આ વિસ્તારની આખા વિશ્વમાં થઈ રહી છે પ્રશંસા, માઇનસ 50 તાપમાને પણ સ્કૂલમાં આવે છે બાળકો ભણવા

હાલમાં શિયાળાનો માહોલ છે અને ઠંડી પણ જોરદાર પડી રહી છે. એક તરફ કોરોના પણ પોતાના પગ પેસારો કરી રહ્યો છે અને મોટાભાગલની સ્કૂલો પણ બંધ છે. પણ અમુક દેશોમાં કોરોના હળવો પડ્યો છે અને ધીરે ધીરે બધું રિઓપન થવાની સાથે સાથે શાળાઓ પણ ખુલી રહી છે. જો કે રશિયાના મોટા ભાગમાં ઠંડીની સીઝનમાં કાતિલ ઠંડી પડે છે એ તો સૌ જાણે છે, પણ અહીંના લોકો આ ઠંડી સાથે જીવતાં શીખી ગયા છે. રશિયાના ઓમ્યાકોન નામના નાનકડા ગામનાં બાળકોની સહનશક્તિ નહીં, પણ સક્ષમતા અસાધારણ ગણી શકાય એવી છે.

image soucre

જો વિગતે આ ગામ વિશે વાત કરવામાં આવે તો આ એક એવું ગામ છે જે રશિયાનાં સૌથી ઠંડાં ગામોમાં ગણાય છે. જો કે અહીં માઇનસ ૫૦ ડિગ્રી જેટલો તાપમાનનો પારો નીચે ઊતરી જાય એ પછી પણ સ્કૂલો અને બીજું બધું જ કામ રાબેતા મુજબ ચાલ્યા કરે છે. ગામમાં ઉષ્ણતામાન માઇનસ બાવન ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર કરે ત્યારે જ સ્થાનિક સ્કૂલ બંધ કરવામાં આવે છે. રશિયાના સાખા પ્રાંતનું યાકુત્સ્ક ગામ વિશ્વમાં સૌથી ઠંડું ગણાય છે, પરંતુ ઠંડીની બાબતે ઓમ્યાકોન ગામ એનાથી ગંભીર સ્થિતિમાં હોય છે.

image source

આ ગામ વિશે જો જોઈએ તો ઓમ્યાકોનમાં ઉષ્ણતામાન માઇનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસ પર હોય ત્યાં સુધી બધું નૉર્મલ હોય એ મુજબ ચાલતું રહે છે. તાપમાનનો આંકડો માઇનસ બાવન પર પહોંચે ત્યારે પ્રાઇમરી અને માઇનસ છપ્પનનો આંકડો પાર કરે ત્યારે સેકન્ડરી ક્લાસિસ બંધ કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનામાં ઓમ્યાકોનમાં રોજ સવારે ૧૦ વાગ્યે સૂર્યોદય થાય છે અને સ્કૂલના ક્લાસિસ ૯ વાગ્યે અંધારામાં શરૂ થાય છે. ક્લાસિસ પૂરા થવાનો સમય સાંજે પાંચ વાગ્યાનો હોય છે અને સૂર્યાસ્ત બપોરે બે વાગ્યે થાય છે. ત્યારે હવે આ સ્કૂલ અને આ ગામ બન્ને આખા વિશ્વમાં વખણાઈ રહ્યા છે અને લોકોના મોઢે એની જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ કામની પ્રશંસા કરવામાં આવી રહી છે.

image socure

જો ભારતમાં અને ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડીએ સપાટો બોલાવ્યો છે. ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. સતત બીજા દિવસે 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નલિયામાં તો પારો ગગડીને 3.8 ડિગ્રી પહોંચી ગયો હતો. રાજ્યના તમામ મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો અનુંભવાયો હતો. રાજ્યમાં સૌથી ઓછા 3.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 12.9 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 કલાક સુધી કોલ્ડવેવની અસર જોવા મળશે.

image soucre

રાજ્યમાં શનિવારે ઠંડીએ વધુ જોર પકડ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઠંડીમાં ઠુંઠવાઈ રહેલા લોકોને ફરી ગાત્રો થિજાવતી ઠંડીનો અહેસાસ થયો હતો. અમદાવાદની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી ગગડીને 27.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.8 ડિગ્રી ગગડીને 12.9 ડિગ્રી નોંધાયું હતું. તો 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી 2 દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. આમ ગુજરાતમાં હવે 2 દિવસ દરમિયાન ઠંડીનું જોર હજુ પણ વધશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં 25 ડિસેમ્બર સુધી સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી શકે છે.

image source

ગુજરાતમાં ઠંડી વધવાનું કારણ ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે હિમવર્ષા છે. આ ઠંડાગાર વાતાવરણની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહે છે. બનાસકાંઠામાં પણ એક અઠવાડિયાથી ઠંડીનો પારો ગગડ્યો છે. 5થી 7 ડિગ્રી તાપમાન ઘટી જતાં અહીં 8 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે. કોરોના કહેર વચ્ચે લોકો ઠંડીએ લોકોની ચિંતા પણ વધારી છે. નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશનું કીલોંગ માઈનસ 12 ડિગ્રીએ થીજી ગયું હતું. તો આબુમાં પણ તાપમાનનો પારો માઈનસ ચાર ડિગ્રીએ પહોંચી ગયો હતો. હિમાલયન રેન્જમાં બર્ફિલો તોફાની ઠંડોગાર પવન ફૂંકાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ