કારને લાંબા સમય સુધી ચમકતી અને સુંદર રાખવા આ ૧૦ વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન

મિત્રો, જો તમે ગાડીની ખરીદી કર્યા પછી તમે થોડા દિવસ સુધી તેની ખૂબ જ સારી રીતે કાળજી લેશો એટલે તે થોડા દિવસો માટે તો તમને નવા જેવી જ લાગશે પરંતુ, અમુક સમય વિતતા તમે ગાડીની સાર-સંભાળ પ્રત્યે બેદરકાર બની જશો અને તેના કારણે ગાડીમા અનેકવિધ પ્રકારની સમસ્યાઓ ઉભી થવા લાગે છે. જો તમે તમારી કારની સુંદરતા લાંબા સમય સુધી જાળવવા ઈચ્છતા હોવ તો આ દસ વસ્તુઓ અંગે વિશેષ સાવચેતી રાખો. તો ચાલો જાણીએ કઈ છે આ દસ વસ્તુઓ.

ગાડીનુ કવર :

image source

જો તમે તમારી ગાડીની ચમકને જાળવી રાખવા ઈચ્છતા હોવ તો આ માટે તમે તમારી કારને એક સારુ કવર ઢાંકો. તે તમારી ગાડીને ફક્ત તડકા, વરસાદ અને ધૂળથી જ નહિ પરંતુ, બર્ડ ડ્રોપિંગથી પણ બચાવશે. તેનો લાભ એ થશે કે, કાર વોશિંગ અને પોલિશિંગ પર ઓછો ખર્ચ કરવો પડશે અને કલરને પણ નુકસાન નહીં પહોંચે.

વેક્યૂમ ક્લિનર :

image source

ગાડીના ઈન્ટિરિયરની સાફ-સફાઈ કરવી જરાપણ સરળ નથી. તેથી સાફ-સફાઈ માટે સૌથી સારુ એ રહેશે કે, તમે એક સારુ કાર વેક્યૂમ ક્લિનર રાખો. તેનાથી તમારી કારના દરેક ખૂણાની સારી રીતે સફાઈ કરી શકાશે.

મલ્ટી પિન ચાર્જર :

આજની તારીખમા સ્માર્ટફોન સાથે ના હોય તો એવુ લાગે છે કે, કોઈ વસ્તુની કમી છે અને સ્માર્ટફોન ત્યા સુધી સ્માર્ટફોન નથી કહેવાતો કે જ્યા સુધી તેની બેટરી ઓકે ના હોય. તેથી, તમારી કારમાં મલ્ટી પિન ચાર્જર રાખવુ અત્યંત આવશ્યક છે.

image source

એર ફ્રેશનર :

બજારમા ઢગલાબંધ એક ફ્રેશનર છે, જેમાથી તમે તમારી મનપસંદ સુગંધ પ્રમાણે તેને ખરીદી શકો છો. તેને ગાડી ડ્રાઈવ કરતી વખતે તમને સારુ લાગશે અને પોઝિટિવ ફીલ થશે.

સિક્યોરિટી સિસ્ટમ :

આજના સમયમા ગાડીઓની ચોરી ખુબ જ વધી રહી છે, તેથી ગાડીમા સિક્યોરિટી સિસ્ટમ હોવી અત્યંત આવશ્યક છે. જો તમે હજી સુધી આ સીસ્ટમ નથી લગાવી તો તુરંત જ લગાવી દો અને ગાડી ચોરી થવાના ટેન્શનમાથી મુક્તિ મેળવો.

રિવર્સ પાર્કિંગ સેન્સર :

આ સીસ્ટમની મદદથી કારને રિવર્સ કરતી વખતે જાણવા મળે છે કે, પાછળ પૂરતી જગ્યા છે કે નહીં અથવા કોઈ અન્ય વાહન તો ગાડીની પાછળ નથી ને. આ સીસ્ટમની મદદથી ગાડી પાર્ક કરવી સલામત રહેશે.

image source

મોબાઇલ હોલ્ડર :

વાહન ચલાવતા સમયે ખિસ્સામા મોબાઇલ ફોન રાખવો કમ્ફર્ટેબલ નથી હોતો. આવી સ્થિતિમા જો તમારી ગાડીમા મોબાઈલ હોલ્ડર હોય તો તેમા મોબાઈલ રાખીને તમે ટેન્શન મુક્ત થઈને ડ્રાઇવિંગની મજા લઇ શકો છો.

નેક કમ્ફર્ટ કીટ :

સ્વાસ્થ્યથી સભાન લોકો માટે નેક કમ્ફર્ટ એ એક ખુબ જ સારો આઇડિયા છે કારણકે, જ્યારે પણ તમે લોન્ગ ડ્રાઇવ પર જાવ છો ત્યારે નિરંતર ડ્રાઇવ કરતી વખતે ડોકમા દુ:ખાવો થવા લાગે છે. આવી સ્થિતિમા નેક કમ્ફર્ટ કમ્ફર્ટ કીટ તમને થાક અને દુ:ખાવાથી ઘણી રાહત આપી શકે છે.

image source

ફર્સ્ટ એઇડ બોક્સ :

ફર્સ્ટ એઇડ બોક્સ, ફાયર ફાઇટીંગ ઇક્વિપમેન્ટ, પંક્ચર રિપેરિંગ કીટ અને એડિશનલ સ્ટેપની આ બધી જ એવી વસ્તુઓ છે કે જેની કોઈપણ સમયે જરૂર પડી શકે છે તેથી, આ બધી જ વસ્તુઓ ગાડીમા પહેલેથી જ રાખી લો.

ગાડીના સીટ કવર :

image source

જો તમે તમારી ગાડીની સીટો પર કવર લગાવો છો તો તમારી ગાડીનો લૂક ખુબ જ આકર્ષક બની શકે છે અને તમને કમ્ફર્ટ પણ મળી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ