જો આ લોકો અર્પિતાને ના મળ્યા હોત તો આજે અર્પિતા જીવતી હોત સાવ સાદી જીંદગી, વાંચો તો ખરા રોડ પરથી કેવી હાલતમાં મળી હતી

બોલિવુડના દબંગ ખાનનો આખો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. જ્યાં સલમાન ખાન બોલિવુડના મોટા સુપરસ્ટારમાંથી એક છે તો અરબાઝ ખાન અને સોહેલ ખાન એકટર હોવાની સાથે સાથે ફિલ્મ પણ પ્રોડ્યુસ કરે છે. સલીમ ખાન પણ બોલિવુડના જાણીતા લેખક છે. એમને બે પત્નીઓ છે સલમાં ખાન અને હેલન. અને દીકરી અલવીરાની સાથે સાથે એમને અન્ય એક દીકરી પણ છે અર્પિતા ખાન, જે ફિલ્મોમાં ન આવવા છતાં પણ લાઈમલાઈટમક જળવાઈ રહે છે

image source

અર્પિતા ખાન વિશે એ વાત બધા જ જાણે છે કે સલીમ ખાન દ્વારા એમને દત્તક લેવામાં આવી છે. સલીમ ખાને અર્પિતાને એ સમયે દત્તક લીધી હતી જ્યારે એમની અસલી માતાનું મુંબઈની સડકો પર અવસાન થઈ ગયું હતી. જણાવવામાં આવે છે કે અર્પિતા પોતાની માતાના શબ પાસે બેસીને રડી રહી હતી. એ સમયે સલીમ ખાનની નજર અર્પિતા પર પડી હતી.

image source

હેલન અને સલીમ ખાન સડક પરથી જઈ રહ્યા હતા ત્યારે એમને એક નાનકડી છોકરીને પોતાની માતાની ડેડ બોડી પાસે રડતા જોઈ. હેલન અને સલીમે તરત જ અર્પિતાને દત્તક લેવાનો નિર્ણય કરી લીધો. આજે અર્પિતા ન ફક્ત ખાન પરિવારની લાડકી દીકરી છે પણ એમને આયુષ શર્મા સાથ3 લગ્ન કર્યા છે અને બે બાળકોની માતા પણ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે અર્પિતાના પતિ આયુષ શર્મા પણ ફિલ્મોમાં આવી ચુક્યા છે.

image source

વાત કરીએ અર્પિતા ખાનની તો એમને શરૂઆતનો અભ્યાસ મુંબઈમાં કર્યો. એ પછી એમને ફેશન કોર્સ કરવા માટે લંડન સ્કૂલ ઓફ ફેશનમાં એડમિશન લઈ લીધું. લંડનથી અભ્યાસ કરીને જ્યારે અર્પિતા મુંબઈ પરત આવી ત્યારે એમને અહીંયા જ એક ઇન્ટિરિયર ડિઝાઈનર ફર્મમાં નોકરી કરી. અર્પિતાનો આખો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે પણ અર્પિતાએ ખુદને બોલિવુડથી દૂર રાખી.

image source

વર્ષ 2014માં અર્પિતા ખાનએ પોતાનાથી એક વર્ષ નાના આયુષ શર્મા સાથે લગ્ન કરી લીધા. આયુષ શર્મા હિમાચલ પ્રદેશના સૌથી પ્રતિષ્ઠિત રાજનૈતિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એમના દાદા કેન્દ્રીય મંત્રી હતા અને હિમાચલમાં દુરસંચાર ક્રાંતિ લાવવાનો શ્રેય એમને આપવામાં આવે છે. તો એમના પિતા અનિલ શર્મા એક વરિષ્ઠ કોંગ્રેસ નેતા રહી ચૂક્યા છે. અર્પિતા ખાન આયુષ શર્મા સાથે લગ્ન પછી ઘણી જ ખુશ દેખાય છે અને સોશિયલ મીડિયા પર ઘણીવાર એમની અને એમના બાળકોની તસવીરો જબરદસ્ત વાયરલ થતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત