ફરીથી હવામાં ઉડાન ભરશે બોઈંગ 737 મેક્સ વિમાન, બે વર્ષથી હતો પ્રતિબંધ, જાણો કેમ

યુરોપિયન યુનિયન એવિએશન સેફટી એજંસીના એક્સીક્યુટીવ પેટ્રિક કઈએ જણાવ્યું કે, સુરક્ષાના સિદ્ધાંતો પર આ વિમાન બરાબર સાબિત થયા છે એટલા માટે એમને ઉડાન ભરવા માટે અનુમતિ આપવામાં આવી રહી છે. બોઈંગ ૭૩૭ મેક્સ વિમાનને ઉડાવનાર પાયલટને પણ ટ્રેનીંગમાં દરેક માહિતીથી અવગત કરાવવામાં આવ્યા છે.

-સમીક્ષા થયા બાદ વિમાનમાં કરવામાં આવ્યા છે બદલાવ.

image source

-માર્ચ, ૨૦૧૯માં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા વિમાન.

-વિમાનોની ફરિયાદ આવ્યા બાદ ઉઠાવવામાં આવ્યું હતું આ પગલું.

યુરોપમાં બોઈંગ ૭૩૭ મેક્સ વિમાનોની સેવા ફરીથી શરુ થવા જઈ રહી છે. બે વર્ષની સમીક્ષા બાદ આ બોઈંગ ૭૩૭ મેક્સ વિમાનોને આવનાર અઠવાડિયાથી ઉડાન ભરવા માટે મંજુરી આપી દેવામાં આવશે. વીતેલ વર્ષોમાં બે ૭૩૭ મેક્સ દુર્ઘટનાના શિકાર થઈ ગયા હતા. ત્યાર બાદ વિમાનની સમીક્ષા કરવામાં આવી રહી હતી. યુરોપિયન એવિએશન સેફટી એજંસી દ્વારા આ વાતની જાણકારી આપી છે.

image source

યુરોપિયન યુનિયન એવિએશન સેફટી એજંસીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પૈટ્રિકએ જણાવ્યું છે કે, સુરક્ષાના સિદ્ધાંતો પર આ વિમાન ખરા ઉતર્યા છે એટલા માટે એમને ઉડાન ભરવા માટે મંજુરી આપવામાં આવી રહી છે. આ વિમાનને ઉડાવનાર પાયલટને પણ ટ્રેનીંગ દરમિયાન તેની તમામ જાણકારી વિષે અવગત કરાવવામાં આવ્યા છે. જર્મનીની એવિએશન પ્રેસ ક્લબ તરફથી આયોજિત એક ઓનલાઈન કાર્યક્રમમાં પૈટ્રિકએ કહ્યું છે કે, બોઈંગ ૭૩૭ મેક્સ વિમાનોને ફરીથી ઉડાન ભરવા માટે મંજુરી આવનાર અઠવાડિયાથી આપી દેવામાં આવશે.

image source

ખાસ વાત એ છે કે, બોઈંગ ૭૩૭ વિમાનો દુર્ઘટનાના શિકાર થયાના બે મામલાઓ સામે આવ્યા હતા જ્યાર બાદ માર્ચ, ૨૦૧૯થી આ વિમાનોને ઉડાન ભરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ જકાર્તામાં લાયન એર ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જયારે માર્ચ, ૨૦૧૯માં ઈથોપીયન એરલાઈન્સના વિમાન પણ દુર્ઘટનાનો સીકર થયા હતા. કુલ ૩૪૬ વ્યક્તિઓ આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.

image source

તપાસકર્તાઓએ કહ્યું હતું કે, વિમાનને દુર્ઘટનાગ્રસ્ત થવાનું કારણ કોમ્પ્યુટર સિસ્ટમ હતી જેના કારણે પાયલટ વિમાનને નિયંત્રણ કરી શક્યા હતા નહી.

image source

ફરીથી ઉડાન ભરવા માટે તૈયાર આ વિમાનોમાં Maneuvering Characteristics Augmentation System ફીચર પણ થઈ ગયા. આ શરત પર જ એમને ઉડાન ભરવા માટે મંજુરી આપવામાં આવી છે. આની પહેલાના બોઈંગ ૭૩૭ વિમાનોમાં આ ફીચર હતા નહી. ગત મહીને અમેરિકામાં પણ ૭૩૭ મેક્સ વિમાનોને ઉડાન ભરવાની પણ મંજુરી આપી દેવામાં આવી છે. આ વિમાનોમાં ઓટોમેટેડ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત