અનુષ્કા અને વિરાટની પુત્રી વામિકાને મળી મોંઘી ગિફ્ટ્સ, જાણો કયા બોલિવૂડ સ્ટાર્સે શું આપ્યું ગિફ્ટમાં

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે 11 જાન્યુઆરીના રોજ દીકરીનો જન્મ થયો હતો. વિરાટ કોહલીએ આ વાતની સત્તાવાર ઘોષણા તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કરી હતી. સાથે જ તેણે લખ્યું હતું કે હાલ તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમની પુત્રીનો ચહેરો હજુ સુધી સામે આવવા દીધો નથી. પરંતુ જ્યારે તેનું નામને જાહેર કરવામાં આવ્યું ત્યારે એક ખાસ તસવીર શેર કરવામાં આવી હતી. અનુષ્કા શર્મા એ તેની પુત્રી સાથેની તસ્વીર શેર કરી હતી અને સાથે જ તેનું નામ પણ જાહેર કર્યુ હતું. તેમણે તેમની પુત્રીનુ નામ વામિકા રાખ્યું છે.

આ ફોટો પર તેમના ફોલોવર્સ અઢળક કોમેન્ટ કરી વામિકાને શુભેચ્છા પાઠવી ચુક્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે બોલિવૂડની ફેમસ અભિનેત્રી એવી અનુષ્કાના બોલિવૂડના મિત્રોએ તેની દીકરીને ખાસ ભેટ પણ આપી છે. આ ભેટની ચર્ચા પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે. વામિકાને અત્યાર સુધી જે ગિફ્ટ મળી છે તેની કિંમત લાખોમાં છે.

1. ફિલ્મ સુલ્તાનમાં અનુષ્કા સાથે કામ કરનાર સલમાન ખાને વામિકાને 1 રૂપિયાની કિંમતનું એક ડોલ હાઉસ ગિફ્ટમાં આપ્યું છે.

image soucre

2. અક્ષય કુમારે આપેલી ગિફ્ટની વાત કરીએ તો બોલિવૂડના ખેલાડી કુમારે વિરાટ અનુષ્કાની દીકરી વામિકાને સોનાની ઝાંઝર ગિફ્ટમાં આપી છે.

image soucre

3. બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને પણ અનુષ્કાની દીકરીને ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું છે. જણાવી દઈએ કે અનુષ્કાએ શાહરુખ ખાન સાથે ફિલ્મ ઝીરો, રબને બનાદી જોડી, જબ તક હૈ જાન સહિતની ફિલ્મોમાં સાથે કામ કર્યું છે તેથી શાહરુખ અને અનુષ્કા સારા મિત્રો પણ છે.

image soucre

4. બોલિવૂડના સૌથી ફેમસ કપલ એવા રણવીર અને દીપિકાએ પણ અનુષ્કાની દીકરી વામિકા માટે ગિફ્ટ મોકલી છે. રણવીર-દીપિકાએ વામિકાને સોનાની ચેન ગિફ્ટમાં આપી છે.

image source

આ સોનાના ચેનની કીંમત 1.80 લાખ રૂપિયા હોવાની ચર્ચા છે.

image source

5. અનુષ્કાની મિત્ર એવી કૈટરીના કૈફએ વિરાટની દીકરીને ડોલ હાઉસ ગિફ્ટમાં આપ્યું છે. આ ડોલ હાઉસની કીંમત 70 હજાર રૂપિયા છે.

image soucre

6. બચ્ચન પરીવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચને અનુષ્કાને હેન્ડમેડ મોંઘી ચોકલેટ ભેટમાં આપી છે.

image source

7. આમિર ખાન અને અનુષ્કા શર્મા પણ ખૂબ સારા મિત્રો છે અને તેના ઘરે દીકરીનો જન્મ થયો છે ત્યારે ગોલ્ડન પ્લેટેડ બેબી બેડ ગિફ્ટમાં આપ્યો છે. આ બેડની કિંમત 1.70 લાખ રૂપિયા જેટલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ