10 પાસ લોકો માટે રેલવેમાં પડી છે જોરદાર વેકેન્સી, પરિક્ષા આપ્યા વગર જ મળશે આ નોકરી, જાણો અને જલદી કરો એપ્લાય

જો તમે પણ નોકરીની શોઘમાં છો અને રેલ્વેમાં નોકરી કરવા ઈચ્છો છો તો આ ન્યૂઝ તમારા માટે છે. હાલમાં રેલ્વેમાં મધ્ય રેલ્વે, રેલ્વે ભર્તી વિભાગે અપ્રેંટિસના પદ માટે એક સૂચના જાહેર કરી છે. 6 ફેબ્રુઆરીથી તેની અરજી ઓનલાઈન રીતે શરૂ થઈ છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારે સેન્ટ્રલ રેલ્વે અપ્રેંટિસ પજ પર 5 માર્ચ 2021 ના રોજ સાંજે 5 વાગ્યા પહેલાં તમારે આરઆરસીની વેબસાઈટ પરથી અરજી કરવાની રહે છે.

આ જગ્યાઓ માટે છે વેકેન્સી

image source

આ જગ્યાઓ ખાસ કરીને મુંબઈ, ભૂસાવલ, પુના, નાગપુર અને સોલાપુર સહિત અન્ય અનેક સ્થાન માટે છે. કેરિઝ એન્ડ વેગન, મુંબઈ કલ્યાણ ડીઝલ શેડ, પરેલ વર્કશોપ, મનમાડ વર્કશોપ વગેરે માટે 2532 વેકેન્સી બહાર પાડવામાં આવી છે.

ક્યાં કેટલી વેકેન્સી

image source

મુંબઈ કલ્યાણ ડીઝલ શેડ- 53 પોસ્ટ

કુર્લા ડીઝલ શેડ- 60 પોસ્ટ

ટીઆરસી કલ્યાણ -179 પોસ્ટ

સીનીયર ડીઈઆરઈ કુર્લા- 192 પોસ્ટ

પરેલ વર્કશોપ -418 પોસ્ટ

માટુંગા કાર્યશાળા – 547 પોસ્ટ

એસએન્ડટી કાર્યશાળા બાઈકુલા- 60 પોસ્ટ

કેરિજ એન્ડ વેગન ડિપો -122 પોસ્ટ

ઈલેક્ટ્રિક લોકો શેડ ભૂસાવલ- 80 પોસ્ટ

ઈલેક્ટ્રિક લોકોમોટિવ વર્કશોપ -118 પોસ્ટ

મનમાડ વર્કશોપ- 51 પોસ્ટ

ટીએમડબલ્યૂ નાસિક રોડ – 49 પોસ્ટ

કેરિઝ અને વેગન ડિપો – 31 પોસ્ટ

ડીઝલ લોકો શેડ – 121 પોસ્ટ

ઈલેક્ટ્રિક લોકો શેડ – 48 પોસ્ટ

કેરિઝ અને વેગન ડિપો- 58 પોસ્ટ

કુર્દુવાડી કાર્ય શાળા -21 પોસ્ટ

image soucre

આ તમામ પદ પર અરજી કરવા માટે ઉમેદવારની પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થા પાસેથી 10મા ઘોરણ કે તેની સાથે ધોરણ 12માં 50 ટકા માર્ક પ્રાપ્ત કર્યા હોવું જરૂરી છે.

image source

નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા જાહેર કરાયેલા સંબંધિત ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ કે વોકેશનલ ટ્રેનિંગ માટે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, સ્ટેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા સર્ટિફિકેટ હોવા જરૂરી છે. શૈક્ષણિક યોગ્યતાની પૂર્ણ જાણકારી માટે ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન જુએ.

image source

રેલ્વે દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર ઉમેદવારની પસંદગી માટે ફક્ત 50 ટકા માર્ક દરૂર છે. આ સિવાય તેમાં આઈટીઆઈ અંક જેમાં અપ્રેટિસ શિપ કરાશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 6 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુઘી ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન માધ્યમથી કોઈ પણ પરીક્ષા વિના અરજદારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની પંજીકરણ એટલે કે અરજીની સંખ્યાને નોંધીને રાખે જેથી આવનારી કાર્યવાહીમાં તેમને સરળતા રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ