1 એપ્રિલથી ગાડીઓમાં મળશે આ ખાસ સુવિધા, જાણો અને તમે પણ પછી જ લેજો કાર, નહિં તો પસ્તાશો

સરકારે વાહન નિર્માતાઓને માટે 1 એપ્રિલ 2021થી બનનારા દરેક નવા વાહન મોડલમાં ડ્રાઈવર સિવાય ફ્રંટ પેસેન્જર્સ માટે પણ એરબેગ અનિવાર્ય બનાવવાનો પ્રસ્તાવ કર્યો છે. હાલમાં જે મોડલ બનાવવામાં આવી રહ્યા છે તેના માટે આ નિયમ એક જૂનથી અનિવાર્ય રહેશે.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા એક ડ્રાફ્ટ અધિસૂચનામાં આ જાણકારી આપવામાં આવી છે. મંત્રાલયે દરેક હિતધારકોને સરકાર સાથે આ પ્રસ્તાવ પર વાત કરવા માટે એક મહિનામાં સૂચનો મોકલવા જણાવ્યું છે.

image source

આ સૂચનામાં કહેવાયું છે કે 1 એપ્રિલ 2021થી અથવા તેના પછી બનેલા દરેક વાહનોમાં 1 જૂનથી ડ્રાઈવર સિવાય ફ્રંટ પેસેન્જર માટે પણ એરબેગ જરૂરી રહેશે. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 2016ના આધારે આ એરબેગ એઆઈએસ 145ના અનુસાર હોવી જોઈએ.

image source

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે પરિવહન મંત્રાલયમાં આ વાત પર વિચાર ચાલી રહ્યો હતો કે શં ડ્રાઈવરની બાજુમાં બેઠેલી વ્યક્તિની સુરક્ષાને માટે સીટ બેલ્ટ પૂરતો છે કે તેને માટે પણ એરબેગ અનિવાર્ય કરવી જોઈએ. અંતે આ વાત પર ચર્ચાએ અંત લીધો કે ફ્રંટ સીટ પર બેસનારા સાથી મુસાફર માટે પણ આ એરબેગ અનિવાર્ય હોવી જરૂરી છે.

image source

જો આ પ્રસ્તાવ લાગૂ થશે તો તેનાથી વાહન નિર્માતાઓ પર અસર પડશે. ખાસ કરીને નાની ગાડીઓ બનાવનારા, કેમકે તેમનો ખર્ચ વધારે હોય છે. થોડા વર્ષોમાં સરકારે વાહન નિર્માતાઓને વાહનની સુરક્ષાને સારી બનાવવાનો આગ્રહ કર્યો છે અને સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ અને બેસ મોડલમાં ડ્રાઈવર સીટ એરબેગને અનિવાર્ય બનાવવાના પગલા લીધા છે.

image source

ફેડરેશન ઓફ ઓટોમાબાઈલ ડીલર્સના અધ્યક્ષ વિનકેશ ગુલાટીએ કહ્યું કે સરકારનું આ પગલું સુરક્ષાને મામટે ઘણું જરૂરી છે અને ભારતમાં તેને લાગૂ કરવું જોઈએ, સાથે જ તેઓએ કહ્યું કે આમ કરવાથી વાહનોની કિંમત વધશે. બીએસ-6 ના નિયમોના કારણે પહેલાંની કિંમતમાં વધારે વધારો થઈ ચૂક્યો છે જ્યારે હવે આ નવા નિયમથી કિંમતમાં પણ વધારો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ