી મડવર્કનાં ક્ષેત્રમાં જાણે નવા પ્રાણ ફૂંક્યા છે. તેમણે તેમના પરિવારના સપોર્ટથી અને તેમની બહેનો સાથે મળીને આ વર્ક સાથેના વોલ-પીસ, વોલ-કલોક, ટેબલ-ટોપ, ગ્રીટિંગ્સ કાર્ડ, ડાયરી, અને અન્ય આર્ટ વર્કનાં અનેક એક્ઝીબીશન કરેલા છે અને વિદેશના લોકોએ પણ ખુબ જ પસંદ કર્યા છે. તેમના ડિઝાઇન કરેલા આર્ટવર્ક ભારતના દિલ્હી, મુંબઈ, બેંગલોરની સાથે સાથે કેનેડા, ઇંગલેંડ, ઓસ્ટ્રેલીયામાં રહેતા કલા ચાહકોના ઘરમાં પણ શોભાયમાન છે.


તેમના આર્ટવર્કમાં કિ-સ્ટેન્ડ, પેન-સ્ટેન્ડ, શો-પીસ, ડોર હેંગિંગ, નાની-મોટી સાઈઝના ઘડિયાળ, નેમ પ્લેટ, કિચેઇન, ગિફ્ટ બોક્સ, કલે-પેઇન્ટિંગ જેવી લોકોની માંગણી મુજબ અને તેમના બજેટ મુજબ અનેક વસ્તુઓ બનાવે છે.


હર્ષ અનુભવતા પ્રકાશભાઈ જણાવે છે કે, લગ્ન પછી હવે આ કામમાં તેમના પત્ની રોહિણીબહેન પણ જોડાઈ ગયા છે. હવે બંને સાથે મળીને ગ્રાહકના ઇંટિરિયર મુજબ કસ્ટમાઈઝ અને યુનિક વૉલપીસ ડિઝાઇન કરે છે. જેમાં હોલના સેન્ટર ટેબલ કે બેડરૂમની બેડ પાછળની સંપૂર્ણ વોલનું ફર્નિચર પણ આ વર્ક સાથે ડિઝાઇન કરે છે.


પ્રકાશભાઈ અને રોહિણીબહેન આ બધુ આર્ટવર્ક ખુબ જ દિલથી બનાવે છે અને જણાવી રહ્યા છે કે, આર્ટવર્કમાં પ્રથમ અમને સંતોષ થવો જોઈએ. પછી જ અમે ગ્રાહકોને આપીએ છીએ. તેમજ ભગવાનની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી દરેક ગ્રાહકને તેમનું બનાવેલ આર્ટવર્ક પસંદ આવી રહ્યું છે.


આ તમામ આર્ટવર્કની કિંમતની વાત કરીએ તો –

વેડિંગ કાર્ડની કિંમત ૨૫૦૦ રૂપિયાથી શરુ થાય છે. એમાં કસ્ટમરની જરૂરીયાત પ્રમાણે વધુ કસ્ટમાઈઝ કરી શકાય છે.


વોલ-પીસની કિંમત ૧૫૦૦ રૂપિયાથી શરુ થાય છે. એમાં પણ કસ્ટમરની જરૂરીયાત પ્રમાણે વધુ કસ્ટમાઈઝ કરી શકાય છે.


પ્રકાશભાઈએ ૬૦,૦૦૦/- રૂપિયાના ડીઝાઈનર વોલ-પીસ પણ વિદેશોમાં એક્ષ્પોર્ટ કરેલા છે.


જ્યારે વોલ-કલોક અને ડોર-હેન્ગીંગની કિંમત ૧૦૦૦ રૂપિયાથી શરુ થાય છે


પ્રકાશભાઈનાં જણાવ્યા મૂજબ, બહારગામથી કે વિદેશથી આવતા ઓર્ડરનું પેકિંગ પણ બોક્સ અથવા ફ્રેઝાઈલ-ફ્રી પેકેજીંગમાં ખુબ સલામતી અને સાવચેતી ભર્યું કરવામાં આવે છે અને પછી જ મોકલવામાં આવે છે.


તો આપ પણ આપના બજેટ મુજબ તમને જેવુ પસંદ પડે એવું આર્ટવર્ક બનાવડાવવું હોય તો આજે જ પ્રકાશભાઈનો સંપર્ક કરો.

વોટ્સએપ નંબર – 9427235234 ઉપર અથવા એમના ફેસબુક પેજ (Art Mudra – https://www.facebook.com/ArtMudra/) પર મેસેજ કરી શકો છો. તેમણે ફેસબુક પર “આર્ટ મુદ્રા” (“Art Mudra”) કરીને એક પેજ પણ બનાવ્યું છે જેમાં તમે અલગ અલગ પ્રકારનાં આર્ટવર્ક જોઈ શકો છો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ