અમિતાભ બચ્ચનથી લઇને આ સેલેબ્સ નવરાશની પળોમાં કરે છે કંઇક આવા કામ, જે જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!

બોલિવુડના ઘણા કલાકારો પોતાનો મોટાભાગનો સમય કેમેરા સામે જ પસાર કરે છે જેથી લોકોને પોતાની દમદાર એક્ટિંગથી એન્ટરટેન કરી શકે. શૂટિંગમાં બીઝી રહેવાના કારણે આ સેલેબ્સને પોતાના માટે સમય જ નથી મળતો. પણ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આ કલાકારોને પોતાના બીઝી શિડયુલમાંથી થોડી નવરાશ મળે છે તો એ શું કરવાનું પસંદ કરે છે? તો ચાલો જાણી લઈએ બોલિવુડના તમારા મનગમતા કલાકારો આખરે પોતાના નવરાશના સમયને ખાસ બનાવવા માટે શું કરે છે?

સલમાન ખાન

image source

બોલિવુડના દબંગ એકટર સલમાન ખાનને ચાહનારાઓનું એક લાબું લિસ્ટ છે પણ શું તમે જાણો છો કે ભાઈજાન પોતાના નવરાશના સમયમાં શુ કરે છે? એ વાતથી તો સૌ કોઈ પરિચિત છે સલમાનને કાર અને બાઈકનો શોખ છે પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે એ નવરાશના સમુમાં પેઇન્ટિંગ બનાવવી પસંદ કરે છે. સલમાનની ઘણી પેઇન્ટિંગ ઊંચી કિંમતે વેચાઈ પણ ચુકી છે.

અમિતાભ બચ્ચન

image source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન મોટાભાગના સમયમાં શૂટિંગમાં બીઝી રહે છે પણ જ્યારે પણ એમને થોડો ફુરસ્તનો સમય મળે તો એ લખવાનું પસંદ કરે છે. પોતાની નવરાશની પળોને ખાસ બનાવવા માટે બિગ બી કવિતાઓ લખે છે અને પોતાનો બ્લોગ પણ લખે છે.

શાહરુખ ખાન.

image source

બોલિવુડના કિંગ ખાન શાહરુખ પાસે આમ તો કોઈપણ વસ્તુ માટે સમય ઘણી મુશ્કેલીથી નીકળે છે, પણ પોતાના બીઝી શિડયુલમાંથી સમય કાઢીને એ પોતાના મિત્રો સાથે વિડીયો ગેમ રમવું પસંદ કરે છે. થોડા સમય પહેલા જ એમને જણાવ્યું હતું કે એમને લેટેસ્ટ વિડીયો ગેમ્સ રમવી ખૂબ જ ગમે છે.

આમિર ખાન.

image source

મિસ્ટર પરફેક્ટનિષ્ટ આમિર ખાન પોતાની લાજવાબ એક્ટિંગ દ્વારા પોતાની ફિલ્મોને નવા લેવલ પર લઈ જવા માટે જાણીતા છે. જો કે જ્યારે પણ આમિર ખાનને પોતાના બીઝી શિડયુલમાંથી સમય મળે છે એ ડ્રમ વગાડવાનું પસંદ કરે છે.

સૈફ અલી ખાન.

image source

બોલિવુડના છોટે નવાબ સૈફ અલી ખાન પણ નવરાશના સમયમાં પોતાના શોખ પુરા કરે છે. જ્યારે પણ એમને થોડો સમય મળે છે તો એ ગિટાર વગાડવાનું પસંદ કરે છે.સૈફ ઘણા વર્ષોથી ગિટાર વગાડે છે. એમનું માનવું છે કે ગિટાર વગાડીને એ પોતાને થાકથી દૂર રાખે છે અને એમને અદભુત શાંતિ મળે છે.

શ્રદ્ધા કપૂર.

image source

બોલીવુડની યંગ એક્ટ્રેસમાં સામેલ શ્રદ્ધા કપૂર ઘણી ફિલ્મોમાં દેખાઇ ચુકી છે. આશીકી 2ની એક્ટ્રેસ શ્રદ્ધાને જ્યારે પણ સમય મળે છે તો એ ગાર્ડનિંગ કરવું પસંદ કરે છે. એમને હરિયાળી ખૂબ જ ગમે છે એટલે એ પોતાના નવરાશના સમયને ગાર્ડનિંગ કરવામાં પસાર કરે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા.

image source

બોલિવુડના ગુડ લુકિંગ અને ટેલેન્ટેડ એકટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ખૂબ જ ઓછા સમયમાં બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર સિદ્ધાર્થ પોતાના નવરાશના સમયમાં ડૂડલિંગ એટલે કે કાર્ટૂન બનાવવાનું પસંદ કરે છે.

આલિયા ભટ્ટ.

image source

બોલીવુડની ક્યૂટ અને ચુલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટ લાખો યુવાનોના દિલ પર રાજ કરે છે. આલિયા પાસે આમ તો ઢગલાબંધ ફિલ્મો છે પણ જ્યારે પણ એમને નવરાશનો સમય મળે છે તો એ પેઇન્ટિંગ કરવું પસંદ કરે છે. આલિયા પોતાના ફુરસ્ત સમયમાં ચારકોલ પેઇન્ટિંગ કરે છે.

ઋત્વિક રોશન

image source

અભિનેતા ઋત્વિક રોશન કેમેરા સામે પોતાન દમદાર પરફોર્મન્સ માટે જાણીતા છે. બૉલીવુડના સુપરસ્ટારમાં સામેલ ઋત્વિક પણ પોતાના નવરાશના સમયમાં પોતાના શોખ પુરા કરે છે. એમને ફોટોગ્રાફીનો શોખ છે અને એ નવરાશના સમયમાં ફોટોગ્રાફી કરીને પોતાની એ પળોને ખાસ બનાવે છે.

રણદીપ હુડા

image source

એકટર રણદીપ હુડા ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે પણ એ સ્પોર્ટ્સમાં પણ ઘણા એક્ટિવ છે. એટલે સુધી કે એમને સ્પોર્ટ્સમાં ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે પણ શું તમે જાણો છો કે રણદીપ પોતાના નવરાશના સમયમાં ઘોડેસવારી કરવું પસંદ કરે છે. રનદીપે પોતાની એક ફાર્મ હાઉસ પણ બનાવ્યું છે જ્યાં એમને ઘોડા પાડ્યા છે અને પોતાનો ફુરસ્તનો સમય એમની સાથે પસાર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત