શું તમે નિહાળ્યો છે ગુજરાતનો ઐતિહાસિક ઈડરિયો ગઢ?

૧/૪ ક્યાં આવેલું છે ઈડર તથા ઈડરિયો ગઢ?

ગુજરાત રાજ્યનાં ઉત્તર-પૂર્વ હિસ્સામાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો મુખ્ય તાલુકો છે ઈડર, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. તે અમદાવાદથી ૧૨૦ કિમી ઉત્તર તરફ આવેલું છે તેમજ અરવલ્લીની ગિરિમાળાઅો વચ્ચે સ્થિત શહેર છે. ઈડરિયો ગઢ પણ ઈંડરમાં જ આવેલો છે.

૨/૪ ઈડરની આસપાસનાં જોવાલાયક સ્થળો વિશે જાણો

ઈડરિયો ગઢ,પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર જે ઈડરિયા ગઢનાં બે-ચાર પગથિયા ચડતા સાથે જ ડાબી તરફની અેક પ્રાકૃતિક ગુફાની અંદર આવેલું છે. રાજમહેલ,મહાકાળી મંદિર,પુરાતન પંચમુખી મહાદેવ મંદિર,પાતાળ કુંડ,દિગંબર/શ્વેતાંબરનાં જૈન દેરાસરો આદિ જોવાલાયક સ્થોળોનો સમાવેશ થાય છે.

૩/૪ ઈડર નજીક આવેલી રણમલ ચોકી

અહીં લગભગ ત્રણ કિલોમીટરની દૂરી પર ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની ભૂમિ તરીકે અોળખાતું શ્રીમદ્ રાજચંદ્ર વિહાર નામક દિવ્ય સ્થળ આવેલું છે. સાથે જ ઈડર ઘાટીમાં ઉતરતા પૌરાણિક વાવ પણ આવેલી છે. ત્યાં નજીક સ્થિત રણમલ ચોકી પણ નિહાળવા લાયક છે.

૪/૪ જાણો ઈડરિયા ગઢની ઉપર આવેલી જગ્યાઓ વિશે.

આ ઉપરાંત ઈડરિયા ગઢની ઉપર તળાવ,પવન પાવડીઓ,સર્પાકારનાં પથ્થરો,મહેલની નજીક આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર સનસેટ પોઈન્ટ વગેરા જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ